"અણસમજ"લઘુકથા
"અણસમજ"લઘુકથા


ઘણા સમયથી બન્ને બહેનપણીઓ એકબીજા સાથે બોલતી નહોતી, કોણ જાણે જાની દુશમનો હોય. જ્યારે જ્યારે એ રસ્તામાં એક બીજાને સામ સામે મળતી ત્યારે મો ફેરવી લેતી. આવું તો ઘણી વાર થયું. ઘણા સમયથી હું આ ઘટનાનું નિરીક્ષણ કરતો હતો. એકવાર તો મારાથી ન રહેવાયું અને અંતે પૂછી જ લીધું ' જાનવી, તારે અને ઉષા વચ્ચે કોઈ ઘટના બની છે ? કેમ તમે એકબીજા સાથે બોલતા નથી ? ઘણા સમયથી હું જોઉં છું. ' જાનવી એ હળવેકથી જવાબ આપતા કહ્યું કે 'એ મારી જોડે નથી બોલતી એટલે હું પણ નથી બોલતી. 'કેમ નથી બોલતી? 'ખબર નહિ' . ' કોઈ કારણ નથી તો વળી એમ શું કામ મૂંગા રહેવાનું ? એકવાર તું ઉષાને મળી ને તો જો , એ કેમ નથી બોલતી. એકવાર તું મળીને પૂછી જો એટલે ખબર પડે કે વાત છે શું ?'
હા, જાનવીએ શ્વાસ લઈને હળવેકથી મને વળતો જવાબ આપ્યો. એકવાર મોલ પર ઘરની વસ્તુઓ ખરીદતા બન્ને સામસામે ભડકાણી, પણ બન્ને મૌન થઈ પોતપોતાના કામમાં પરોવાઈ ગઈ. મોલની બહાર આવતા જાનવી ને મેં કીધેલી વાત યાદ આવી અને મનોમન વિચારી લીધું કે આજે તો ફેંસલો થઈ જ જાય..
ઉષા , ' તું મારી જોડે કેમ બોલતી નથી , હું ઘણા દિવસથી જોઉં છું પણ તું નજર ફેરવીને ચાલી જાય છે. શું થયું છે મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે ? 'ના, એ તો તું નથી બોલતી એટલે હું નથી બોલતી બસ !
રવીનો કોલ આવ્યો હતો એટલે મારે હવે ઘેર જવું પડશે, ચાલ કાલે મળીએ એમ કહી ઉષા ઝડપભેર ઘર તરફ વળી...
આ બાજુ જાનવી મનમાં પોતાના પર હસતી રહી અને બોલતી રહી, અરે યાર કંઈ હતું જ નહીં, ખોટા અમે બેય વ્હેમમાં રહ્યા. સાવ બન્ને અણસમજુ. જાનવી આનંદ સાથે ઓટો ...ઓટો ! ઓટો ઉભી રહી અને એ બેસીને ઘર તરફ વળી....!