Rohit Prajapati

Drama

5.0  

Rohit Prajapati

Drama

અનંત દિશા ભાગ - ૧૨

અનંત દિશા ભાગ - ૧૨

6 mins
385



મારા અને દિશા ના સંબંધો દિવસે ને દિવસે એક નવા આયામ પરથી પસાર થતા હતા. મારા માટે સૌથી મહત્વની વાત એ હતી કે વિશ્વા પછી આ બીજુ વ્યક્તિત્વ હતું જે મને આમ સાથ આપી રહ્યું હતું. ખાસ તો જાણે મારું ઘડતર કરી રહ્યું હતું...!!! અમે દરરોજ ચેટિંગ માં વાત કરતા અને ફોનમાં પણ ક્યારેક વાત કરી લેતા. કોઈપણ વાત હોય દિશા મારી સાથે સૌથી પહેલાં શેર કરતી અને અપેક્ષા રાખતી કે હું એ વાતને બરાબર સાંભળું અને યોગ્ય પ્રતિભાવ આપું. હું પણ મારો બેસ્ટ પ્રયત્ન કરતો પણ ક્યારેક ઉણો પણ ઉતરતો, કારણ કે કોઈ બે અલગ અલગ વ્યક્તિ ના વિચારો સરખા ના હોઈ શકે.

વ્યક્તિ નું મન મોહી લે,


એ છે વ્યક્તિત્વ...

એનાથી અંજાઈ જવાય,

એ છે વ્યક્તિત્વ...

સંબંધો જાળવી લે સદા,

એ છે વ્યક્તિત્વ...

મને નવદિશા બતાવે છે દિશા,

એવું છે એનું વ્યક્તિત્વ... !!!


એક દિવસે બપોરે લંચ બ્રેકના સમયમાં દિશાનો ફોન આવ્યો. આમ તો એ રૂટીન માં ફોન કરતી પણ આજે અવાજમાં એના ખુશી વર્તાઈ આવતી હતી.


દિશા "હેલો, કેમ છે..??"

હું "એક્દમ મજામાં, તું કેમ છે...?? આજે આ તારા અવાજમાં આટલી ખુશી છલકાય છે, શું વાત છે...!!? "

દિશા "હું પણ એક્દમ મજામાં... તને મારા અવાજ પરથી બધી જ ખબર પડી જાય નહીં...!!! પાછી હમેશાં તને એ વાત જાણવામાં ઉતાવળ. "

હું " હા, તારી સાથે રહી ભલે બીજું શીખ્યો હોઉં કે ના શીખ્યો હોઉં પણ મનના ભાવ તો થોડા જાણતો થયો જ છું. હા ભલે ને હું થોડો ઉતાવળો રહ્યો."

દિશા  "હું આજે સ્નેહને મળી... ખુબ જ મજા આવી, હું ખુબ જ ખુશ છું...!!! બહુ દિવસે મળી."

હું  "અરે વાહ, શું વાત છે. આજે તો મારું પતંગિયું ઉડાઉડ કરશે... એમ ને ?"

દિશા  "શું યાર તું પણ, વાત તો સાંભળ... આજે મેં સ્નેહના ફેવરેટ ઢોકળા અને ગુલાબજાંબુ બનાવ્યા હતા. તો એ આપવા હું એમના કમ્પ્યુટર ક્લાસ પર ગઈ હતી."

હું  "વાહ ! શું વાત છે...!!! જોરદાર.. શું વાતો થઈ...? કાંઈ વાત બની..? શું થયું...?"

દિશા  "કઈ ખાસ વાત તો ના થઈ, પણ આટલા સમયમાં અમુક અમુક વાર આવું કરતી હોઉં છું. કદાચ કાંઈક વાત બને એ આશા માં...!!! એમણે ચા મંગાવી અને અમે પીધી. મેં ફરી એક નિષ્ફળ પ્રયાસ કર્યો. મને એવું લાગે છે એ આગળ નીકળી ગયા. પ્રેમ વીસરી ગયા...!!!"

હું  "પ્રયાસ કરતા રહેવાનું અંત સમય સુધી... ક્યારેક તો સમય આપણો થશે ને....!? ચોક્કસ સ્નેહ તને મળશે."

દિશા  "થેન્ક યુ વેરી મચ, મન થોડું ઉદ્વિગ્ન થયું હતું એટલે થયું લાવ તને મારા દિલની વાત કરું. તારી જોડે વાત કરીને થોડું સારું લાગ્યું. મન પણ શાંત થયું...!!! "

હું  "ખુબ સરસ, સારું કર્યું. આમ, વાત કરતા રહેવું. ચાલ હવે લંચ બ્રેક પત્યો. બાય, જય શ્રી કૃષ્ણ."

