કેસ
કેસ
ધોળા દિવસના અજવાળે કાળી અમાસનું અંધારું છવાયું હતું. ખૂદની જાતને કેદ કરી બંધ બારણે ચોધાર આંસુડે રડી રહી હતી. આખરે વાંક કોનો ગણવો ? દોષનો ટોપલો ઢોળવો ક્યાં ? લાગણીએ બંન્ને જોડાયા ઘણો એવો સુખ દુઃખનો સમય સાથે પસાર કર્યો. વાત આવી જીવનભર સાથ નિભાની તો અચાનક સાવ છેડો ફાડી નાખ્યો। એક અજાણ્યા પુરૂષની માફક વર્તવા લાગ્યો, કેવો માણસ ગણવો એને નિર્દયી, પથ્થર દિલ, લાગણીનો હત્યારો ?
અરે આવા પુરુષોને જ્યારે સંબંધ નિભાવો ના હોય તો કોઈ સ્ત્રીની લાગણી સાથે રમત કેમ રમે છે આખરે શું મળે ? કર્મોનો હિસાબ તો એને પણ દેવો જ પડશેને આખરે. પણ પણ જેના સપનાની હત્યા થઈ જેની લાગણીનો શ્વાસ રુંધાયો. જેની દુનિયા લુંટાઈ. એ લુટારુને, એના ગુનેગારને કોણ સજા આપશે ? ક્યાં કેસ થશે આનો.
આખરે વાંક કોનો ?
