Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Classics Romance Tragedy


4  

Shital Gadhavi

Classics Romance Tragedy


અક્ષરનો ધબકાર

અક્ષરનો ધબકાર

2 mins 14.2K 2 mins 14.2K

"પાછી વળી વેદના અધવચથી,

અરે, આને તો હૃદય જ નથી!"

ડાયરીના પ્રથમ પાને આ બે પંક્તિ ઘણું કહી જતી હતી. મેં પાના ઉથલાવવા ચાલુ કર્યા. એક મોરપીંછ વચ્ચેથી ખર્યું. એનાં રંગ પણ ઝાંખા થઈ ગયા હતા. શબ્દને પણ સમયની ઉધઈ લાગી શકે? પણ લાગી હતી. ત્યાં ક્યાંય મારા નામનો ઉલ્લેખ સુદ્ધા નહોતો. છતાંય દરેક અક્ષર મારા માટે કંડારાયો હતો.

"પ્રેમ તો ઘણો છે. અત્યારે મારી દશા અને દિશા નક્કી નથી. એમાં હું તને ક્યાંથી અપનાવું? જો તને અપનાવું તો મારા કુટુંબની સાથે જાણતાં અજાણતાં અન્યાય કરીશ એવો ડર છે. મને ખબર છે કે તું મારા ઘરમાં દૂધમાં સાંકળ જેમ ભળી જઈશ... તો પણ!"

આટલું લખી પછી એ પાનાં પર વાદળી સ્યાહી પાણી પડવાથી ફેલાઈ હોય એવું લાગ્યું. શું એ એના અશ્રુ હતા? હવે ના સંવાદ એણે પોતાની પ્રેયસી (એટલે કે હું) બોલતી હોય તેમ લખ્યા હોય એમ વર્ણવ્યા હતા.

"મેં મારો હક તારી પર ક્યારે જતાવ્યો નથી. રાધા પણ કૃષ્ણની પ્રેયસી થઈને રહી. મીરા તો જોગણ થઈ ગઈ. તું કહે તો... મીરા માફક ભેખ લઉં. બસ, તારાથી દૂર ન કર. તારી પરિસ્થિતિ જાણું છું. હું પણ નથી ઇચ્છતી કે તને નિર્ણય લેવામાં મારા કારણે તકલીફ પડે. મારો પ્રેમ તું છે અને રહેશે."

"ભવિષ્યમાં આપણે મળીશું કે નહીં એ ખબર નથી. તને નહીં પામવાનો અફસોસ હંમેશા રહેશે. શાળા જીવનથી તને જ ચાહતો આવ્યો છું. એની કદાચ તને ખબર નહીં હોય. તારી દરેક હરકત પર મારી નજર રહેતી. એમ કરતાં આજે આપણે ઉંમરના એ પડાવ પર પહોંચ્યા કે લગ્નનો સમય આવી ગયો. તારા ઘરમાંથી લગ્ન કરવા દબાણ થતું હશે. તું કરી લે જે."

"એ શક્ય નથી. મારા માટેનો તારો પ્રેમ જાણ્યા પછી હું બીજા કોઈ સાથે ઘર નહીં માંડી શકું. એમ વહેંચાઈને જીવવું નહીં ફાવે."

ઉપરના સંવાદો એણે મારા અહેસાસને લઈ લખ્યા હતા કે પછી વેદનાની ચીસોથી ઘૂંટયા હતા.

***

આજે આ વાતને ત્રણ દાયકા વીતી ગયા. હું પચાસે પહોંચી. અચાનક મારા ઘરનો ડોરબેલ વાગ્યો.

"આંટી... હું શ્રી...ની દીકરી. મારા પપ્પા મરણ પથારીએ છે. એમણે તમારા માટે આ ડાયરી મોકલી છે." બે લાંબા ચોટલા સાથે નાજુક "બ્લેક બ્યુટી" મારી સામે ઉભી હતી. આંખો બિલકુલ એજ... વર્ષો જૂના સંવાદો એમાંથી સંભળાતા હતા. મેં એને અંદર આવવા કહ્યું.

"આવ બેટા... ઓળખાણ ના પડી... તને મારું સરનામું કોણે આપ્યું?" 

"મારા પપ્પા શ્રી... મેં હમણાં જ કહ્યું... ભૂલી ગયા.. એમણે તો તમારી આખી વાત સંભળાવી."

પહેલીવાર જ્યારે એણે નામનો ઉલ્લેખ કર્યો ત્યારે મારું ધ્યાન નહોતું. પણ હવે એ નામ સાંભળીને હું રીતસરની ચોંકી ગઈ. એના હાથમાંથી ડાયરી લઈ એની સામે જ વાંચવા બેસી ગઈ. દરેક અક્ષરમાં વર્ષો જૂનો સ્પર્શ મારામાં ઉતરવા લાગ્યો.


Rate this content
Log in

More gujarati story from Shital Gadhavi

Similar gujarati story from Classics