કિનારો
કિનારો


ઢળતી સાંજે સૂરજનો લાલાશભર્યો શીતળ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. મસ્તીમાં ઉછળતા દરિયાનાં મોજા જાણે રેતી સાથે ગેલ કરી રહ્યા હતાં. એ દરિયા કિનારાની ભીની રેતીમાં નિશા આજે પણ મનનનો અહેસાસ સેવતી હતી.
એક વર્ષ પહેલા જ્યાં મનન અને નિશાની પ્રથમ મુકાલાત થઈ હતી. આજ દરિયા કિનારો બંન્નેનાં પવિત્ર પ્રેમનો સાક્ષી બન્યો રહ્યો હતો. આજ દરિયા કિનારે મનને નિશાના હાથોમાં હાથ લઈ કહેલું ' તું મારી રાહ જોઈશ ને? હું આ ઉછળતા મોજાની જેમ જ તુરંત પાછો આવી જાઈશ. બસ નોકરી મળી જાય એટલે આ રેતીને દરિયાનો જેમ સાથ અતૂટ છેને એમ આપણો પણ સાથ અતૂટ છે આ વળતા મોજા જેમ રેતીની ભીનાશ સૂકાયા પહેલા ફરી ભીંજવી દે છે ને એમ જ તને મારી યાદ આવ્યા પેલા હું જ આવી જઈશ'.
આંખોમાં જાણો એ હવે દરિયાના મોજા જ વસી ચૂક્યા હોય એમ નિશા રોજ દરિયા કિનારે મનને આ ઉછળતા મોજામાં આભાસી નિહાળતી રહેતી.