Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

rahul shrimali

Abstract Crime


3  

rahul shrimali

Abstract Crime


અંધકાર

અંધકાર

5 mins 14.7K 5 mins 14.7K

હું ખુરશીમાં બેઠો હતો. ઓફીસનો ખખડધજ પંખો ફર્યા કરતો હતો. એક કેસ માટે નારાયણદાસ પાટીલ નામના પ્રચલિત વકીલને મળવા આવેલો. એમની ઓફીસમાં તેમના આવવાની રાહ જોઈ બેઠો હતો. સાહેબ હમણાં આવશે એમ કહીને પ્યુન ગયો અને હું આ બપોરના શાંત વાતાવરણમાં વારંવાર ઓફિસની ઘડિયાળ પર નઝર કરતો ગયો.

તેના કાંટાના અવાજ જાણે મને ખૂંચતા હોય એમ લાગ્યું. પણ તેના દર્દથી શું ફરક પડવાનો હતો. જે સમયે મને ઘા આપ્યો એ ઓછો ન હતો. જે દેખાતો નથી કે રૂઝાતો નથી. બસ દવા લેવા અહીં ઓફિસમાં આવ્યો હોય એમ લાગ્યું પણ હું ય મુર્ખ છું. જીવ ગયા પછી દર્દીને સાજો કરવા ડોકટરની રાહમાં હાથ પર હાથ ધરી બેઠો છું.

ગરીબીમાં હું ઉછેરાયેલો કોઈ સુવિધા નહિ. જિંદગી જાણે જબરદસ્તી ઢસડીને પસાર કરી હોય એમ જીવ્યો. મહેનત મજૂરી કરીને દિવસના તડકામાં આ વાળ ધોળા કર્યા. પંદર બાય દસની છાપરા વાળી અંધારી રૂમમાં જ્યાં લાઈટની સગવડ નહીં. એમાં હું અને મારી પત્ની સંધ્યા અને મારો દીકરો ઉજાસ રહેતા. આવી પરિસ્થિતિના લીધે એક જ છોકરાને જન્મ આપ્યો. જાણે અમારી અંધેરી કોઠીમાં સાચે જ ઉજાસ આવી ગયો હોય એવું લાગ્યું. બસ જે તકલીફમાં મે જીવન ગુજાર્યું હતું, તેના કરતાં કોઈ સારી જિંદગી ઉજાસને આપવા હું અને મારી પત્ની સંધ્યા મજૂરી કરતા. દીકરાને ભણાવી સારી જિંદગી આપવાની ઈચ્છા હતી.

સંધ્યા શાહુકારના ઘરે ઘરકામ કરવા જતી અને હું છાપાંના પ્રિન્ટિંગના કારખાનામાં મજૂરમાં નોકરી કરતો હતો. દીકરાને વિસ્તારની સારી શાળામાં ભણવા મુક્યો. નસીબ જોગ તે પણ ભણવામાં હોશિયાર હતો. બસ ત્યારે ચાલ્યું અમારું ગાડું. મશીનોના આવાજની વચ્ચે પૈસા કમાવાની મજબુરીથી કાનમાં સંભળાવવાનું ઓછું થઈ ગયેલું પણ ખણકાર પૈસાનો હતો એટલે એવો કોઈ વિચાર કર્યા વગર મહેનત ચાલુ જ રાખી. મારી પત્ની સંધ્યાએ તેની કાયાને મજૂરી કરીને ઘસી કાઢી. આટલી મહેનત કરવા છતાં તેના ચહેરા પર કોઈ ઉદાસી ન હતી. ગમેતેટલો થાક લાગ્યો હોય પણ તે હંમેશા મલકાતી રહેતી. જેથી મારી હિંમતમાં પણ પાછો વધારો થઈ જાય. આ જીવન રૂપી રથને હંકારવા માટે હું અને મારી પત્ની તેના બે પૈડાં બનીને સાથે જ સદાય ચાલતા રહ્યા. આમ અમારી આખી યુવાની જતી રહી.

હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ હતી પણ એક ગર્વની અનુભૂતિ હતી કે અમારી મહેનત અને દીકરાના ભણતરથી મારી આગલી પેઢીને આવી કાળી મહેનત કરવાની જરૂર નહીં પડે. ખાવામાં જે ચટણી રોટલો મળ્યો એ ખાધો.પાછા કામેં લાગ્યા. કામમાં ને કામમાં જીવવાનું રહી ગયું પણ મુજ ગરીબને શું જીવવાનું ? બસ જિંદગી સારી જીવવી હોય તો મહેનત કર નહિતર તારા જેવા અનેક ગરીબ દારૂ પીને એ જલસા કરે છે. ન એની બાયડી કે છોકરા નો વિચાર. પણ આવી જિંદગી મને ન પોસાય એ જીવનું શું જેની જવાબદારી ઈશ્વરે મને સોંપી છે ?, આવા ઉન્નત વિચારો હતા. એટલે મારું જીવન જાણે ફળી ગયું હોય એમ લાગતું હતું. આમ ઉજાસ મોટો થતો ગયો. તેણેઅમારી મજુરી જોયેલી ઘણી વાર કહેતો કે, 'પપ્પા હું ભણવાનું છોડી દઉં' પણ, 'ના દીકરા તું ભણ આ બધું તારો બાપ તારા માટે જ તો કરે છે.' એને પાછો અમારી કાળી મજૂરીનો અનુભવ.જેથી તન-મન ભણવામાં સમર્પિત કરેલા. એની ઉંમરના છોકરાઓને મેં વ્યસનો કરતા જોયા. ત્યારે થયું કે ના મેં કંઈક સારું કામ કર્યું. જેથી મારો દીકરો આવો નથી પાક્યો. અરે જેનો બાપ ખરાબ હોય એના દીકરા ખરાબ હોય તો નવાઈ શું ? હું તો જિંદગી પુરી ઈમાનદારીથી જીવ્યો છું. જેના લીધે ઉજા ને જોવુંને મનોમન હરખ થતો. લાઈટ ન હોય એવી સ્થિતિમાં ભણતો મારો દીકરો. રાત્રે સરકારી લાઈટના નીચે બેઠો બેઠો વાંચ્યા કરતો દિવસમાં વાંધો ન હતો. આમ કોઈ દિવસ કપડાંની માગણી નહીં. જે બે જોડી મળ્યા એ પહેરી ને ચાલતા થયા. ખાવામાં કોઈ અનાકાંની નહીં.જે મળ્યું એને ઈશ્વરનો આભાર માની ને જમી લીધું અને તે પણ ભણવાની સાથે થોડીક આવક ટ્યૂશન કલાસ કરાવીને કમાવી લેતો. જેથી અમને થોડી રાહત થતી. આમ તેને પણ નાની ઉંમરેથી કામમાં જોડાઈ ગયો હતો. તેનું મન કોઈ પણ સ્થિતિમાં જરાય વિચલિત ન થતું. આવી દિકરાની કરકસર અને ભળી અમારી મહેનત વળી, તેમાં ખરેખર ઉજાસ આવ્યો. હવે જાણે સુખના દિવસ હતા. ભણવાનું પણ સારી રીતે પૂરું કર્યું અને ભગવાનની દયાથી દીકરાને કોમર્સ કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી મળી ગઈ હતી. હવે જાણે અમારું ઘડપણ અને મૌત સુધરી ગયું હોય એમ લાગતું.આ વાત વિચારીને હું અને સંધ્યા હરખાતાં કે કેવા જીવનભર સાથ રહી આ સફર ખેડી છે.

