Nimu Chauhan saanj

Drama Tragedy Others

3  

Nimu Chauhan saanj

Drama Tragedy Others

લાગણીનો માળો

લાગણીનો માળો

2 mins
218


સપ્તપર્ણીનુ ઊંચું ઝાડ તેની નીચે આસ પાસ નાના નાના ફૂલોના છોડ ગલગોટાના ફૂલ, ચીની ગુલાબ, બારમાસી અલગ રંગોના ફૂલોને જોવા સૂરજનો થોડો તડકો આંગણામાં વેરાય કે પાંચ વર્ષની ચીકુ દોડીને એ ફૂલો પાસે જતી રહે,

કલાક જેવુ રોજ ત્યાં ફૂલોને નજીકથી જીણવટથી નીરખે બધા ફૂલોના રંગો, આકાર, પાન, પેલા સપ્તપર્ણી‌ના એ મોટા ઝાડને પણ દેખાય નહી છતા ઊંચું જોયને પાને પાને નીરખેને શાંતિ થી બેસી રહે.

 જ્યા સુધી ચીકુની મા એને ઘરમાં આવવાના કહે ત્યાં સુધી બેસે, રોજની જેમ ચીકુની મમ્મીએ સાદ કર્યો " ચીકુ બેટા મોડુ થાય છે ચાલ હવે "

ચીકુ દોડીને ઘરમા જતી રહી ચીકુને સ્કૂલે જવા તૈયાર કરીને ચીકુની મમ્મી અને ચીકુ રોજની જેમ એક્ટિંવા પર મમ્મી પાછળ ચીપકીને બેસી ગઈ, અને બંનેની સવારી રસ્તા પર નિકળી પડી રોજ અવનવાં સવાલો કરતી ચીકુ આજે પણ વાતો કરવા લાગી અને પૂછવા લાગી.

મમ્મી ઘરને માળો કહેવાય ?

હા, બેટા‌‌.

તો હે મમ્મી માળામા ચકી સાથે એના મમ્મી પાપા પણ રહે ને ?

હા બેટા કેમ શું થયુ ?

મમ્મી કાલ ટીચર કહેતા હતા કે ઘર એક માળો છે.

હા બેટા સાચુ કહેતા હતા ટીચર.

તો હે મમ્મી આપણું ઘરેય માળો છે ને ?

હા બેટા.

તો હે મમ્મી આપણા માળા મા તું ને હું જ કેમ રહી " પાપા કેમ નથી રહેતા".. ?

નાની બાળકી ના આ સવાલનો જવાબ કેમ સમજાવો એ પાંચ મિનિટ વિચારમાં પડી ગઈ,

ત્યાં સામે રોડની બાજુ પર એક બગીચો હતો, ત્યાં એક્ટિંવા ઊભી રાખી, ચીકુને લઈ બગીચામાં ગઈ નાના બાળકો સાથે ત્યા લોકોની અવર જવર ચાલુ હતી.

ચીકુને તેડીને મમ્મી બગીચામાં પારીજાતનુ બહુ ઊંચું નહી એવું ઝાડ હતું ત્યાં લઈ ગઈ,

જો બેટા ચીકુ પેલી ડાળે માળો દેખાય છે ?

"હા મમ્મી"

એમા શું દેખાય છે ? મમ્મીએ પૂછ્યું, ચકી નાના બચ્ચાને ચાંચ મા ખિલાવે છે મમ્મી, ચીકુ બોલી અને ખુશીથી જોવા લાગી અને તાળીઓ પાડવા લાગી !

બેટા ચકી અને એની મમ્મી માળામાં કેવા લાગે છે ખુશ લાગે છે ને,

હા મમ્મી

પણ એનાય પાપા નથી મારા પાપાની જેમ ?

એ ક્યા છે હે મમ્મી ?

બેટા આ આકાશ છેને‌ ઉપર ત્યા ઊંચેથી આ ચકીના પાપા એની ચકીને ખાતી જોવે છે, રમતી જોવે કેમકે એને આ માળાનું ધ્યાન રાખવુ પડેને કે માળાને કોઈ નુકશાન ના પહોચાડે એટલે એ આકાશમાં દૂર રહીને ધ્યાન રાખે છે.

બસ એમ જ

"મારી ચીકુ ના પાપા પણ આકાશમાં રહે છે"

એ પણ એની ચીકુ અને મમ્મીના લાગણીભર્યા નાનકડા માળાનું દૂરથી ધ્યાન રાખે છે એટલે એ આપણી સાથે નથી રહેતા બેટા.

ચીકુના બાળને સમજાવતો સવાલનો જવાબ મમ્મીએ શોધી આપ્યો, અને વાતો કરતા કરતા ચીકી અને મમ્મી બગીચામાં ફરીને પોતાની મંઝિલ તરફ નીકળી પડ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama