અલીબેન પુરાણ
અલીબેન પુરાણ
*અલીબેન,ટલીબેન એ ભાવના ભટ્ટની કોપી હસ્તક શોધ છે.-જેમ અડુકીયો દડુકીયો, મિયાં ફુસકી છે એમ.
અલીબેનને ત્યાં દીકરીનાં લગ્ન હતાં.
આસપાસ, સગાંવહાલાં અને કુટુંબીજનોએ બોલાવ્યા.
આણું પાથરવામાં આવ્યું.
અલીબેને અંગત ચોટલા પરિષદનાં માનીતા સભ્યોની મીટીંગ બોલાવી અને કહ્યું કે,
અલી ટલીબેન, સેણીબેન, ઝેણીબેન અને પેણીબેન તમે આણું પાથર્યું હોય ત્યાં ચારેકોર જાપ્તો રાખજો.
જાપ્તો રાખજો હો.
એક સાથે બધી ણી બેનો હા અલીબેન તમે ચિંતા
ના કરશો.
પેલી સસલીબેન ને તો અડવા જ નહીં દઈએ.
બિચારી સસલીબેન તો ભગવાનનું માણસ એ તો જાણતી જ નથી કે મારાં ઉપર ચોરીની શંકા કરે છે.
આખી ફોજ જાણે જાસૂસ તરીકે તૈયાર થઈ બેસી ગયાં.
બધાં આણું જોવાં આવ્યાં.
આણું જોઈ વખાણે એટલે અલીબેન ફુલાઈને ગર્વ લેવા લાગ્યા.
જેની જે યથાશક્તિ અને જેવો વ્યવહાર એવાં અલીબેનને ત્યાં આણામાં રૂપિયા મૂકીને ચ્હા, નાસ્તો કરી જવા લાગ્યા.
સસલીબેન આવ્યાં એટલે આખી ચોટલા ટીમ રેડી થઈ ગઈ.
અને સસલીબેન ને જોઈને અલીબેને ઈશારો કર્યો.
સસલીબેનનાં કાન ઊંચા થયાં પણ.
એણે મનમાં વિચાર્યું કે ઉપરવાળો જુએ છે.
આમ સસલીબેન આણું જોવા ગયાં ત્યાં બધીજ *ણીબેન* ચાર ચાર આંખોથી સસલીબેન સામે જોઈ રહી.
સસલીબેન કોઈ પણ વસ્તુને હાથ લગાવ્યા વગર જોયું અને સરસ છે બધું એમ વખાણ કર્યા અને દીકરીને આશિર્વાદ આપ્યા અને સો રૂપિયા કાઢીને આણામાં મૂકવા હાથ લંબાવ્યો ત્યાં તો પેણીબેને હાથ ધરી સો રૂપિયા સસલીબેનનાં હાથમાંથી લઈ પાથરણાંમાં મૂક્યાં.
સસલીબેન ને અજુગતું લાગ્યું.
પણ કશું કહ્યું નહીં.
ચ્હા, નાસ્તો કર્યો નહીં પણ એ બહાર એક ઓળખીતા મણીબેન સાથે વાતચીત કરતાં હતાં.
અને ચોટલા પરીષદને એમ કે સસલીબેન ઘરે ગયા સમજીને સસલીબેન વિશે ચર્ચાઓ કરવાં લાગ્યાં.
અલીબેનને ચાપલૂસી કરતાં વધામણી ખાધી.
ટલીબેન, પેણીબેન, ઝેણીબેન, સેણીબેન કહે અમે કેવો સજ્જડ પહેરો ભર્યો કે પેલી સસલી આવી હતી ચોરીનાં ઈરાદે પણ એક ચુની પણ ચોરી નાં શકી.
અલીબેન તમે છો જ હોશિયાર,
મને આપણી આ ટીમ ઉપર ગર્વ છે.
ચલો એ સસલી તો છે જ ટણીની ભરેલી નાસ્તો પણ નાં કર્યો ?
ટલીબેન કેમ ?
અલીબેન કહે ટણી હશે બીજું શું ?
આવાં ને ચરબી બહું હોય જોયું હોય નહીં અને જુવે એટલે.
મેં તો એ સસલી માટે અલગ-અલગ ડીસોમાં ( પ્લેટ ) થી વધેલો નાસ્તો લઈને એનાં માટે ભેગો કર્યો હતો પણ આવાં ચરબીના ભરેલાંને આ પણ નસીબમાં નહીં હોય એટલે.
આમ આખું ચોટલા ટોળું હા. હી. કરવાં લાગ્યું.
આ સાંભળીને સસલીબેનનાં આંખમાં આંસું આવી ગયાં એ ભગવાનનું નામ લઈને નીકળી ગઈ અને એ ચોટલા પરિષદ હોંશે હોંશે નાસ્તાની જાયફત માણી રહી.
