અમ્રિતા
અમ્રિતા
અમ્રિતા નામની એક છોકરી હતી. એના પિતા સાવ ગરીબ હતા. રહેવા માટે સારું ઘર પણ નહોતું. પણ અમ્રિતાને ઉપરવાળાએ ખોબલે ભરીને રૂપ આપ્યું હતું. એની આંખો પાણીદાર હતી. એની આંખોમાં એવી ચુંબકીય શક્તિ હતી જોનાર એના તરફ મોહિત થઈ જાય. ગુલાબી ગાલ અને ગાલ પર સુંદર તલ હતું. કમળની પાંખડી જેવા હોઠ હતા. રેશમ જેવા વાળ હતા. પાતળી અને ઊંચી કાયા. ખુબ સુંદર હતી. સાથે સમજુ પણ ખૂબ હતી.
જોનારની દૃષ્ટિ તેના પરથી હટે નહિ એવું કાતિલ એનું રૂપ હતું. તેના માતા પિતા ખેતરમાં મજૂરી કરતા અને પોતાનું ગુજરાન ચલાવતા.
પણ સમય ક્યાં બધાનો એક સરખો રહે છે.
અમ્રિતા નદીએથી પાણી ભરીને આવતી હોય છે. અને બરાબર ત્યાંથી રાજાનો કુંવર નીકળે છે. અને એને પાણીની તરસ લાગતા. પાણી પીવા નીચે ઉતરે છે.
અમ્રિતાનું કાતિલ રૂપ જોઈ એ મોહિત થઈ જાય છે. અને અમ્રિતાની સાથે એના ઘરે આવી એના માતપિતા પાસે, અમ્રિતાના હાથની માગણી કરે છે. પણ અમ્રિતા શર્ત મૂકે છે. જો મારા માતા પિતા ને સાથે રાખો તો હું તમારી સાથે લગ્ન કરીશ.
રાજકુમાર આ શરત મંજૂર રાખે છે. અને અમ્રિતા અને એના માતા પિતા ને લઈ પોતાના રાજમહેલમાં આવે છે. અને ધામધૂમથી લગ્ન કરી. મહેલની રાણી બનાવે છે.
સમય અને ભાગ્ય ક્યારે બદલાઈ એ નક્કી નથી. કેટલા કેટલા વળાંકો જીવનમાં આવે. ધનવાન ગરીબ થઈ જાય. અને ગરીબ રાતોરાત ધનવાન બની જાય. કઈ નક્કી નથી.
અમ્રિતાના જીવનમાં પણ અચાનક આવો વળાંક આવ્યો. એ સામાન્ય ગરીબ છોકરીમાંથી રાજાની રાણી બની ગઈ અને બધાની ચાહિતી બની ગઈ.
