STORYMIRROR

Sarthak parekh sp

Abstract Inspirational

4  

Sarthak parekh sp

Abstract Inspirational

અજ્ઞાતની ખોજમાં

અજ્ઞાતની ખોજમાં

1 min
213

નીકળ્યો હતો અજ્ઞાતની ખોજમાં,

કાન્હાને જાણીને એના રંગમાં રંગાયો,


નીકળ્યો હતો અજ્ઞાતની ખોજમાં,

આ પ્રકૃતિના સાંનિધ્યમાં ખુદને મળ્યો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

તત્વજ્ઞાન ગીતાનું મેળવીને જ્ઞાનીમાં ગણાયો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

ઝાકળનાં અદ્રશ્ય ટીપામાં ખુદ ભીંજાયો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

ગગનચુંબતી પાંખોને જોઈ પંખી બનાયો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

પ્રેમનું વર્ણન કરવામાં ખુદમાં પ્રેમીને જીવાડ્યો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

ખુદને મળીને જોને અજ્ઞાનને જાણ્યો,


નીકળ્યો હતો અજ્ઞાતની શોધમાં,

જ્ઞાનનાં મેળવણમાં જોને ખુદને ઓગાળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract