Sarthak Sp

Romance

3  

Sarthak Sp

Romance

અધૂરી વાર્તા

અધૂરી વાર્તા

4 mins
194


પ્રેમ કે આંસુ ?

ગડગડાટ. આહા.

લ્યા બહાર આવ.

જો તો વાતાવરણ તો જો આજે બહુ જ મસ્ત છે. આજે તો ચોક્કસ વરસાદ પડશે.

ના લ્યા નહીં આવે. ખબર નહીં તને આ રોજ આમ જ કરે છે. આવે તો નહીં પણ અત્તર છાંટે એમ બધા ઉપર છાંટીને જતો રહે છે. તેનો મિત્ર બોલ્યો.

ના ના આજે મારું દિલ કહે છે કે આજે પહેલો વરસાદ આવશે,

આજે આ માટીની સુગંધ કહે છે કે વરસાદ આવશે,

તને નથી દેખાતું બાઈક પર બેઠેલુ પેલું કપલ જાય છે એ લોકોના ચહેરા પરથી અને એમના હાવભાવ પરથી એવુંં લાગે છે કે જાણે તે અને તેમનો પ્રેમ વરસાદને આવવા માટે મજબૂર કરતા હોય,

પેલા કાકા પોતાના ધાબે પતરા પર વાછરોટ ના આવે એના કારણે પ્લાસ્ટિક ઢાંકે છે એના પરથી તને નથી લાગતું કે આજે વરસાદ આવશે,

જો જે આજે મોરના પીંછા પણ તેની કળાને મ્હાલશે. આજે વરસાદ આવશે.

શ્યામે તેના કવિઅંદાજમાં જવાબ વાળ્યો.

બસ બસ હો તું બવ રોમેન્ટિક ના થા.

બધું આવશે પણ તારી રાધિકા તો નહીં જ આવશે. (મજાક માં)

"જો હું તો ચાલ્યો ધાબે તારે આવું હોય તો ચાલ.

આવા વરસાદમાં કદાચ વીજળી આવવાનું ચૂકી જાય પણ રાધિકા ના ચૂકે.."

શ્યામ તેટલું બોલતા બોલતા પગથિયાં ચઢવા લાગ્યો.

"હે. હે. એ પણ તારી એક વીજળી જ છે ને."

તેનો મિત્ર હસતા હસતા બોલ્યો.

શ્યામ ધાબા પર જાય છે અને બસ એકલો એકલો વાતો કરે છે.

જાણે કે તે રાધિકાની યાદોમાં ગરકાવ થઈ ગયો હોય.

ચાલને.

આવને.

મારી પાસે ના આવ મારી સામે તો આવ.

દર વખતની જેમ બહાના ના કાઢીશ કે શરદી અને ઉધરસ થઈ જશે.

જેમ પહેલા પ્રેમની કોઇ આડઅસર નથી હોતી તેમ પહેલા વરસાદની પણ આડઅસર નથી હોતી.

પ્રેમ બહુ બધું કહી જાય,

અને વરસાદ માં બસ યાદ રહી જાય છે.

ચલ ને આવને.

તારા વગર મારો પહેલો વરસાદ અધૂરો છે.

મારાં જીવનમાં આવવાનું તો તું ના કહી ગઈ.

પણ પહેલા વરસાદમાં તો ના ના કહે.

એટલામાં જ પાછળથી અવાજ આવે છે.

"હું ના આવી શકી તારી જીવનમાં જરૂર કંઈક મજબૂરી હશે. તને પ્રેમ કરવાની મારી નહીં માત્ર મારાં દિલની ઈચ્છા હશે.

દિલમાં આજે પણ તું છે અને હમેશા રહેશે. "

મને તારા પર પૂરો વિશ્વાસ હતો કે પહેલો વરસાદ હોય અને તું ના આવે એવું કયારેય બને જ ના.

પણ આજે પણ હું તને એજ સવાલ કરીશ જે દર વખતે કરું છું અને આજે તો મારે જવાબ જોઈએ જ.

શ્યામ એ રાધિકાના આવતાની સાથે જ એક ફરિયાદ કરી.

