STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

અધૂરો પ્રેમ 8

અધૂરો પ્રેમ 8

4 mins
361

આપણે આગળ જોયું કે સિદ્ધાર્થ કમલેશથી તારાને બચાવીને એના ઘરે સલામતીપૂર્વક ઉતારી દે છે. કંઈક આવેગમાં અને કંઈક ચિંતામાં અત્યાર સુધી બાંધી રાખેલો ધીરજનો બાંધ તૂટી પડે છે. સિદ્ધાર્થ તારા સમક્ષ પોતાની મન ની વાત કરી દે છે, એ તારા ની પ્રતિક્રિયા જાણે એ પહેલા તારાનું ઘર આવી જતા, એ ઉતરી જાય છે. 

હવે આગળ.........................

તારા ઘરે પહોંચે છે. ડોર લોક હોય છે. પોતાની પાસે રહેલી ચાવીથી દરવાજો ખોલીને એ અંદર પ્રવેશે છે. આમ તો હંમેશા તારા જ પહેલા ઘરે પહોંચતી. પણ આજે એ મોડી હતી એટલે એણે ધાર્યું હતું કે નિહાર આવી ગયો હશે. અંદર પ્રવેશતાની સાથે જ એ બેડરૂમમાં જાય છે અને બેડ પર પોતાનું પર્સ ફેંકે છે. બેડ પર ઊંધી પડી ને એ પર્સ માંથી મોબાઇલ કાઢે છે. છેલ્લા દોઢ બે કલાક માં જે થયું એમાં એને પોતાનો મોબાઇલ તો ચેક જ કર્યો ન હતો. એ નિહારનો મેસેજ જૂએ છે. નિહાર પણ મોડે સુધી કામ કરવાનો છે, એવો નિહાર નો મેસેજ વાંચ્યા પછી એ " ઓકે, બટ આઈ એમ એટ હોમ " નો વળતો જવાબ આપે છે.

એ દસ એક મિનિટ સુધી એમ જ પડી રહે છે. છેલ્લા બે એક કલાકમાં બની ગયેલી ઘટનાઓ, એક પછી એક એની નજર સામેથી પસાર થઇ જાય છે. તારા સાથે આજે બે ઘટના ઘટી હતી એક ઘટના જેણે એના અસ્તિત્વ ને હચમચાવી દીધી હતી. સ્ત્રી પોતાની અસ્મિતા પર હુમલો ના સહન કરી શકે, ના એને ભૂલી શકે. એ જયારે પણ કમલેશ ને જોશે ત્યારે એણે કરેલ અપરાધ એને યાદ આવ્યા વગર નહિ રહે. ફાસ્ટ ફોર્વડ વિડિઓ ની જેમ, કમલેશનું એને રોકાવાનું કહેવું, એનું ગંદી નજરે જોવું અને પોતાની પર તરાપ મારવું એની નજર સામે આવી જાય છે. એ આંચકા સાથે પલંગમાંથી ઊભી થઇ જાય છે,જાણે હમણાં કમલેશ નો હાથ એના શરીર પર પહોંચી જશે. એ આંખો જોરથી બંધ કરી દે છે, જાણે સચ્ચાઈ બદલી નાખવા માંગતી હોય.

આંખો બંધ કરતા જ એની સામે સિદ્ધાર્થ આવી જાય છે. એના મજબૂત પુરુષી ખભામાં પોતે અનુભવેલી સલામતી, એને અત્યારે પણ રાહત આપે છે. સિદ્ધાર્થ ની પરિસ્થિતિ સામે લડી લેવાની મક્કમતા અને તારા માટે અખૂટ લાગણી, જાણે એને કહી રહ્યા છે કે “હું છું ને તારા માટે, હંમેશા".

 આ બીજી ઘટના તારા ને એક સુખદ પડાવ લાગી. જે પ્રેમ એણે હંમેશા ઝંખ્યો હતો, એ આજે આવી રીતે એની સામે આવ્યો. તારા જેવી સ્માર્ટ, ઇન્ટેલીજન્ટ અને પુરુષ સમોવડી સ્ત્રી ને ઈમ્પ્રેસ કરનાર સિદ્ધાર્થ માં કંઈક વિશેષ તો હતું જ.

