Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

rahul shrimali

Romance Tragedy


3  

rahul shrimali

Romance Tragedy


વિરાહી-મિલન

વિરાહી-મિલન

5 mins 7.5K 5 mins 7.5K

એકલતા ચારેબાજુથી ધેરીવળી હતી.બસ એ જ યાદો સતત સતાવ્યા કરતી હતી. ચહેરા પર નિસ્તેજતા દેખાતી હતી. આંખો ઊંડી ખાઈ જેવી અનેક વાતો છુપાવી બેઠી હતી. છેવટે વિચારોમાં જ બેડ પર સુઈ ગઈ અને ભૂખનો કોઈ વિચાર માત્ર નહિ. બસ સતત અફસોસ રહી ગયેલો કોઈ વાતનો. પણ વહાણ વહી ગયા પછી વમળમાં ફસાઈ કે ડુબી શકે કાઈ કહેવાય નહીં પણ કિનારે રાહ જોતી વિરાહી. આ જીવનભરનો વિરહ...

સાંજના 6 વાગ્યાની આસપાસ આંખ ખુલી જાણે મનનો બોજ હળવો થયો. પણ દિલ પર બોજ કાયમ રહેવાનો જ હતો. ફ્રેશ થઈને તેની સોસાયટીની બાજુમાં આવેલા બગીચામાં જઈને બાંકડે બેઠી. જેથી પ્રકૃતિ સાથે દિલની વાતો રજૂ કરી શકે અને મનને અનેરો આનંદ મળે. બાળકોની મસ્તી જોઈને ઘડીકવાર એમાં ખોવાઈ ગઈ. અનેે મનોમન તે મલકાવા લાગી. થોડીવારમાં એક યુવાન યુગલ સામેના બાંકડે આવી બેઠું. જાણે તેઓ બંને રમ્ય સાંજે પ્રકૃતિની હાજરીમાં પ્રેમાલાપ વ્યક્ત કરવા આવેલા. હાથોમાં હાથ લઈ બેઠેલા યુગલને જોઈ વિરાહી ભૂતકાળમાં સરી ગઈ.

આથી બે વર્ષ પહેલાંની વાત કોલેજમાં સખીઓ સાથે બેઠેલી ત્યારે ફાસ્ટ સ્પીડે બાઈક લઈ આવ્યો એક યુવક. જેનું નામ મિલન હતું. કોઈ હિન્દી ફિલ્મના હીરો જેવો દેખાવડો હતો. મોંઘુ શાનદાર બાઈક પર એન્ટ્રી પડતી હતી. મજબૂત બાંધો, કસાયેલું કસરતી શરીર હતું. વિરાહી પર તેની નઝર થંભી ગઈ. તેની સામે જ બાઈક ઉભું રાખ્યું. ચશ્માં ઉતારી જોવા લાગ્યો. બસ પછી વાત કરવાનો મોકો શોધવા લાગ્યો. 'કોણ છે મારા દિલમાં પહેલી નઝરે વસેલી આ રૂપની રાણી?' વિરાહીના રૂપની ચર્ચા કોલેજના ગેટથી માંડી દરેક કલાસ રૂમના ખૂણા સુધી વ્યાપેલી. કાંઈક ઉપમા ખૂટી પડે તેવી સુંદરતા જાણે ખજુરાહોના શિલ્પમાં કંડારેલી અપ્સરા આજ જીવતી-જાગતી, હરતી-ફરતી જોવા મળી હોય. કમર સુધી લાંબા તેના વાળ, ઘાટીલો દેહ જાણે સ્પર્શથી જ હાથની આંગળી તેની છાપ છોડી જાય. મિલને પહેલી વાર જ જોઈ. નહીંતર આખી કોલેજના છોકરા વિરાહી પાછળ પાગલ હતા. મિલને તેના મિત્ર રાજને આ છોકરીની માહિતી શોધવાની વાત કરી. રાજે બે દિવસ પછી કહ્યું કે આનું નામ વિરાહી છે.એમ.બી.એ.માં ફર્સ્ટ યર એ વિભાગમાં છે. મિલન અને રાજ સી વિભાગમાં હતા. રાજના છોકરીઓ સાથે કોન્ટેક્ટ હતા. એટલે તેને આ માહિતી ઝડપી મિલનને કહી દીધી. નસીબજોગે કોલેજની ઈવેન્ટમાં વિરાહી અને મિલનએ ભાગ લીધો.પછી એકબીજાના કોન્ટેક્ટમાં આવ્યા.