જાણે કેમ વર્ષોથી ફરિયાદ અને પ્રશ્નોની એક યાદી લઈને બેઠો હોય.

" કેમ બીજા કોઈ સમયે ના મળતા અને માત્ર પહેલા વરસાદ માં જ મને મળવાનું.

કારણ તો મને કહે. કેમ પ્રેમ માં આવી અધૂરાઈ ?

પ્રેમ માં આવી મજબૂરી હોય રાધે ?"

શ્યામ બોલ્યો..

"તને માત્ર પહેલા વરસાદમાં મળવાનું મારું કયારેય કોઇ કારણ રહ્યું જ નથી." રાધિકાએ ઉત્તર વાળ્યો.

"તો મને સમજાવ કે કેમ આપણે જીવનમાં ના મળી શક્યા અને માત્ર બસ વરસાદમાં જ મળીયે છીએ.

મે મારાં પ્રેમનો ઈઝહાર તને મેળવવા માટે કર્યો હતો.

પહેલા વરસાદ માટે નહિ."

શ્યામ એ ફરી પ્રશ્ન વાળ્યો.

તને કદાચ યાદ હશે જયારે તે મને ઈઝહાર કર્યો ત્યારે પણ એ સમયનો વરસાદ જ હતો અને એ સમયે તારો ઈઝહાર મે ઠુકરાવ્યો હતો અને એ દિવસનાં તારા આંસુ આ વરસાદના ટીપાનાં કારણે ખબર નહી કઈ દિશામાં વહેવા લાગ્યા અને એ વહેલા આંસુને હું ના તો તારા ચહેરા પર શોધી શકી કે ના તો હું તારી આંખોમાં જોઈ શકી.

અને કદાચ એટલે જ તારો પ્રેમ અને તારી લાગણી સમજી ના શકી.

બસ આ એક જ કારણ છે કે હું તને રડતો અને આંસુ સાથે હવે કયારેય જોઈ શકીશ નહી અને માત્ર એ જ કારણે હું તને વરસાદમાં મળવા આવુંં છું. જેથી તારી આંખમાંથી કદાચ આજે આંસુ પણ વહે તો એને હું નહીં સહન કરી શકું અને માટે જ હું વરસાદમાં જ તને મળું છું.

રાધિકાએ એક અનોખો ઉત્તર વાળ્યો.

"આવુંં પ્રેમમાં હોય રાધિકા ?

સમજ્યો. કે તું એ કારણે વરસાદમાં મળવા આવે છે.

પણ માત્ર પહેલા વરસાદમાં જ એનું શું ?

કેમ તું મને ચોમાસામાં તો મળી શકે ને ?"

શ્યામે ફરી જવાબનો પ્રશ્ન વાળ્યો.

રાધિકા હસતા હસતા બોલી,

"તે જ તો હમણાં કીધું પહેલા પ્રેમની અને પહેલા વરસાદની કોઈ આડઅસર નથી હોતી બસ એટલે જ."

રાધિકા એ ટૂંકમાં સાચો કે ખોટો ખબર નહીં પણ ઉત્તર વાળ્યો.

આ સાંભળીને શ્યામે પણ પોતાની ફરિયાદ યાદી બાજુમાં સમેટી અને જીવનભર તેના દિલમાં રહેલી યાદ ને વરસાદની સાથે સાથે નિહાળવા લાગ્યો.

આટલુ કહીને રાધિકા અને શ્યામ થોડી વાર વરસાદમાં પલળતા રહ્યાં અને બસ એકબીજાને જોતા જ રહ્યાં.

હવે આ લવસ્ટોરીમાં પ્રેમ જીત્યો કે આંસુ ?

એતો શ્યામ અને રાધિકા જ જાણે પણ આ પહેલો વરસાદ આજે પણ પ્રેમને મળાવે તો છે જ.

દુઆ છે કે આ વર્ષે એટલો બધો વરસાદ પડે કે છત્રીમાં આવવાના બહાને અધૂરા બે દિલ પણ પ્રેમથી મળે.


Rate this content
Log in

Similar gujarati story from Romance