અધૂરું મિલન ~વરસાદે લખી હતી એક કથા,
અધૂરું મિલન ~વરસાદે લખી હતી એક કથા,
અધૂરું મિલન ~વરસાદે લખી હતી એક કથા,
બસસ્ટોપે ઊભી હતી યાદોની છાયા.
એ મળ્યા હતા,
પણ મળવું પૂરું નહોતું—
જેમ શબ્દો વચ્ચે રહેલી મૌનતા.
એની આંખે કહેલી વાત,
એના હાસ્યમાં અટવાયેલી ક્ષણ,
અને એ શીંગવાળાની સાક્ષી—
જ્યાં પ્રેમે પોતાનું નામ ગુમાવ્યું.
અંતે,
એ ગઈ…
પણ એ રહી…
યાદ બનીને,
રોજ વરસાદમાં ભીંજાતી રહી.