મિલન મુંબઇનો સ્ટાઈલિશ યુવક હતો ને અહીંયા અમદાવાદમાં અભ્યાસ માટે હોસ્ટેલમાં રહેતો હતો. પછી મોબાઈલ નંબરની આપ લે થઈ. મિત્રતા બંધાઈ ગઈ. બે યુવાન દિલ જ્યારે મિત્રતાને તાંતણે બંધાયા. પછી પ્રેમની લાગણી પરસ્પર જન્મી. બંને જણા બગીચામાં બેઠેલા ત્યારે મિલને પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધો. પણ એને હતું કે, વિરાહી મિત્રતા તોડી દેશે. એની વાણીમાં પ્રેમ હતો. પણ થોડો ગભરાહટ હતો. જ્યારે કાંઈ જવાબ ન આપ્યો વિરાહી એ, તો તે માફી માંગવા લાગ્યો કે, 'તું ઈચ્છે તો પ્રેમ સ્વીકારી શકે નહિતર કોઈ વાંધો નથી. પણ મારી મિત્ર બની રહેજે.' આ જોઈ વિરાહી મનોમન ખુશ થઈ.જે માગ્યું એ જ પીરસાઈ ગયું. એમ તેણી એ હા પાડી. હવે પરસ્પર પ્રેમની વાતો, ચિંતા, અપેક્ષા,એકબીજાનો જીવનભર સાથ આપવાની ભરપૂર ઈચ્છા. દરરોજે કોલેજમાં મળવું. છૂટ્યા પછી બગીચા બેસી પ્રેમલાપ કરવો. રાતે ફોન પર લાંબી વાતો કરવી. બંનેમાં યુવાનીની તરવરાટ, એકબીજા માટે મરવાની તૈયારી હોય એવો પ્રેમ હતો. ભવિષ્ય નું આયોજન હતું કે, અભ્યાસ પૂરો કરીને આપણે બંને પરણી જઈશું. ઘરવાળાની પરસ્પર સંમતિ લઈને. કોઈવાર તેમના વચ્ચે ઝઘડો થઈ જતો પણ તરત જ માફી માંગવાની બંને પક્ષે ઈચ્છા. જેથી સંબધ ટકાવી રાખવાની ભરપૂર તૈયારી હતી.

આ યુવાનીની ઉંમરે સમજના બીજ વડવૃક્ષ બનેલા. એકબીજાનો સાથ જાણે અહીંયા જ સ્વર્ગ હોય એવી અનુભૂતિ થતી હતી. વાતોમાં કોઈ ઉચાટ ન હતો, પવન જેવો શાંત સંવાદ. ઘડીકભેર તેમનો પ્રેમલાપ સાંભળવા જાણે વૃક્ષ, બાગના પંખી અને ફૂલો કાન ધરતા હોય એવું લાગતું. પોતાની જવાબદારીથી સભાન તો હતા. તેઓ અભ્યાસને પૂરતો ન્યાય આપતા. જિંદગી જીવવાનું કોઈ કારણ આજ મળી ગયુ હોય એવું લાગ્યું. ગમે તે પરિસ્થિતિ તેમને ચલિત ન કરી શકે. તેઓ જીવનની રીતભાતથી બધી રીતે ટેવાયેલા હતા. મહેનત કરવાની ભરપૂર ઈચ્છા સુખ દુઃખ તો મનની સ્થિતિ પર નિર્ભર હોય. આવી દુનિયાદારીની પાકી સમજ બંને મળ્યા એટલે વધુ ગહેરી બની હતી. વિરાહીની સખીઓ કહેતી કે આ બીજા રાજ્યનો છે ક્યારે જતો રહેશે તને છોડી ને એટલે આના પર ભરોસો ન કર. આમ તેની મજાક પણ ઉડાવતા કે 'પરદેશી પરદેશી જાના નહીં મુજે છોડ કે.... ' પણ તે વાતને વિરાહી હસી કાઢતી. આ બધાને કઈ રીતે સમજાવે ? એટલે દલીલો કરવી તેને નકામી જ લાગી. આમ આ સબંધ ને બે વર્ષ વીત્યા. સાથે કોલેજની છેલ્લી પરીક્ષા આપી. બંને એ પછી પોતાના ઘરવાળાને વાત કરી લગ્ન કરવાના હતા. આમ વેકેશનમાં મિલન મુંબઈ તેના ઘરે ગયો. ફોન પર તેમની વાતો થતી રહેતી. વિરાહીએ ઘરે બધી વાત કહી દીધી કે તેઓ પરણવા ઈચ્છે છે. મિલને ઘરે વાત કરેલી. આધુનિક જીવન ના સમજુ યુવાનો હતા તેથી ઘરવાળા પણ માની ગયેલા. આમ હવે નવા જીવનના સ્વપ્ન રચાતા ગયા હતા.

એક દિવસ અમદાવાદમાં રહેતો રાજ મુંબઈ મિલનને મળવા ગયો પછી મિલનના બીજા મિત્રોને રાજ ભેગા થઈ મુંબઈ દરિયા કિનારે હરવા-ફરવા ગયા. ત્યાંનું સાંજનું નયનરમ્ય દ્રશ્ય જોઈ બધાને નાહવાની ઈચ્છા થઈ. મોજ કરતા મિત્રો દરિયામાં નાહવા પડ્યા. ત્યારે મિલન પોતાની સેલ્ફી લઈ રહ્યો હતો. તે પોતાની પાછળ પ્રકૃતિને કેદ કરી રહ્યો હતો. ત્યાં અચાનક પાણીનું વિશાળ મોજું આવ્યું. તે સેલ્ફીના કેમેરામાં તે જોયુ ને પોતાનું પિક્ચર ક્લિક કરવા ગયો પણ એ મોજું તેનો કાળ બની આવ્યું હોય એમ તેને ભરખી ગયું. ત્યારે તેના મિત્રો થોડા દૂર હતા. આ ઘટના જાણે આંખના એક પલકારામાં બની ગઈ. વિલાપ કરતા મિત્રો મિલનનું શબ પણ મેળવી ન શક્યા. આ ઘટનાની જાણ વિરાહીને થઈ જ ન હતી. મિલન સાથે બપોરે વાત થયેલી કે રાજ અહીં આવ્યો છે અને અમે દરિયા કિનારે જઈએ છીએ.એથી વિશેષ કાંઈ વિરાહી જાણતી ન હતી. મિલનના પરિવારમાં યુવાન દીકરાના મોતથી સન્નાટો છવાઈ ગયો એને પરણાવા રાજી થયેલા એના માં-બાપની બધી આશા તેની સાથે જ નાશ પામી. ચાર દિવસ વીત્યા વિરાહી મિલનના ફોનની રાહ જોતી હતી અને ફોન લાગતો ન હતો. તેથી વિચાર આવ્યો કે રાજને પૂછી જોવ તે ત્યાં મુંબઈમાં જ છે. જ્યારે ફોન કર્યો તે આ ઘટના સાંભળી જાણે પૂતળું બની ગઈ. એક આઘાતમાં ફસડાઈ પડી. ફોન તેના હાથમાંથી છટકી જમીન પર પડ્યો. જાણે પ્રીતનો તાજ એક પળમાં ધ્વસ્ત થઈ ગયો અને હવે તે એકલી તે ખન્ડેરમાં રહી ગઈ. તેની સાથે જીવવા માટે તેના અને મિલનના પ્રીતની યાદો સિવાય બીજું કાંઈ હતું નહીં.

આ સમાચાર મળ્યા આજે એક મહિનો થઈ ગયેલો. જાણે ફકત એક જીવતી લાશ બની રહી ગયેલી હોય એમ દિવસ-રાત બસ એક જ વિચાર કે મારો મિલન અમારા મિલનકાજ જરૂર આવશે. આવી આંધળી ઈચ્છા જે પુરી થવાની ન હતી. રૂમમાં એકલતા ઘેરી વળેલી.. તેની વચ્ચે ન હતી હાજરી મિલનની ફક્ત હતો વિરાહીનો વિરહ...


Rate this content
Log in

More gujarati story from rahul shrimali

Similar gujarati story from Romance