Sarthak Sp

Drama

2  

Sarthak Sp

Drama

એક રોઝ ડે આવો પણ

એક રોઝ ડે આવો પણ

3 mins
145


રોજની જેમ તો નહીં પણ આજે રોઝ ડે હતો.. એટલે ખાસ દિવસ ગણીને રાધિકા કિશન માટે સિટીના સર્કલ પાસેથી એક ગરીબ દેખાતા કાકા પાસેથી એ વિચારીને જ ગુલાબ ખરીદે છે કે એ બહાને એ કાકાને મારા તરફથી કોઈ મદદ થાય આ રીતે રાધિકા એની પોતાની વિચારસરણીને હંમેશની જેમ દ્રઢ રાખતી રાધિકા આજે પણ રોઝ ડેના દિવસે રોઝ ડેનું માધ્યમ બનાવીને પણ મદદ કરવાનું ચૂકતી નથી અને ચૂકે પણ કેમ ?

આ દિવસો શુંં એક કહેવાતા કપલ માટે જ ખાસ હોય છે..શું આ દિવસો થકી બીજાના ચહેરા પર સ્મિત ના આવું જોઈએ અને એ પણ એમના ચહેરા પર કે જે હમેશા પૈસાથી ગરીબ હોય છે પણ મહેનત, સાહસ કે દિલથી કયારેય ગરીબ નથી હોતા.

રાધિકા તે ગુલાબ લઈને દર વખતના રોઝડે ની જેમ આજના રોઝ ડે પર કિશનને મળવા માટે એમની મનપસન્દ જગ્યાએ આવે છે.

કિશન રાધિકાને જોતાંની સાથે જ એક સ્મિત રેલાવે છે .. જે સ્મિત ના તો રોઝ ડે કારણે હતું કે ના તો એટલા માટે કે રાધિકા તેના માટે ગુલાબ લાવી હતી પણ એ સ્મિત એના માટે હતું કે તે દૂરથી રાધિકાને જોઈ રહ્યો હતો જયારે તે આ ગુલાબ ખરીદતી હતી.

શું થયું કિશન કેમ આવી રીતે જોવે છે મને ? 

તો લે જોવું ના અને એક્ચ્યુઅલી હું જોતો નથી. હું ફીલ કરું છું..

ઓહ્હ આજે રોઝ ડે છે એટલે જ ને ?રાધિકાએ જવાબ વાળ્યો ..

" ના રે.. "

" તો? "

" હું પ્રાઉડ ફીલ કરતો હતો તને જોઈને.. "

ઓહ્હ. .કેમ એવું તો શું કર્યું મેં ? 

"તે જે કર્યું એ મેં જોયું .."

હમ્મ.. 

આજે ખરેખર મારો રોઝ ડે ઉજવાઈ ગયો..મને ખબર છે તારા કે મારા સ્વભાવમાં નથી આ રીતે એકબીજા માટે ગુલાબ લાવવા પણ તું એ અંકલના કારણે ગુલાબ લઈને આવી એ હું જાણું છું .. 

"હા હો.. તારી પાસેથી જ શીખી છું. ."

"હે..હે.."

અને હા મારુ રોઝ ક્યાં છે ? લાવો ચલો..

તારા હાથમાં છે એ મારુ જ રોઝ છે..

મતલબ ?

આજે રોઝ ડેના દિવસે વિચાર્યું કે ગુલાબનો દિવસ કંઈક અલગ રીતે ઉજવું એટલે મેં આ કાકા માટે બવ બધા ગુલાબ ખરીદ્યા અને એ જ્યાં વેચવા બેસે છે ત્યાં મૂકી દીધા જેનાથી તેમને થોડી મદદ થાય.  

એટલે ઇનડાયરેકટલી આ ગુલાબ મારુ જ થયું ને ..

અને તને ખબર છે આજના દિવસે ગુલાબ આજના કહેવાતા પ્રેમીઓને શું કહેવા માંગે છે ? તને શું હક છે ? એના હાથમાં મને આપવાનો..

જે તને કયારેય એનો હાથ તારા હાથમાં આપવાની જ નથી..

તને શું હક છે ? મને મારાં છોડથી દૂર કરવાનો..એના માટે.. જે તારા માટે એનો અહમ પણ દૂર કરી ના શકે..

તને શુંં હક છે ? મારી પાંખડી એક-એક કરીને એના ગાલ પર ફેરવવાનો.. જો એને તારા દિલની પાંખડી કેરી ધડકનની પણ ના પડી હોય..

તને શુંં હક છે ? મારાં ગુલાબી રંગને તેના રંગ સાથે સરખાવવાનો.. જેના દિલનો રંગ દરેક રોઝ ડે પર બદલાતો હોય..

માન્યું કે હું ગુલાબ છું.. પણ તને શુંં હક છે? કે તારા લાગણી વગરના ઈઝહાર માટે.. મારાં નિર્દોષ રૂપને આશરો બનાવીને છલ કરવાનો..

તને કોઇ જ હક નથી.. કારણ કે તારો પ્રેમ એક નથી.


Rate this content
Log in

Similar gujarati story from Drama