Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shital Gadhavi

Inspirational Others


0  

Shital Gadhavi

Inspirational Others


સ્ટ્રાઈકર

સ્ટ્રાઈકર

3 mins 439 3 mins 439

"મન હોય તો માળવે જવાય. સમજી ગગી ?"

સાચું કહું હું કશું સમજી નહોતી. મને લાગતું કે દાદી કોઈ શહેરમાં જવાની વાત કરે છે. કદાચ એમને હવે ઉંમરના કારણે એક ઠેકાણે બેસવું નહોતું ગમતું એમ આ શહેરથી પણ કંટાળ્યા હશે.

"દાદી.. આ લો છીંકણી સૂંઘવાનો ટાઈમ થઈ ગયો."

મારા માતા-પિતા પરદેશ હતા. ત્યાનું વાતાવરણ મારા શરીરને માફક ન આવતા તેઓ મને મારી દાદી પાસે ભારત પાછા મૂકી ગયા હતા. ત્યારથી દાદી જ મારું સર્વસ્વ હતા.

"લાવ ગગી લાવ.. એતો મારી દવા છે. એને શ્વાસમાં ભરુ ત્યારે મારા શ્વાસ ચાલે. એય આઠ કલાક જ હો."

"રસોયણ આવશે. જમવામાં આજે શું બનાવવું છે ? ફરમાવો."

"મારા માટે થોડીક થુલી. તારાં માટે તને ગમતું બનાવડાવ."

આ મારો અને દાદીનો રોજનો ઉપક્રમ રહેતો. મમ્મી પપ્પા વર્ષમાં બે વાર આવતા. દાદીનું બોડી ચેકઅપ કરાવતા.

"આ તો બધું ઉંમર વધે એમ થવાનું. બાકી માજી હજી લાંબી રેસનો ઘોડો છે." એ સાંભળીને મને હાશ થતી.

"મોમ... તમે ક્યારે રિટર્ન થાવ છો ? આઇ નિડ મની સુન."

"એટલી તો શું ઉતાવળ ? આવતા અઠવાડિયે આવીએ જ છીએ. અને તને જોઈતા રૂપિયા આપીને આવ્યા હતા. છતાંય..!"

"ધીસ ઇઝ નોટ યોર પ્રોબ્લેમ. આઇ વોન્ટ મોર મની. ઓલી સાલી મનહુસ, માય સ્ટેપ સિસ સ્મૃતિ માટે મારે સહન કરવાનું ? નો.. એકવાર હું ઇન્ડિયા આવીને એ બંનેયને ક્યાંય પહોંચાડી દઈશ."

વાત કરતા ક્યારે ફોનનું સ્પીકર ઓન થઈ ગયું. એનું ભાન મમ્મીને ન રહ્યું. સોરી મારી ઓરમાન મમ્મી. જેની મને હાલ ખબર પડી. હું મારા પપ્પાની પ્રથમ પત્નીનું સંતાન હતી. હું દોડીને દાદી પાસે ગઈ.

"દાદી.. સત્ય શું છે ? તમને મારા સમ."

"શેનું સત્ય ગગી ? અચાનક શું થયું?"

"હવે વાત સંતાડીને કઈ ફાયદો નથી. એ જાણી ગઈ છે કે હું એની સગી મમ્મી નથી." મારાં મમ્મી દાદીના રૂમમાં આવીને બોલ્યા.

"પણ હું છું ને દીકરી. હું જ તારી મા અને દાદી બંનેય." કહેતા દાદીએ મને એમની પાસે ખેંચીને ગળે વળગાડી.

"ભાઈ, ઘરમાં આટલું ભારેખમ વાતાવરણ કેમ છે ? મને કોઈ પાણી તો પીવડાવો." મારા પપ્પા આ ઘટનાથી અજાણ, બહારથી આવ્યા.

"પપ્પા.. મેં તમને તો આવા નહોતા ધાર્યા. ચલો મમ્મી નવી હતી. પપ્પા તો જૂના જ ને !" પપ્પા નીચે જોઈ ગયા.

"બેટા માફ કરી દે. પણ હાલત કૈક અલગ હતા. આ તારી નવી મમ્મી ખરાબ નથી. તનેય એટલો જ પ્રેમ કરે છે જેટલો એના દીકરાને."

"હા.. એ બધું તો મેં સાંભળી લીધું." મારાથી પપ્પાની સામે બોલાઈ ગયું.

"તું જે સજા આપે એ અમને મંજૂર." એ બંને મારી અને દાદી તરફ જોઈ રહ્યા.

"અમે બંનેય તમારી સાથે ફોરેન આવશું."

"મંજૂર.."

ઘડીભરમાં ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. હું ખુશ થઈને મારી ખાસ બહેનપણીના ઘરે મારા પરદેશ જવાના સમાચાર આપવા ગઈ.

"રિમા.. ક્યાં ગઈ ? મારી સારી વાત સાંભળવા જ હાજર ન હોય."

"આવી મારી મા.. કપડાં બદલું છું. તુંય અંદર આવી જા. જોઈ લે."

"હું કઈ તારા જેવી બેશરમ નથી."

બોલીને હું એના ઘરમાં વચ્ચે જ પડેલું કેરમ રમવા લાગી. હું ચારે તરફથી એકલી જ દાવ લઈ રહી હતી.

"આ શું કરે છે ?" રિમાએ આવીને પૂછ્યું.

"ગેમ રમું છું."

"બધીય તરફથી તું જ રમે છે. એ ગેમ થોડી કહેવાય !"

"હા.. કારણ હું હારીને થાકી. હવે મને મારા સિવાય કોઈ હરાવી નહીં શકે." કહેતા મેં કેરમનું સ્ટાઈકર મારી તરફ લઈ કિંગ અને કવર બંનેય સાથે લીધા.

"કઈ સમજાય એવું બોલ. અચાનક તને શું થયું ? એ પરદેશ જવાની વાત ક્યાંથી આવી ?"

મેં માંડીને એને વાત કરી. એ આખી વાત સાંભળીને રડવા લાગી.

"ત્યાંના વાતાવરણથી તને થતી તકલીફ બહાનું હતું ! લોકો આવા સ્વાર્થી કેમ હોય ?"

"હવે તો હું બધું જાણીને અને મારો હક લઈને પાછી ફરીશ. દાદીની પેલી કહેવત..'મન હોય તો માળવે જવાય' એ મને સમજાઈ ગઈ."

"હિંમતે મર્દા તો મદદે ખુદા." બોલીને મારી બહેનપણીએ પણ સૂર પુરાવી મને વિદાય આપી.


Rate this content
Log in

More gujarati story from Shital Gadhavi

Similar gujarati story from Inspirational