STORYMIRROR

Nimu N Chauhan

Abstract Inspirational

3  

Nimu N Chauhan

Abstract Inspirational

અદ્રશ્ય તત્વ

અદ્રશ્ય તત્વ

4 mins
186


અજાણ્યા આઈ ડીમાંથી અચાનક અજાણ્યો માણસ પૂછે છે, "દોસ્ત બનશો કે દુશ્મન "

કંઈક અલગ અંદાજ વારા મિત્રોની વાર્તાલાપની સફર ખેડવા લાગી, અજાણ્યામાંથી એકબીજાની થોડી ઓળખાણ થતાં રુબરુ મુલાકાત લીધી.

એ મુલાકાત કંઈ સામાન્ય જ હતી કે ઈશનું ગતકડું ક્યાં કોઈને સમજ પડી.

બંને એકબીજાને મળ્યા છુટાં પડ્યાં, રોજ વાતોનો સિલસિલો વધ્યો, થોડા દિવસમાં પહેલી વાર ગુજરાતી ચલચિત્ર જોવા ગયાં બંને જે છોકરી એ પોતાની ૨૫ વર્ષની ઉંમરે ક્યારેય સિનેમાનું પગથિયું નથી જોયું એ આ છોકરા સાથે નવા વર્ષની શરૂઆતે ૧/૧/૨૦૨૩ના રોજ શહેરના જાણીતા થિએટરમાં ઓમ મંગલમ્ સિગલમ ફિલ્મ જોવા ગઈ, એક અનોખી ખુશી છોકરીની જિંદગીનું આ એક નાનકડું સપનું જે વર્ષોથી ક્યાંક અકબંધ હતું.

એ આ છોકરા સાથે જીવી, ફિલ્મ પુરુ થયું સિનેમાની સીડીઓ પર એ છોકરા બિલકુલ ફિલ્મી હિરોની જેમ છોકરીનો હાથ પકડી તેની સામે બેસી છોકરીને પ્રપોઝ કરી. એક પળ માટે છોકરીને લાગ્યું કે દુનિયા થંભી ગઈ છે કે એ ઊંઘમાં છે ? ખુદ પર કે એ ક્ષણ પર ભરોસો ના થયો પણ એ પળ જીવાડવા પણ ક્યાંક ઈશની ઈચ્છા હતી. એ છોકરાનું ત્યારે પહેલી વખત કંઈ અલગ તત્વ છોકરીને હૃદયે સ્પર્શી ગયું.

આમ જ એક નવી સફરની શરુઆત થઈ બંને એક રાહે ચાલવા લાગ્યા ઘણું અલગ હતું બંનેમાં બંનેની રહેણીકરણી જીવવાની ઢબ સામાજિક અને આર્થિક સ્તર બંનેના અલગ હતાં અને આ બધું બંને સારી રીતે જાણતા અને સમજતા હતા છતાં બંને એક રાહે ચાલવા સહમત હતાં. આમને આમ એક બીજા સાથેનો સમય પસાર થઈ રહ્યો હતો.

સાથે ફરવા જવું

બાર જમવા જવું,

એકબીજાના સપના જાણવા, વિચારો જાણવા એકબીજાની સાથેનો સમય કેમેરા કેદ કરતાં કરતાં આંખના પલકારામાં આખું એક વરસ એકબીજાને સાથે જીવ્યા.

આ એક વરસમાં બંને એ એકબીજા માટે ઘણું કર્યું એકબીજાને હૃદયથી આત્માથી સમજતા થયા, જે ક્યારેય કોઈ સાથે ના જીવ્યા હોય એ ક્ષણો જીવ્યાં.

કોઈ માટે આટલી ઉંમરે ખોટું ના બોલ્યા હોય ઘરે ચોરી છુપીથી ફરવા ના ગયા હોય એ બધું બંને એ એકબીજા માટે કર્યું. અઢળક પ્રેમ નામે સંપત્તિ બંને એ સંગ્રહી એક બીજાના હૃદય ખજાનામાં.

