rahul shrimali

Romance Others

3  

rahul shrimali

Romance Others

ડાયરી

ડાયરી

6 mins
7.7K


એક રિસોર્ટના ગાર્ડનમાં કેટલાક યુવાનો અને યુવતીઓ તાપણું જલાવી બેઠા હતા. ત્યાં ચારેબાજુ જોશભેર પવન ફૂંકાતો હતો. યુવાન પ્રેમી યુગલો એક એક શાલ ઓઢીને ઠંડીથી બચવા બેઠા હતા પણ ત્યાં એકશાલ નામ માત્ર હતી પરંતુ એકબીજાના તનની હૂંફની વધારે જરૂર જણાય રહી હતી. આવા એકાંત ભર્યા એકબીજામાં વ્યસ્ત હોય એવા માહોલમાં દિલમાં સળગતો લાવા જાણે શાયરી રૂપે બોલાયો.

 

'દિલનો એકાદ ખૂણો હજુ સળગતો છે,

પ્રેમ છે કે મારો વહેમ હજુ જીવતો છે.

ક્યાં સુધી મનાવ્યાં કરું મારા મનને,

સહારો જોઈએ છે લથડતા તનને.

દરેક દિવસના અંતે જાતેજ મરતો છે,

પ્રેમ છે કે મારો વહેમ હજુ જીવતો છે.

બેસી બાજુમાં તેની કેવી મલકાઈ છે તું,

મને લાગે છે મારા વિરહની ખાઈ છે તું.

ક્યાંક રસ્તે,બાંકડે કે બગીચે લડતો છે.

 પ્રેમ છે કે મારો વહેમ હજુ જીવતો છે.'

ચારેબાજુ "વાહ વાહ જનાબ"ક્યાં બાત હે!"મેરે દિલકી બાત કહદી આપને, "ક્યાં આપકોભી દર્દ મિલા થા?" આવું તો કોણ પૂછે ? સૌ પોતાનામાં જ વ્યસ્ત હતા. કદાચ આવું કોઈએ પૂછ્યું હોતતો મોજીલો અને હસમુખા સૌમ્યએ હસી કાઢ્યું હોત કે વળી મને શાનું દર્દ હોય ! મારા આમંત્રણને હઠના લીધે સૌમ્યએ દિલની વાતોને શબ્દોમાં વહાવી દીધી અને સૌ શબ્દોના મોજામાં પલળી તારીફ કરી કોરા થઈ ગયા પણ કોઈક હતું જે તન અને મનથી ભીંજાયું હતું. મને હવે ખાતરી થઈ ગઈ કે જે બે પૂંઠા વચ્ચેની દાસ્તાન મેં વાંચી એ એક દિલની વ્યથા હતી. જે સાવ સાચી હતી. કદાચ કુદરતને મજુંર ન હોય પણ કહેવાય છે ને કે દો દિલ રાજી તો ક્યાં કરેગા કાજી. એવી તો શું કથા છુપાયેલી બે દિલો વચ્ચે જે ફક્ત આજે મને ઈશ્વરે કાજી બનાવા અજાણતા વંચાવી દીધી. સૌમ્યની શાયરીના શબ્દો દરેકના મુખે વણાયેલા અને કેટલાક બે પૂંઠા વચ્ચે છુપાયેલા.

અચાનક આજે વિશાલનો ફોન આવ્યો કે, "હેલો, શિવમ બોલે છે."

"હા, તમે કોણ ?"

" હું વિશાલ,"

"ઓકે હંમમ.. બોલ ભાઈ," બહુ દિવસે યાદ કર્યા."

"હા ભાઈ શિવમ વ્યસ્તતા અને નૌકરીની ભાગદોડ. કોલેજ પુરી થયા પછી દર અઠવાડિયે મળીશું પણ ક્યાં આ વચન પૂરું થયું ? એમાં કેટલાય અઠવાડિયા નહિ વર્ષો વીતી ગયા. આજે કોલેજ પુરી થયાને પાંચ વર્ષ થઈ ગયા. વિશાલે મને કહ્યું કે આ અઠવાડિયે મેં ગોવાના એક રિસોર્ટમાં કોલેજના મિત્રો સાથે ફરવા જવાનું નક્કી કર્યું છે અને મેં મોહિત-મમતા,રિષભ-શૈલી,તું(શિવમ)સાથે શિવાનીભાભી અને હું(વિશાલ)મારી વાઈફ વૈશાલી જવાનું નક્કી કર્યું છે. આ નામો આજે બેવડાઈ ગયા છે કારણકે લગ્નજીવનમાં બધા જોડાઈ ગયા.આ બધા નામોની વચ્ચે મને મારા સ્કૂલ અને કોલેજ મિત્ર સૌમ્ય જેને આ ટૂરમાં આવવાનું કહેવાનું વિશાલ ભૂલી ગયેલો. તેણે મને કહ્યું કે તું સૌમ્યને કહી દેજે. આમ અમારી વાત પૂરી થઈ.

આ બધામાં હું, વિશાલ,સૌમ્ય, શૈલી, રિષભ અને મમતા કોલેજના મિત્રો હતા હવે લગ્ન સબંધ જોડ્યા હતા એટલે અમે નવ જણાને લઈ જવાની સગવડ વિશાલે કરી હતી. પાંચ વર્ષે ફરી મળવાનો, એકબીજાના જીવનને જાણવાનો,સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો હતો. શનિવારની રાત્રે અમે લકઝરીમાં બધા બેઠા પણ આમ ચાર યુગલો અને સૌમ્ય એકલો હતો. તે પરણ્યો ન હતો. મારી ક્યારેક ફોન પર વાત થાય તો હું કહેતા "કે ભાઈ સલમાનને સાથ આપવા કુંવારો છે."પરણી જા સારી છોકરી જોઈ નહિતર હું તને શોધી આપું. ત્રણ યુગલો બે ની શીટમાં બેઠા અને હું, શિવાની અને સૌમ્ય ત્રણની શીટમાં બેઠા. લકઝરી ઉપડી અને એની બારીમાંથી ધીમી હવાના ઘેનમાં સૌમ્ય સુઈ ગયો. હું અને શિવાની પ્રેમભરી વાતો કરતા હતા છેવટે શિવાની સુઈ ગઈ મને રાત્રે ભૂખ લાગી. સૌમ્ય મને ભાવતાં મસાલા ગાંઠિયા અને થેપલા બેગમાં લઈને આવેલો. તેની બેગની આગળની ચેન ખોલી એમાં નાસ્તો મને હાથ ન લાગ્યો પણ એક ડાયરી મને મળી. મને એમ કે ભાઈ સૌમ્ય શાયર છે એટલે શાયરીઓ અને કવિતાઓ લખતા હશે પણ ખોલીને જોયું તો કંઈક પાનાં ભરીને લખાણ લખેલું હતું. મને વાંચવાની ઉત્સુકતા જાગી પછી નાસ્તો ખાવાનું ભૂલી અને હું ડાયરી વાંચવા લાગ્યો. 

ક્રમશ સૌમ્ય એ પોતાની અંગત જીવનની વાત લખેલી. જેમાં એના અને શૈલીના નામનો ઉલ્લેખ કરેલો જે આ મુજબ છે. શૈલી તારી સાથે મારી મુલાકાત ધોરણ બારમાં સ્કૂલમાં થઈ હતી અને હું અવારનવાર તારી સાથે વાત કરવાની તક શોધતો હતો. કાંઈ ખબર ન પડી કે કેમ હું તારી સાથે મિત્રતા બાંધવા ઈચ્છું છું ?તને એક નઝરે જોયા કરવું. તારી સાથે થયેલી નાનકડી વાતને વગોડયા કરવું. તારું મારી સામે જોઈ હસવું. મને લાગ્યું કે કદાચ હું તને પ્રેમ કરવા લાગ્યો છું પણ કદાચ નહિ સાચે જ હું તને જ પ્રેમ કરવા લાગ્યો છું. આ મારી છુપાયેલી લાગણી મેં મારા ખાસ મિત્ર શિવમને પણ કહી ન હતી.

