Sarthak parekh sp

Romance Tragedy

3  

Sarthak parekh sp

Romance Tragedy

રાધા ઘેલો કાન - 2

રાધા ઘેલો કાન - 2

4 mins
294


..અને તેના કાકા કિશનને કહે છે, જો આજે ગુરુવાર છે.. આપણે સાંઈ મંદિર જવાનું છે.. તો ફટાફટ તૈયાર થઈ જા.

કિશન નાહી ધોઈ તૈયાર થઈને નીચે આવી જાય છે. અને કાકા-કાકી સાથે મંદિર જવા નીકળે છે. પણ કહેવાય છે ને કે જો બે દિલ મળવાનાં જ હોય તો ધૈયઁને પણ પોતાના લક્ષણ ભૂલવા પડે છે. અને તે જ રીતે રાધિકાને પણ દર ગુરુવારે સાંઈ મંદિર જવાની ટેવ હતી. પણ તે આજે એને એક્ઝામ હોવાથી રોજનાં સમય કરતા વહેલા નીકળી જાય છે.. પણ કિશનને તો સાંઈદર્શન કરતાં વધારે તો સવારનાં રૂપદર્શન કરવામાં જ ધ્યાન હતુંં.

મંદિર પહોંચે છે અને જેવો ગાડીનો દરવાજો ખોલે છે. અને સામે જ મંદિરનાં પગથિયા પરથી જલ્દીમાં ઊતરતી એ સવારની પરીને દેખે છે.. એ જ અદા તેનાં વાળમાંથી કાઢેલી લટ તેનાં ગાલને ચૂમતી હોય.. ગુલાબે પોતાનો રંગ તેના પાસેથી ઉછીનો લીધો હોય તેવા તો એના ગાલ.

અને તેની નજર જાણે ખોવાયેલી-ખોવાયેલી અને કંઈક શોધતી હોય તેમ આમતેમ જોતી હતી..

અને ચિંતામાં જણાતી હતી.

ત્યાં જ કિશનનાં કાકા રાધિકાને બૂમ પાડે છે.

એક સોસાયટીમાં રહેતાં હોવાથી તેનાં કાકા-કાકી રાધિકાને સારી રીતે ઓળખતા હતા. અને તેમની વચ્ચે સંબંધ પણ સારા હતા.. તે ઓફિસે અને કોલેજ જવા માટે અવાર નવાર એકબીજાની ગાડી વાપરતાં હતાં.. રાધિકાને ઊતાવળમાં જોઈને કાકાએ ફરી બૂમ પાડતાં ક્હયું.

કાકા : રાધિકા , કેમ ઊતાવળમાં છે..?

(આટલું સાંભળી કિશન તો ખુશ થઈ ગ્યો.. એક તો નામ જાણવા મળ્યુ અને કાકા-કાકી તેને ઓળખે છે. એ પણ જાણવા મળ્યું.)

રાધિકા : અરે , કાકા આજે મારે એક્ઝામ છે. ઓલરેડી હુંં લેટ છે.. અને આજે ગાડી પણ પાપા લઈ ગયા છે.

( રાધિકાનો અવાજ સાંભળીને કિશન તો એટલી ભીડમાં જાણે કોઈ અલગ દુનિયામાં જ ખોવાઈ ગ્યો.)

કિશન : મનમાં ( આને અવાજ આપતી વખતે ચોક્કસ ભગવાને સાઉન્ડ સેટિંગ કર્યું હશે.. આપણને જ ફૂલ બાઝ માં ઠપકાર્યા છે. )

કાકા : તો કંઈ વાંધો નહીં, હુંં મંદિરમાં દર્શન કરીને થોડી જ વારમાં આવું છુ.. હું તને કોલેજ Drop કરી દઈશ.

રાધિકા : પણ એક્સટર્નલ એક્ઝામ હોવાથી મારી કોલેજમાં સેન્ટર નથી.. અને આ કોલેજ તમારી ઓફિસથી અપોઝિટ સાઈડ પર છે, કાંઈ વાંધો નહીં.. હુંં જતી રહીશ.

કાકા : ઓકે ઓકે પણ તને લેટ થઈ ગયું છે.

એક કામ કર, હુંં અને કાકી દર્શન કરી લઈએ..

એટલી વારમાં કિશનને જોઈને કાકા બોલ્યા,

'આ મારો ભત્રીજો છે. કાલે જ ગામથી આવ્યો છે. વાંધો નહીં તે તને ડ્રોપ કરી આવશે.'

( કિશન તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો.. અને ખુશ પણ, પહેલા તો એમ કે હુંં આની સાથે જઈશ ? હુંં શું વાત કરીશ ? બધાં બહું વિચાર આવ્યાં.. તે છતાં બોલ્યો.. )

કિશન : હા વાંધો નહીં !. હુંં ડ્રોપ કરી આવીશ. કઈ કોલેજ છે ?

રાધિકા : અરે કાકા.. કંઈ વાંધો નહીં.. હુંં જતી રહીશ..

કિશન : નો પ્રોબ્લેમ. આઈ લ ડ્રોપ. ( થોડુ ઈંગ્લિશ બોલ્યો પાછો.. ભાર પડે ને.. ) કે 'વાય તો છેલછબીલો જ કે.

રાધિકા : ઓહ ઓકે... થેન્ક્સ. (અને કિશન અને રાધિકાની નજર એક થાય છે.)

કિશન : મનમાં (હવે આંખથી આંખ પરોવાઈ જ છે.. તો ચલ ને દિલમાં પણ આંટો મારતાં આવીએ. .)

કિશન રાધિકાને મૂકવા માટે કોલેજ જાય છે.. અંકલ પાસેથી ગાડીની ચાવી લે છે.. અને સ્ટાર્ટ કરતા બોલે છે.

કિશન : હાઈ , વેલકમ મનમાં (બ્યુટીગર્લ )

રાધિકા : થેન્ક યુ. !

કિશન : ઑલ્વેઝ વેલકમ. મનમાં ( તારા માટે તો આ કાંઈ જ નથી ગાંડી )

રાધિકા : અંકલ પણ ખરા છે.. મે કીધું હતું.. હું જતી રહીશ.. શું કામ ખોટી તકલીફ લેતાં હશે.

કિશન : અરે અરે. નો પ્રોબ્લેમ. એમાં શું તકલીફ ? - મનમાં ( એ બહાને હું પણ થોડી વાતો કરી લઈશ. )

રાધિકા : હમ્મ્મ.

કિશન : ઈફ યુ ડોન્ટ માઈન્ડ. એક વાત કવ.

રાધિકા : હા સ્યોર.

કિશન : જેવું નામ છે.. તેવું જ તમારુ રૂપ છે.

રાધિકા : હું તને જોઈને જ ઓળખી ગઈ હતી કે તું પણ કદાચ બીજા Boys જેવો જ હોઈશ.

છોકરી જોઈ નથી કે ફ્લરટિંગ ચાલુ. (હલકા ગુસ્સા માં )

કિશન : ઓ મેમ , હું બીજા છોકરાઓ જેવો નથી ઓકે. સો ડોન્ટ કમપેર માય નેચર વિથ અધર બોયઝ. ( થોડા કડક શબ્દો માં )

( એમ તો કિશન કોઈનુ સાંભળે એવો થોડો હતો. )

રાધિકા :(મોં બગાડતા) મતલબ ??

કિશન : મે એવું કીધૂ કે ખાલી તમારુ રૂપ રાધા જેવું છે.

( મને આ લોકો ના આ સંવાદ પર એક શાયરી યાદ આવે છે.

ના રાખ્યા કરો. આટલુ અભિમાન પોતાના રૂપ પર.

ના રાખ્યા કરો. આટલુ અભિમાન પોતાના રૂપ પર.

અને રાખો તો ભલે રાખો. પણ દિલ પણ એટલુ ચોખ્ખુ રાખ્યા કરો.

પોતાના પ્રેમ પર.

લાખો થયા બરબાદ.

ખોટા રૂપ માં ભેળવાઈને.

પણ તમે તો આબાદ થાવ. સાચો પ્રેમ કરીને તેમની નજરમાં..

સોરી ટુ ડિસ્ટર્બ પણ આ કેવું પડે એવું હતું.

હવે ખબર નહીં કિશન રાધિકાને કઈ રીતે ઈમ્પ્રેસ કરશે ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance