Shital Gadhavi

Inspirational Romance

2.5  

Shital Gadhavi

Inspirational Romance

યાદ

યાદ

3 mins
1.7K


યાદ


"હજી નજીક આવ્યો.. બીજું કયાં કંઈ કર્યું? એટલામાં જ દૂર જવાની વાત? એ વાત સમજ્યા કે શરમ સ્ત્રીનું આભૂષણ છે. આજે આપણાં મિલનની પ્રથમ રાત. એમાં કોઈપણ ઘરેણું વિઘ્નરૂપ ન હોવું જોઈએ." બોલીને પલકે પિયુને બે હાથ વચ્ચે મજબૂત પકડી. અને ચાંદની ચાંદમાં વિલીન થઈ ગઈ.

રવિ કિરણોની સવારી લઈને આવી પહોંચ્યો. પૃથ્વી પર ઝાકળે થોડાક સમય માટે પોતાનું આધિપત્ય દર્શાવ્યું. ભવિષ્યના સપના લઈને સૂતાં નવતર દપંતીના ઓરડે ટકોરા પડ્યા.

"ભાઈ.. ઉઠો.. ભાભી.. મમ્મી બોલાવે છે."

પિયુ પોતાની જાતને અવેરતી બેબાકળી થતી સીધી બારણે જઈ ઉભી.

"હા.. બાને કહો હું તૈયાર થઈ આવું છું."

બેગ ખોલી આણામાં આવેલ નવા નક્કોર વસ્ત્રો લઈને બાથરૂમ તરફ ચાલી.

"ક્યાં જાય છે? હું હજી પણ તરસ્યો છું." બોલતા પલકે એને આલિંગનમાં લઈને જમીન પરથી ઉઠાવી લીધી.

"થોડોક શરમા.. પલક.. બા બોલાવે છે. ફરી મારી નણંદ બોલાવે એ પહેલા મને તૈયાર થઈ બહાર પહોંચી જવા દે. આ એક જ રાત થોડી હતી? આવી અનેક રાત રંગીન અને રાતરાણી માફક મહેકાવવાની બાકી છે. ધીરજના ફળ મીઠાં." એ દોડતી બાથરૂમમાં ચાલી ગઈ.

"આવ.. બા.. ભાભી આવી ગયા. તું પણ આવી જા."

પિયુએ સવારનું કામ પતાવ્યું. એક નવી વહુ તરીકે જે પણ વિધિ હોય તે પતાવી બપોરના સમયે આરામ કરવા રૂમમાં આવી.

"સજના હૈ મુજે સજના કે લીએ."ની રિંગ ટોન એના મોબાઈલમાં વાગી.

"ઓ..પિયુ.. હું વિચારું છું કે હનીમૂન કરવા તો ન ગયા પણ ઓફીસ છોડી આપણાં રૂમમાં જ રહું. અને એ પછી.."

"સાવ ઘેલો.. ગાંડો થઈ જઈશ. કામમાં ધ્યાન આપ. જો એમાં ભૂલ થશે તો પણ તું મને જ દોષી કરાર આપીશ. ફોન મૂકો સાહેબ.. આ નાચીજ પૂનમ બનીને રાતની રાહ જોતી આપને મળશે. બસ.. પ્રોમિસ."

બેગમાંથી એ પોતાનો સામાન કાઢીને પલકના વોર્ડરોબમાં ગોઠવતી હતી. એના હાથે પોતાની જ એક ડાયરી લાગી. 

"આ ક્યારે મેં સામાન ભેગી મૂકી! કોઈકના હાથમાં આવી તો હું મરી જઈશ." રઘવાટમાં સંતાડવા જતી હતી. ત્યાં જ એની નણંદ આવી.

"ભાભી, આ ચા.. ડાયરી.. મારી પાસે પણ છે. જેમાં હું રોજનીશી લખું. તમેય લખતા હતા."

હવે પિયુ વધુ ડરી. બોલતા પણ થોથવાઈ.

"ના.. કંઈ ખાસ નથી. એ તો એમજ.. પ્રવાસ ગઈ હતી ત્યાંનું વર્ણન."

"તો.. મારે વાંચવું છે."

પિયુ પર સંકટ આવ્યું. એણે એ ડાયરી ધ્રુજારી સાથે આપવા જતા એમાંથી મૂંઝાઈને પીળી થઈ ગયેલ ફૂલોની પાંદડીઓ ખરી. ત્યાં જ બહારથી બાની બૂમ પડતા એની નણંદ ડાયરી મૂકીને જતી રહી.

"હાશ.. બચી. આનો કોઈ કાયમી નિકાલ શોધવો પડશે. હાલ પૂરતું એને મારા કપડામાં સંતાડી દઉં."

એ પોતાની જાતને ડાયરી વાંચવા રોકી ન શકી.

એમાં નોંધેલ આંકડાને પોતાના મોબાઈલથી રણકાવ્યા.

"હેલ્લો.. કોણ..?"

સામેથી એજ નસાયુક્ત અવાજ પિયુને સંભળાયો. એનું હૃદય એક થડાકર ચૂકી ગયું.

"પિયુ.." એ બસ એટલું જ બોલી શકી. સામેથી ફોન કપાઈ ગયો હતો. એની પાછળ લગોલગ પલક આવી ઉભો હતો. તેણી ભૂતકાળ ફેંદવામાં, વર્તમાન પર પ્રથમ પ્રહાર કરી ચૂકી.

"આટલી કોની યાદમાં ખોવાઈ કે મારા આગમનની સુગંધ પણ તને સ્પર્શી નહિ!"

પિયુએ પોતાની મોહક અદાઓથી વાત ટાળી.

"એક જૂની બહેનપણીને ફોન કર્યો પણ રોન્ગ નંબર લાગ્યો. છોડ.. તું બેસ હું નાસ્તા પાણી લઈ આવું."

એ ડાયરી પોતાની સાડીના પાલવમાં સિફત પૂર્વક લઈને રૂમની બહાર નીકળી. ફોન ત્યાં જ છોડી ગઈ.

પલકે એના છેલ્લા જોડેલા નંબર પર ફોન જોડ્યો. સામેથી કોઈ પુરુષનો અવાજ આવ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational