પરીવર્તન
પરીવર્તન


સૂર્યાસ્તના સમયે માધવ બાકડા પર બેઠો બેઠો ડુબતા સુરજને નિહાળતો બોલ્યો:
મીરા,
આ સાંજનો ઓઝલ પ્રકાશ, મંદ મંદ સ્પર્શતી ઠંડી હવા, મુરઝાયાની અણી પર આવેલા આ પૂષ્પો,
બીલકુલ તારા ને મારા જેવા જ છે નહી ! રોજ એજ પરીસ્થિતિમાં ઉદય થાયને આથમે, અનેક આશાઓ સંગ્રહી આ બધું નવીનતમ પરીવર્તન સાથે નવા દિવસે આવતુ હશે, બસ મારી જેમ જ સપનાની ગાસડીઓ બાંઘી એકાંતમાં આવ બબડતા આથમી જતા હશેને નહી,
મીરા, બોલને મીરા,
મીરાની યાદોમાં કેદ માધવ આજે પણ મીરાના અહેસાસને અહી જીવવા રોજ આવતો જ્યાં મીરા એ માધવને આખરી શ્વાસ સુધી સાથે જીવવાના વચન આપ્યાતા,
મીરા માધવને એક કુમળુ ફુલ સોપી જીવન સફરથી અચાનક રુકસ્ત થઈ ગઈ હતી. માધવની યાદીમાં હ્રદયમાં મીરા આજ પણ શ્વાસ લે છે જ્યાં કોઈ પરીવર્તનનો પવન અસર કર્યો જ નથી