દિશા  "ઓકે, જય શ્રી કૃષ્ણ..."


મનમાં વિચારો ઘેરી વળ્યા આ તો કેવો અનરાધાર પ્રેમ એ વરસી ગયો છતાં જમીન કોરી રહી ગઈ...

"આમ પ્રેમ વરસતો જોઈ મને પણ અદેખાઇ આવી ગઈ,

આ તો કેવો અનરાધાર વરસી ગયો છતાં એ ના દેખાયો,

આમ જ એકતરફી પ્રેમ જાણે રચાયો કે માયાજાળ રચાઈ,

પ્રેમમાં પતંગિયું મારું તરસ્યુ, છતાં એ વરસ્યું એમજ...!!! "

આમ વિચારતા વિચારતા એ દિવસ પસાર થઈ ગયો. હવે મનમાં એ જ દિવસની વાર હતી જ્યારે ફરી થાય મિલન મારું, દિશાનું અને વિશ્વાનું એટલે કે મારો જન્મ દિવસ. આમ જોવા જાઉં તો બે વર્ષ થી વધુ સમય થઈ ગયો હતો દિશા સાથે મિત્રતા માં પણ અમે ક્યારેય જન્મ દિવસમાં મળ્યા નહોતા. છતાં આ વખતે આશ વધુ હતી કે મળાશે કારણકે આ સમય દરમ્યાન અમે બહુ નજીક અને ગાઢ બન્યા હતા. જેમ જેમ જન્મ દિવસ નજીક આવતો એમ એમ ઇંતેજારી વધતી જતી હતી કે કેવો રહેશે આ વખતનો જન્મ દિવસ.


જન્મ દિવસના આગળના દિવસે વિશ્વાનો ફોન આવ્યો...

વિશ્વા "જય શ્રી કૃષ્ણ, કેમ છે?"

હું. "જય શ્રી કૃષ્ણ, હું એક્દમ મજામાં.."

વિશ્વા "હેપી બર્થડે...ડિયર..."

હું  "આજે નથી, કાલે છે."

વિશ્વા  "આ તો યાદ કરાવું છું કે કાલે પાર્ટી આપવાની છે. તું એડવાન્સ માં તૈયારી કરી શકે ને એટલા માટે."

હું  "બહુ સરસ, હું તો તૈયાર જ છું દર વખતની જેમ. મેં તો જગ્યા પણ શોધી રાખી છે. બસ તને કહેવાનો જ હતો કે આપણે કાલ મળશું."

વિશ્વા  "એ તો છે જ, પણ આ વખતે હું કહું ત્યાં જવાનું છે. નિરમા યુનિવર્સિટી સામે , એસજી હાઇવે પર, કેપ્સિકમ."

હું  "હા મેં નામ તો સાંભળ્યું છે. ડાન્સ, સ્વીમીંગ પૂલ, ફૂડ બધુંજ જોરદાર છે એવું એક મિત્ર કહેતો હતો."

વિશ્વા  "હા, મને પણ ગમ્યું...આ બધુંજ છે. મળીએ તો કાલે."

હું  "ઓકે, હું તને કારગીલ થી લેતો જઈશ."

વિશ્વા  "ઓકે, જય શ્રી કૃષ્ણ."

હું  "જય શ્રી કૃષ્ણ."


ફોન મૂકી ફરી વિચારોમાં ખોવાઈ ગયો. એણે દિશા આવશે કે નહીં આવે એવી કોઈ વાતજ ના કરી. શું દરેક વખતની જેમ હું અને વિશ્વા જ મળીશું..!! દિશા નહી આવે..!!??

રાત્રે હું મોડે સુધી જાગતો જ પડ્યો રહ્યો. કારણ કે હું જાણતો હતો કે વિશ્વા નો SMS દર વખતની જેમ રાત્રે ૧૨ વાગે આવશે. પછીજ મને ઊંગ આવશે. એની વિશ અને એનો સાથ મને જિંદગી જીવાડી રહ્યો હતો.

એક્દમ હું વિચારતો હતો ત્યારેજ ફોનમાં મેસેજ ટોન વાગી ઘડીયારમાં જોયું તો ૧૨ વાગી ગયા હતા. મને સમજાઈ ગયું કે મારું વિશ્વ જ હોય આ સમયે તો એટલે હું તરતજ ફોન ઉપાડી મેસેજ જોવા લાગ્યો એસએમએસ હતો અને વોટ્સએપ મેસેજ પણ. ખુશ થઈ ગયો વિશ્વા અને દિશા સાથે વાહ.

તરતજ વિશ્વા ને થેંક્યું જય શ્રી કૃષ્ણ કહ્યું. પછી વોટ્સએપ ખોલી દિશાને થેંક્યું કહ્યું. તરતજ દિશા નો રીપ્લાય આવ્યો.

દિશા "આ ખાલી થેંક્યું કહે નહીં ચાલે પાર્ટી આપવી પડશે. દરેક વખતે તું છેતરી જાય છે પણ આ વખતે તો પાર્ટી આપવી જ પડશે."

હું "ઓકે, પાર્ટી મળશે બોલ પછી કઈ ?"

દિશા "ઓકે, તો હું કહું ત્યાં મળીએ."

હું "ક્યાં મળવું છે ?પાર્ટી તો આપીશ."

દિશા "અહીં છપ્પન ભોગ રેસ્ટોરન્ટ, સરગાસણ ચોકડી, ગાંધીનગર."

હું "અરે ત્યાં નહીં મેળ આવે, વિશ્વા એ બીજી જગ્યા નક્કી કરી છે."

દિશા "એ બધું મને ના બોલ, એ તારે જોવાનું. મારે તો ત્યાંજ જોઈએ પાર્ટી."

હું "અરે યાર હા હું જોવું છું, કાંઈક યોગ્ય કરીશ બસ."

દિશા "ઓકે, જય શ્રી કૃષ્ણ. પણ મેં કહ્યું એમજ...!!!"

હું "જય શ્રી કૃષ્ણ, કાલે મળીએ."


આ વાત પતાવીને હું ફરી વિચારોમાં ગરકાવ થઈ ગયો એક તરફ વિશ્વા અને એક તરફ દિશા.. બંને બેસ્ટ ફ્રેન્ડ. મને સમજાતું જ નહોતું કે આ કઈ રીતે શક્ય બનશે. આવતીકાલે શું થશે..?? આ બધામાં મોડે સુધી ઊંગ ના આવી.

સવારે વહેલો ઊઠ્યો, તૈયારી થઈ, મમ્મી પપ્પા અને ભગવાનને પગે લાગ્યો અને મારા આ જન્મ દિવસની શરુવાત કરી. ત્યાંજ વિશ્વા નો ફોન આવ્યો..

વિશ્વા "જય શ્રી કૃષ્ણ, હેપ્પી બર્થડે ડિયર"

હું "થેંક્યું ...!!!"

વિશ્વા "થેંક્યુંથી ના ચાલે. ભૂલીશ નહીં સાંજે કેપ્સિકમ માં જવાનું છે."

હું "અરે યાર જઈશું પણ તું દિશા ને સમજાવ ને...!!! એનો રાત્રે બર્થડે વિશ કરવા મેસેજ આવ્યો હતો અને એ મને કહે કે પાર્ટી મારે 56 ભોગ રેસ્ટોરન્ટ માં જોઈએ."

વિશ્વા "તો હું શું કરું, તારી ફ્રેન્ડ છે તું જ સમજાવ. એમાં મને વચ્ચે ના નાખ."

હું "અરે ! તું જ બોલ, હું શું કરું...? તારી બેસ્ટ છે, તું કહીશ તો માની જશે."

વિશ્વા "એ તું જાણે અને પેલી, આ વાતમાં મારે કોઈ લેવાદેવા નઈ. સારું હું ફોન મૂકું છું, મારે કામ છે. જય શ્રી કૃષ્ણ."

હું "ઓકે, જય શ્રી કૃષ્ણ."


જેમ જેમ દિવસ પસાર થઈ રહ્યો હતો એમ એમ સાંજ નું ટેન્શન વધી રહ્યું હતું. દિશા સાથે ચેટ માં વાત થઈ પણ એ ના માની તો ના જ માની. છેલ્લે બપોરે બે વાગ્યે એનો મેસેજ આવ્યો કે તું અને વિશ્વા જઈ આવો મારી પાર્ટી લેવાની બાકી. મારે એક અગત્યની મીટિંગ માં જવાનું છે. સોરી યાર હું નહીં આવી શકું.

આ મેસેજ રાહત નો હતો કે દુ:ખ નો એ જ ના સમજાયું. આજે મારા જન્મદિવસે દિશા મારી સાથે નહીં હોય, આ વિચારે મને થોડો હતાશ કરી નાખ્યો...!!! અને સાંજે વિશ્વા ને મળવાના સમયની રાહ જોવા લાગ્યો.


**********



Rate this content
Log in

Similar gujarati story from Drama