એકબીજાના સાથ વગર હવે તો બંનેની જાણે દુનિયા અધુરી લાગવા લાગે . એકબીજાની વાતચીત વીના જાણે સ્વર વિહિન જગ ભાસે

છે.

પણ... પણ... પણ..

 અમુક સમય પરીક્ષાનો પણ આવે જ છે ને.

એ ઈશ એમનેમ તો કંઈ ના જ આપે ને. બંને ના સંબંધની એકમેકના વિશ્વાસની પરખતો એ પણ કરશે જ ને.

એવી ક્ષણો પણ બંનેએ સાથે રહીને પાસ કરી છે. એક બીજા પરના ભરોસાએ જ બંનેને આજ સુધી બાંધીને રાખ્યા છે, સમય ના વહેણમાં થોડો બદલાવતો આવવાનો જ.

હવે પરિસ્થિતિ એવી સર્જાય કે છોકરો પેલા જેટલો સમય આપતો એનાથી થોડો ઓછો સમય આપવા લાગ્યો પણ હા જેટલો સમય મળે એ આ છોકરીને જ આપે છે, એ વાત છોકરીને પણ ખબર જ છે પણ છોકરીને નાનાંમાં નાની વાત આ છોકરાને કહેવી હોય છોકરીને દરેક પળ પોતાની સાથે વીતાવે એજ ખંજના હોય કેમકે છોકરીએ ક્યારેય કોઈ અન્ય મિત્રો કે સખી બનાવ્યા જ નહીં.

સમય જરુર એક વરસનો પસાર થઈ ગયો પણ બંન્નેનો પ્રેમ લાગણી આજે પણ થિએટરની પહેલી મુલાકાત જેવા છલોછલ જ છે.

આટલી સફરમાં ઘણી વખત ઝઘડ્યા છે, છોકરી બોલવાની થોડી વધારે પણ એ મામલે છોકરો બહુ સહનશીલ સમજદાર .

છોકરી હૃદયની સાફ

છોકરો દિલથી ઈમાનદાર,

બંને એકબીજા માટે કંઈ પણ કરી શકે એટલા સત્યને એકબીજાને માન આપીને જીવે, હા આજકાલ છોકરો થોડો વ્યસ્ત ચાલે એટલે છોકરીના ગુસ્સાનો પારો ચડે પણ અંદર ખાને છોકરી પણ સમજે તો છે કે છોકરો જે કંઈ પણ મહેનત કરે છે એ છોકરી માટે જ કરે છે.

ને સામે પક્ષે છોકરી ગુસ્સો કરે મનમાં આવે તેમ બોલી નાખે પણ એ છોકરીનો પ્રેમ જ હોય છે જે સમય ના અભાવના પ્રભાવે થાય છે. હા બંન્ને ગમે તેટલા ઝગડે વાત વાતમાં એકબીજાને ગમે તે કહે પણ અંતે બધું બાજુ પણ રહી જાય તેને ફરી બંનેની એ સ્નેહ ઉલ્ફતની વાર્તાલાપમાં પ્રેમ ઝરણું ખડખડ વહેવા લાગે ત્યારે બંને ના હૃદયમાં કોઈક કંઈક અદ્રશ્ય તત્વ છે જે એકબીજાને સજોડે રહેવા બંધી રાખે છે એ ઈશનો કંઈ ઈશારો કે સથવારો છે જ કે એકબીજાને અલગ નહીં થવા દે.

હાલ તો બંનેના સંબંધનું કોઈ જ નામ નથી પણ બંને એ ઈશ અને ખુદ પર એટલો ભરોસો છે જ કે ખુબ જ જલ્દી આ સંબંધને સાત જન્મોના સાથનું નામ જરુર મળશે.

આ વર્ષમા એકબીજાનો સંગાથ એ ઈશ તરફની મળેલ અમૂલ્ય ભેટ જ છે અને આવનારા અનેકો વર્ષ બંને પર ઈશના આર્શીવાદ રહે અને સંગાથે સ્નેહ સફર ખેડવા અઢળક પ્રેમ સંપત્તિ ફળશે જ એ અતુટ વિશ્વાસ છે જ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract