Dipak Chitnis

Abstract

3  

Dipak Chitnis

Abstract

અણમોલ- ૬

અણમોલ- ૬

3 mins
192


શું ખબર કે, સ્નેહાના માતા-પિતાના વર્તનમાં પરિસ્થિતિ એ કંઈક ફેરફાર કરાવ્યો. સ્નેહાના ચહેરા પર કોઈ પ્રકારનું નુર ન હતું. તેનું કારણ સંદીપ જ હતો તેની જાણ તેમને હજી જ. એક દિવસ તે માતા-પિતા સાથે બેઠકરૂમમાં બેઠી હતી ત્યારે ધીમે રહી તેના માતા-પિતા એ તેણીને કહ્યું બેટા તારા ચહેરાની નારાજગી અમે સાચા અર્થમાં વાંચી શકીએ છે. આપણી અમીરીની ખુમારીમાં અમારો સંદીપ માટેનો વ્યવહાર સાનુકુળ નહોતો તેની પરિભીતી થાય છે. આજે અમે બંને નક્કી કરેલ છે કે છો સંદીપ હજી પણ તમારા બંનેના સંબંધો માટે રાજી હોય તો આપણે આગળ વધીએ, જો તું કહે તો હું તેની સાથે વાત આગળ ચલાવું. 

આ બાજુ સ્નેહા ભલે સંદીપ સાથે વાત નહોતી કરી રહી પરંતુ તેને સંદીપની હાલની જાહોજલાલી શું છે તેનાથી કે પુરેપુરી વાકેફ હતી. સંદીપની હાલની પરિસ્થિતિ કંઈક અંશે વિપરીત થઈ ગયેલ હતી. સંજોગોનો શિકાર બનેલા સંદીપને કુદરતે કયાંથી કયાં પહોંચાડી દીધેલ હતો. લાલચંદ જે સંદીપને કંગાલ ગણતા હતા કે લાખોમાં રમતો થઈ ગયેલ હતો. શેરબજારમાં રસ ધરાવતો સંદીપ કોવીડ-૧૯ના સમયમાં ઘરે બેઠાં બેઠાં શેર બજારમાં તેની પાસે જે કંઈ થોડી ઘણી મૂડી હતી કે તેણેઅદાણી એનટ્રરપ્રાઈઝ, રીલાયન્સ, બીપીસીએલ, ઓએનજીસી, જેવી નામાંકિત કંપનીમાં રોકાણ કરતાં આજે કે શેરબજારનો મોટો ખેલાડી બની ગયો હતો. વિશ્વકર્મા ટાવરમાં દસમા માળે જેણે તેની પોતાની ઓફિસ અને ચાર-પાંચ માણસો પણ રોકેલ હતાં. સ્નેહા આ બધી વાતથી પરિચિત હતી. તેણે તેના પિતાને કહ્યું, પપ્પા આપની વાત બીલકુલ સાચી છે તેને સાથે વાત કરી શકાય. પરંતુ કુદરતે જીવનમાં મોટો ફેરફાર કર્યો છે. આપ જાણતા હતા તેવો સંદીપ હાલ નથી રહ્યો. તે એ કે જે હવે લાખોમાં રમતો થયેલ છે. તેણે પોતાની ઓફિસ ખોલી શેરબજારમાં એક નામાંકિત બની ગયેલ છે જેની સાથે હવે હાલની આપણી પરિસ્થિતિ મુજબ વાત કરવી શક્ય જણાતી નથી. જે કારણે તમે તેને ના પાડેલ હતી, આજે પરિસ્થિતિએ વળાંક લીધો છે. સંદીપને તમારા સ્થાને અને તમને સંદીપના સ્થાને લાવી દીધેલ છે. એટલે વાત કરીને કોઈ અર્થ મને જણાતો નથી. 

જો બેટા, તું મને હા કહે તો હું સામે ચાલીને તેની સાથે જાંઉ મારી ઝોળી તારે માટે તેની સમક્ષ પાથરું, મને ચોક્કસપણે ખાતરી છે કે તેના હજી જો લગ્ન બાકી હશે તો જે મારી વાત ઠુકરાવશે નહીં. આમ બંને સ્નેહાના માતા-પિતા એક દિવસ સીધા સંદીપની ઓફિસે પહોંચી જાય છે. 

ઓફિસમાં પહોંચતા તેની કેબીનની બહાર તેના નામની મોટી નેમ પ્લેટ વાંચી તેમને આનંદ થાય છે. બહારની બાજુમાં બેઠેલા સંદીપના પીએને એક ચીઠીમાં તેમનું નામ લખીને મોકલે છે. સંદીપ કંઈક કામમાં મશગુલ હોય છે, તેની કચેરીનો માણસ ચબરખી મૂકી જતો હોય છે ત્યાં તેની નજર ચબરખીમાં લખેલ નામ ઉપર જાય છે. કે પોતાની ખુરશીમાંથી ઊભો થાય છે અને તે જાતે જઈ સ્નેહાના માતા-પિતાને પોતાની કેબિનમાં લઈને આવે છે. અરે…અંકલ..આંટી તમે આટલે દૂર આવવાની તકલીફ લીધી મને જણાવ્યું હોત તો હું જાતે આવી જાત ને. ના બેટા અમે જે ભૂલ કરેલ તે સુધારવી હતી એટલે તે સુધારવા તો અમારે જ આવવું પડે ને ? અને તું તો બહું મોટો માણસ થઈ ગયો તને સમય હોય કે ન હોય એટલે અમે જાતે આવી ગયા. હશે અંકલ કંઈ નહીં બોલો પહેલાં ગમે શું લેશો ? ચા-કોફી-ઠંડું ? ના બેટા સંજોગોના શિકાર બની ગયા છે કંઈ લેવું નથી. અમે તો છે ભૂલ કરેલ તે સુધારવા તારી પાસે આવ્યા છે. 

અરે…અંકલ કેમ આમ બોલો છો ! તમે કોઈ ભૂલ કરેલ જ નથી, પછી સુધારવાની ક્યાં વાત. અને હા મારી અને સ્નેહાના લગ્ન બાબતે તમે ના પાડી તેમાં કાંઈ તમારી ભૂલ થોડી કહેવાય ? તમને અનુકુળ નહીં આવેલ હોય તો આપે ના પાડી. અંકલ સંબંધ કોઈપણ હોય તે હંમેશને માટે અણમોલ હોય છે આવું આપણે હંમેશા કહીએ છીએ. આપણી બધાની જિંદગી ખરા અર્થમાં સંબંધોમાં વસે છે. આપણે જે પણ કંઈ કરીએ છીએ. તે બધું જ આખરે સંબંધ થકી અને સંબંધની માટે જ હોય છે.

(ક્રમશઃ)


Rate this content
Log in

Similar gujarati story from Abstract