મેં વિચાર્યું કે બોર્ડ પરીક્ષા આપી પછી તને કહીશ. બીજી બાજુ તારી મિત્રતા ગુમાવાનો ડર લાગતો હતો પણ કહ્યા વિના તું સમજવાની તો ન હતી. તને મારા પ્રત્યે પ્રેમ હોય અને કદાચ તું મારા કહેવાની રાહ જોતી હોય એટલે તારી સાથેજ મેં અને શિવમે એજ કોલેજમાં એડમિશન લીધું. એ દરમ્યાન કોલેજમાં મમતા,વિશાલ અને રિષભ નવા મિત્રો મળ્યા. એકબીજાના અમે સારા મિત્ર બની ગયેલા. એ દરમ્યાન કોઈ તને પ્રેમ વ્યક્ત કરે એના પહેલા જ મેં એક દિવસે નક્કી કરીને ઘરેથી નીકળ્યો કે આજે પ્રેમ વ્યક્ત કરી દઉં.જ્યારે હું તને મળ્યો તો મારી તો બોલતી જ બંધ થઈ ગઈ. પ્રેમ તો થઈ ગયો પણ કહેવાની વાત આવી તો બે પગલાં પાછો ખસી ગયો. છેવટે મેં તારી નોટબુક લખવાનું બાકી છે એ બહાને લઈ એમાં જ લખીને દિલની વાત જણાવી દીધી પણ એ દરમ્યાન તું રિષભના પ્રેમમાં પડી ગયેલી. તું તારો પ્રેમ રિષભને વ્યક્ત કરવાની હતી. એ કારણે તે મને આ બહાનું કહ્યું કે હકીકત કહી "સૌમ્ય યાર તું મોડો પડ્યો કે રિષભ જલ્દી આવ્યો મારી જિંદગીમાં" તેથી હું તને મિત્ર તરીકે સ્વીકારું, પ્રેમી તરીકે નહીં. તારી ઈચ્છા વિરુદ્ધ હું વધુ કાંઈ ન કહી શક્યો. પ્રેમ જ એવી વસ્તુ છે કે હું અનેક જોડાને મળાવી દઉં પણ પોતાનો જ પ્રેમ પામવામાં થાપ ખાઈ જવાય.

ન જાણે કેટલા ટુકડા થયા મારા દિલના. શૈલી તું જ એની પાછળ જવાબદાર હતી પણ દોષ તને કે નસીબને આપી શું ફાયદો ? બસ એક તરફી તને પ્રેમ હું કરતો રહ્યો અને આજે પણ કરું જ છું. મિલન જ પ્રેમ નથી. મને ભલા કોણ રોકી છે તને ચાહવાથી ? નારાજ છું કાંઈક તારી વાતોથી. તે એકવાર પણ દિલાસો આપવા ન કહ્યું કે "સૌમ્ય હું પણ તને પ્રેમ કરું છું. તારા પ્રેમની કદર છે મને કેમકે તે મને ચાહી છે." મેં ક્યાં તને માંગી લીધી ? કદાચ આ શબ્દોના સહારે જિંદગી વીતી જાય કે તું મને ચાહે છે તો ખરી. મેં તારા અને રિષભના સબંધથી ઈર્ષા ન કરી. જે બન્યું એ સ્વીકારી લીધું. હવે દર્દની અસર પણ ઘટતી ગઈ કેમ કે એ પણ ટેવાઈ જ ગયું મારા અંદર રહેવા એને પણ લાગ્યું કે "આના દિલમાં હું ભાડુઆત નથી, પણ માલિક છું એમ દર્દ વસી ગયું". છેવટે એ દર્દને શબ્દોમાં લખવા લાગ્યો છું. બસ છેલ્લે આજ કહું છું.

સબંધ નથી પૂરો થતો તારો અને મારો,

ઈચ્છે તું તો દોડી આવજે ખુલ્લો છે કિનારો.

           - તારો સૌમ્ય

આ વાંચતા વાંચતા મારી આંખો ભીની થઈ ગઈ. તારો મિત્ર બની હું ન જાણી શક્યો તારી ભીતરની વેદના યાર સૌમ્ય અફસોસ થયો મને. એના નિવારણ કાજ મેં સાંજની મહેફિલમાં તને શાયરી બોલવા માટે આવકાર આપ્યો.

આજ સુધી ઓળંગી ન શક્યો હું મર્યાદા મારી,

દિલની વાતો પણ રજૂ કરું છું છંદ ના બંધનમાં.

તારી શાયરીથી શૈલી આજે પ્રેમભીની થઈ ગઈ પણ હવે એ તારા જેમ જ પ્રેમ ભીતર દબાવી રાખશે. રાતે સૌ સુઈ જવા રિસોર્ટની હોટલના રૂમમાં ગયા. સૌમ્યના રૂમમાં નઝર કરી તો એ ડાયરી નીકાળી ફરી કાંઈક લખવા લાગ્યો. હવે આ પ્રેમની સાક્ષી બની રહી ગયેલા એ બે પૂંઠા અને તેના વચ્ચે દિલની દાસ્તાન એટલે ડાયરી....

ફાડી(ભૂલી)શક્યો હોત હું જીવનના કેટલાક પાનાં,

છેવટે ડાયરી રૂપે વાંચતો રહ્યો જે મળ્યા ધા છાના.


Rate this content
Log in

Similar gujarati story from Romance