STORYMIRROR

Sarthak parekh sp

Drama Romance

3  

Sarthak parekh sp

Drama Romance

રાધા ઘેલો કાન - 1

રાધા ઘેલો કાન - 1

3 mins
186

હાથોમાં હાથ અને વાતોમાં એકબીજાની અદાઓનુંં રાજ. એમ કિશન અને રાધિકા લૉન પર લટાર મારતા હતા.

એમના કાનમાં ક્યાંક ઠંડા ઠંડા પવનનો તો ક્યાંક એકબીજાનું નામ લેતી ધડકનનો અવાજ હતો. બહું ખુશ અને દુનિયાથી બેખબર.જાણે ભગવાને બંનેને એકબીજા માટે જ મોકલ્યા હોય.રોજ આવી રીતે 20 મિનિટ એકબીજા સાથે ગાળતા.

અરેરે. તેમના ખોવાયેલા પ્રેમનાં વર્ણનમાં હું એમનો પરિચય આપવાનું જ ભૂલી ગયો.

કિશન નાના ગામનો એવો સીધો અને સાદો છોકરો. સીધો એવો કે સારા સાથે સારો. અને ખરાબ સાથે એનાથી પણ ખરાબ. પણ થોડો શાયર મિજાજનો પણ હતો. એ દરેક વાતને બે વધારે શબ્દો આપીને જ રજૂ કરતો. જેથી કોઈ પણ ને તે આકષીઁ લેતો હતો.

શાયરી અને કવિતા લખવી એનો શોખ જ નહીં પણ પોતાના દિલમાં રહી ગયેલી અધૂરી લાગણી પણ હતી. પણ તે બધૂ તે હસતા મોઢે સ્વીકારી લેવાવાળો આવો એવો રંગીલો આપણો કિશન.

અને રાધિકા જે મોટા ઘરની. અમીર, ફોરવર્ડ અને પ્રેક્ટિકલ છોકરી હતી. તે મેચ્યુઅર માઈન્ડથી વિચારવાવાળી અને કિશન જે દિલનાં ધબકારે રંગાઈને જીવવાવાળો.

માણસ ગમે તે હોય પણ પ્રેમ તો પ્રેમ છે. પૂછી ને થોડી થાય !

એતો બસ એકબીજાની આંખોમાં ખોવાઈ ને જ ખબર નહીં કયારે થઈ જાય. એને લાખ અશરફી સાથે પણ તોલી શકાતો નથી.

વાત બહું લાંબી છે. હું તમને જણાવું.

એમના પ્રેમની શરુઆત જયારે કિશન તેના કાકા ના ઘરે રહેવા ગયો ત્યારે તે સવારની પહોરમાં ઊંઘમાંથી ઊઠીને ગેલેરીમાં આવીને ઊભો રહે છે.

અને સામેનાં જ દરવાજે રાધિકા પોતાના છેક ઘુંટણ સૂધી આવતા વાળને પાણીનાં બંધનથી છૂટા કરતી હોય છે. અને તેણીયે કાઢેલી લટનો પણ તેના ગાલ પર કુદરતી વટ હતો. અને મુખ તો એવુ એનું બહું બધા સ્મિત અને આંખોમાં દરેક સ્મિતને આવકાર આપતુ તેનું કુદરતી રહસ્ય.

ભગવાને તેને બનાવા માટે સમય પણ કદાચ ચોઘડીયા જોઈને કાઢ્યો હશે.

અને આવો ચહેરો જોઈને કિશન માત્ર એના હોશ નહીં તે પોતાની જાતને પણ ભૂલી ગયો હતો.

બસ એ વખતે એના મોંમાંથી માત્ર થોડા શબ્દો જ નીકળ્યા. કે

" હું આવતા પવનની લહેરમાં લહેરાવ છું.

કે કોઈ વાવાઝોડુ છે. જે મને એની તરફ ખેંચી જાય છે. "

કિશન થોડા શબ્દો બોલીને બસ રાધિકાને જોતો જ રહે છે.

પણ રાધિકા તેની ધૂનમાં જ હોય છે.

જેથી તેની તીખી નજર કિશન પર પડતી નથી અને અંદરથી કોઈનો બોલાવવાનો અવાજ આવતાં જ રાધિકા ઘરમાં જાય છે.

અને અહીંયા આપણો કિશન તો જાણે ગાંડો થઈ ગયો હોય એમ બસ ખબર નહીં થોડી વાર તો તેના ચહેરાનો રંગ ઊડી જાય છે. અને તેના મોંમાંથી આવતા શબ્દો પણ જાણે રાધિકાનાં દીદારની પ્રશંશા જ શોધતાં રહે છે.

કિશનને ખબર જ ના રહી કે શું થયુ ?

તે તો એમ વિચારીને જ સ્તબ્ધ થઈ ગ્યો કે આજ સુધી સાંભળ્યુ હતું.

' પહેલી નજરનો પ્રેમ હોય છે. ' અને આજે કદાચ મારી સાથે પણ એજ થયુ છે. એ તો બસ ગાંડોઘેલો થઈ આમતેમ ડાફોળિયાં મારતો જાય છે. અને ગીતો ગુનગુનાવતો જાય છે.

" તુ ઈતની ખૂબસૂરત હે. ફિદા દીદાર પે તેરે "

ના બ્રશ કરવાનુંં ભાન, ના ન્હાવાનુંં ભાન.બસ તે તો એ રૂપરંગ જોઈને જ જાણે ધરાઈ ગ્યો હતો. 15 મિનિટમાં તો 10 વખત પાછો ગેલેરીમાં આવ્યો કે કદાચ ફરી દેખાય જાય. થોડી વારમાં કાચમાં જોવે તો થોડી વારમાં પલંગ પર ઊંઘે.

હરખઘેલો એ કિશન ' રાધા ઘેલો કાન ' થઈ ગયો.

તેને થયું કે, એનું નામ શું હશે ?

જો આનું રૂપ રૂપસુંદરી જેવું છે.

તો નામ તો સોનાથી મઢાયેલું હશે. અને તે વિચારમાં ને વિચારમાં નીચેના રૂમમાં આવે છે.

ત્યાં તેના કાકા-કાકી બ્રૅકફાસ્ટ કરતાં હોય છે. અને તેના કાકા કિશનને બોલાવે છે.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Drama