જે રીતે એણે તારા સાથે વાત કરી અને તારા ને સંભાળી એ એટલું બધું વિશેષ અને સહજ હતું કે તારા એ પળની હૂંફ કાયમ યાદ રાખશે ! ડસ્કી લુક ધરાવતો સિદ્ધાર્થ ૫"૧૦ ઈંચ ઊંચો હતો. સપ્રમાણ શરીર અને ભાવવાહી આંખો એ એની ઓળખ હતી. પણ સૌથી વિશેષ હતો એનો બારિટોન અવાજ. એ ઘેરા પુરુષી અવાજ માં તારા એ સાંભળેલું વાક્ય કે " હું તને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છું. " તારા ના કાન માં એ અવાજ ગુંજી રહ્યો ! 

“ એનું મારી આંખોમાં ડૂબવું, મને એનામાં ઓગાળી ગયું ! “ બસ આજ સ્થિત તારા ના મનની છે. તારા એ આની પહેલા ક્યારેય આટલું સ્પેશ્યલ અને સુંદર અનુભવ્યું ન હતું.

તારા નક્કી કરી લે છે કે એ સોમવારે સિદ્ધાર્થ ને કહેશે કે " એ પણ એને એટલોજ પ્રેમ કરે છે. એ પણ સિદ્ધાર્થ વગર એટલી જ અધૂરી છે. આમ નક્કી કરી એ ફ્રેશ થવા માટે જાય છે. એ ફ્રેશ થઇ ને આવે છે. નિહાર નો રિપ્લાય આવ્યો હોય છે કે એને આવતા મોડું થશે એટલે તારા એની ડિનર માટે રાહ ન જુવે. તારા મેડ એ બનાવી ને રાખેલું ડિનર કરી ને સૂઈ જાય છે.

સિદ્ધાર્થ ઘરે પહોંચતા જ મીરા એને મોડું થવાનું કારણ પૂછે છે. સિદ્ધાર્થ સ્ટાફ બસમાં ઓફિસ ગયો હતો અને એટલે બસ ના સમયે સિદ્ધાર્થ ઘરે ના પહોંચતા મીરા ને ચિંતા થઇ હતી !

સિદ્ધાર્થ, મીરા ને કહે છે કે એક અગત્ય નું કામ આવી પડતા એને થોડું મોડું થયું. સિદ્ધાર્થ ફ્રેશ થવા માટે જાય છે. એના મન અને મગજ માં ફક્ત તારા હોય છે. એનું ચાલે તો આજે જ કમલેશ નું અસ્તિત્વ મિટાવી દે પણ એ નક્કી કરે છે કે આને કુનેહ પૂર્વક ડીલ કરશે અને હવે ઓફિસમાં તો તારા ને આવી પરિસ્થિતિમાં નહિ જ પડવા દે. તારા નું એના આલિંગનમાં આવવું અને પોતાના પર અખૂટ વિશ્વાસ મૂકવો એ એક આહલાદક અનુભવ બની રહે છે. તારા જાણે એની સામે આવી ને ઊભી રહી જાય છે. તારા માં રહેલી ખુમારી એનો આત્મવિશ્વાસ એને બાકી બધી છોકરીઓથી જુદી પાડતો. એના લાંબા વેવી વાળ, તામ્રવર્ણી ત્વચા, ૫"૫ ઈંચ ની ઊંચાઈવાળી કમનીય કાઠી, તેજ બુદ્ધિ ક્ષમતા અને ખુશમિજજ સ્વભાવ એને ટોળાથી અલગ કરતો. ભલભલા પુરુષ ને જેમાં ખોવાઈ જવાનું મન થાય એવી મોટી આંખો, એની સુંદરતામાં વધારો કરતા ! આ બધા પર એનું સ્માઈલ ચાર ચાંદ લગાવતું તારા હસતી ત્યારે એની આંખો પણ હસતી. આ વાત સિદ્ધાર્થ પણ જાણતો હતો અને એટલે જ કહેતો કે "તારા તું હમેશા હસતી રહે." એ મનોમન ફરી થી પોતાના ઇષ્ટ દેવ નો તારા ને બચાવવા માટે આભાર માને છે. 

તારાની એ સ્માઈલ, તારાનું પોતાના મોં પર હાથ મૂકવું અને પોતાના પર મૂકેલો વિશ્વાસ એને અણસાર આપે છે, કે એને તારા સમક્ષ પોતાના પ્રેમનો સ્વીકાર કરી ને એકદમ સાચું પગલું ભર્યું છે.

એને તારા ના હમેશા નાક પર રહેતા ગુસ્સાનો ડર પણ છે. એને લિફ્ટ ન આપવાની વાત પર તારા એ કરેલો ગુસ્સો યાદ આવ્યા.

કંઈક સારું જ થશે એમ વિચારતો એ વૉશ રૂમની બહાર આવીને ડીનર કરવા જાય છે. 

શું હશે તારા નો પ્રતિભાવ ?

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Romance