કેટલીક વાર અમારા વિસ્તારમાં રમખાણો ફાટી નીકળતા. તેમાં કોમવાદ પર લડાઈઓ, મારામારી લૂંટફાટ થતી રહેતી. હવે સારી રીતે જીવવા માટે અમે હવે આ વિસ્તાર છોડી બીજે ભાડે રહેવા જવાનું ઈચ્છતા હતા. એક દિવસ સાંજે ફરી પાછું હુલ્લડ ફાટી નીકળ્યું. તે સરકાર સામે પ્રજાએ પોતાના હક માટે બળવો કરેલો. આનો લાભ ઉઠાવવામાં રાજકારણીઓથી માંડીને દરેક સમાજના મોભીઓ અને ગુંડા તત્વોને જાણે તક મળી ગઈ હોય એમ લાગ્યું. ચારે બાજુ મારામારી, લૂંટફાટ, હડતાલ અને આગ લગાવવાના બનાવો બનવા લાગ્યા. જ્યારે બીજા દિવસે સવારે ઉજાસ બસમાં કોલેજ જવા નીકળ્યો. ત્યારે અચાનક જ લોકોનું ટોળું આવી ને સરકારી બસને રોકી લીધી. ભયના માર્યા લોકોમાં ભાગમદોડ ચાલુ થઈ ગઈ. તે તકનો લાભ લઈને સરકાર પ્રત્યે આક્રોશના લીધે બસને આગ ચાંપી દીધી. બસ માંથી અનેક લોકોને બચાવવામાં ઉજાસે પોતાનો જીવ ગુમાવી દીધો. પોતે ઈચ્છત તો સહી સલામત બચીને બસ માંથી નીકળી આવત. પણ વૃદ્ધ,મહિલાઓ અને બાળકોને બચાવવામાં પોતે આગની ઝપટમાં આવી ગયો. ચારેબાજુના વાહનો, દુકાનો ભડકે બળતા હતા. નસીબનું પાંદડું જાણે અમારી વિરુદ્ધમાં ફર્યું. આ લડાઈ માં નિર્દોષ ઉજાસનું જાણે મૌત તેને બોલાવવા આવ્યું હોય એમ બન્યું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો.

એકનો એક દીકરાના મૌતના ગમમાં હું અને સંધ્યા એકબીજાને આશ્વાસન આપતા રહ્યા પણ એનાથી મન માને ? દિલ ક્યાં સમજે છે કોઈ પરિભાષા ? એતો ફક્ત સબંધ અને વ્યક્તિની હાજરી સમજે છે. આ નિર્દય ઈશ્વરને અમે બંને કોસતા રહ્યા કે "હવે આજ દિવસ અમને જોવાનો બાકી રહી ગયેલો હતો. આખી જિંદગી જેના માટે જીવ્યા. આટલી મહેનત કરી હે ઈશ્વર બધું તું જાણે જ છે છતાં અમારા જેવા સીધા માર્ગે ચાલનાર પર આટલી બધી તારી નારાજગી." પણ એ હૈયા વરાળને શાંત પાડવી જ રહી. જે બન્યું એને સ્વીકારવું રહ્યું. 

આ ઘટનાને બને છ મહિના થઈ ગયા છે.હવે આ ઘડપણમાં ફરી દીકરાને ન્યાય અપાવવા માટે મેં વકીલ સાહેબની ઓફીસના અને કોર્ટના ચક્કર લગાવાનું શરૂ કર્યું છે. હવે કોણ જાણે કેટલા વર્ષ વીતશે ન્યાય માટે ? અમારી તો જિંદગી વીતી ગઈ અને લૂંટાઈ ગઈ. આતો અમસ્તી એક સહાનુભૂતિ માટે આ ગુનેગારોને સજા અપાવવાની દોડધામ કરી રહ્યો છું પણ આખી જિંદગીની જે અમારી મિલકત લૂંટાઈ એનો આરોપ નાખીને ફાયદો કોઈ નથી. આ જીવનભર સંઘર્ષ જ મળ્યો ગરીબી સાથે અને હવે મન સાથે. ઉજાસના જીવનનો ઉજાસ અમારા માટે તો અંધકારમાં છવાઈ ગયો. એમાં ભટકતા રહ્યા હું અને સંધ્યા. કદાચ ઈશ્વરે આવું જ ભાગ્ય અમારું ઘડ્યું હશે. બસ એજ માની ને આખરી દિવસો પસાર કરવાના હતા.


Rate this content
Log in

More gujarati story from rahul shrimali

Similar gujarati story from Abstract