CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

અધૂરો પ્રેમ- ૬

અધૂરો પ્રેમ- ૬

1 min
1.4K


આપણે ભાગ -૫ માં જોયું કે તારા કમલેશનાં કહેવાથી ઓફિસમાં લેટસીટીંગ કરવાની છે. સિદ્ધાર્થ તારા ને બસ માં ન જોતા બસમાંથી ઉતરી જાય છે અને તારા સેફટીથી ઘેર પહોંચી જાય એની ખાત રી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો મેઈન ગેટથી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે.

હવે આગળ..

કમલેશ ઈન્ટરનલ ઓડિટ હેડ હતો અને એ ઘણા સમયથી કંપનીમાં હતો. એની આવી એક ત્રણ ચાર જણાની ટુકડી હતી કંપનીમાં જે સુંદર એન્ડ સ્માર્ટ છોકરીઓને પોતાની મિલકત સમજતી હતી. અને વખત આવે કંઈક અડપલાં કરી પોતાનો મેલ ઈગો સિદ્ધ કરવા પ્રયત્ન કરતી.  કમલેશ જ્યારથી તારા ની એના કામ માટે પ્રશંસા થઈ હતી ત્યારથી ઈર્ષા થી બળતો હતો અને આજે એ તારા સાથે બદલો લેવા માંગતો હતો. એની સાથે કશું એવું કરવાની એની દાનત હતી જેથી એ જયારે ઈચ્છે ત્યારે એને પોતાના કાબુ માં કરી શકે. અને એટલેજ એને આ પ્લાન બનાવ્યો હતો. સ્ત્રી ને ઉપભોગના સાધન તરીકે જોવાની માનસીકતાથી પીડાતો પુરુષ કમલેશ આજે લઘુતાગ્રંથીથી ઘેરાયો હતો. એ સારા નરસાનો ભેદ ભૂલી ગયો હતો. 

એને ઇન્ટરનલઓડિટ ને લગતા એવા મુદ્દા ખોલ્યા જેનું આટલા વખત થી કંઈજ થયું ન હતું. કહો ને કે કરવામાં જ નોહતું આવ્યું. એને તારા ને મુશ્કેલીમાં મૂકવા માટે આ બધી વસ્તુની ચર્ચા કરી જેથી તારા ને ન છૂટકે કમલેશ કહે એમ કરવું પડે. ૫ એક મિનિટ આ નાટક કરી ને એને તારા ને કહ્યું કે જો તારા ઈચ્છે તો કમલેશ એના માટે આ બધું સોલ્વ કરી શકે છે. પણ એના માટે તારા એ પણ કમલેશ માટે કંઈક કરવું પડે.

કમલેશ ડેસિગ્નેશન અને ઉંમર બંનેમાં તારાથી ઘણો મોટો હતો એટલે તારા એ જરા વિવેકથી પૂછ્યું કે સર હું સમજી ના શકી. કમલેશ તારાની નજીક આવી નફ્ફટાઈથી બોલ્યો " ગીવ એન્ડ ટેક " . તારા કમલેશ ની લોલુપ નજર નો ઈશારો સમજી ગઈ. તારા એક મિનિટ માટે તો ડરી ગઈ. એના હાથ પગ ઠંડા પડી ગયા.

અંદર થી ડરી અને સહેમી ગયેલી તારા એક ચંડી નું સ્વરુપ લઈ લે છે. એ નક્કી કરી લે છે મારે મારી રક્ષા જાતે કરવાની છે. તારા ખુબ જ સ્પષ્ટ હતી પોતાની પ્રોફેશનલ લાઈફ ને લઈએ ને એ આવા  બધામાં માનતી ન હતી. એ કમલેશ ને એક તમાચો મારી દે છે !

કમલેશ તારા ને ઓળખી નોહતો શક્યો એને એમ કે તારા એના પદ ના ઠસ્સા નીચે ઝૂકી જશે. પોતાના અહમઅને અસ્વીકારથી છંછેડાયેલો કમલેશ ભાન ભૂલી ગયો અને તારા સાથે જબરજસ્તી કરવા લાગ્યો. એને તારા ના કપડાં ફાડવા માટે તરાપ મારી, તારા ખસી ગઈ અને એક્ઝીટ તરફ ભાગવા લાગી. પાછળ જોઈને ભાગતી તારા એકદમ અથડાઈ અને એણે જોયું કે એ સિદ્ધાર્થ ના આલિંગનમાં છે. ભલે પોતે હિંમત કરી હતી પણ અંદર થી તો ખુબ જ ડરી ગયેલી. એ એકદમ જોરથી સિદ્ધાર્થ ને વળગી પડી અને રડવા લાગી. પાછળ કમલેશ ને આવતો જોઈ સિદ્ધાર્થ સમજી ગયો. એના અનુભવ થી એને પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો.

એક મિનિટ માટે એ ડરી જાય છે. પણ એ તરત જ પરિસ્થિતિ ને સાંભળી લે છે.એ કલ્પના પણ નથી કરી શકતો કે જો એ પોતાના ઇનસીટીનક ને અનુસરીને બસ માંથી ઉતરી ગયો ના હોત તો અહીં કેવી દુર્ઘટના ઘટી જાત ! જો તારા સાથે કઈ ખરાબ થઈ જાત તો એ પોતાની જાત ને માફ ના કરી શકત. સિદ્ધાર્થ મનોમન પોતાના ઈષ્ટ દેવનો આભાર માને છે. એનું મગજ હવે બે બાબતો પર એક સાથે કાર્યશીલ થઈ જાય છે. એને ખબર છે કે એને ડરી ગયેલી તારા ને સંભાળવાની છે અને કમલેશ ની સાથે પણ ટેકલ કરવાનું છે.

કમલેશે સિદ્ધાર્થ ને જોઈને બે મિનિટ માટે ગભરાઈ ગયો પણ તરત જ  પોતાનો બચાવ કરતા બોલ્યો કે " આ સ્ત્રી ની જાત................હજી આગળ કંઈ બોલે એ પહેલા સિદ્ધાર્થએ પોતાનો હાથ ઊંચો કરી ને એને રોકવા નો ઈશારો કર્યો અને લગભગ ત્રાડ પાડતો હોય એમ " ચૂપ " કહ્યું. એને કમલેશ ને કહ્યું કે એ અહીંથી જતો રહે. કમલેશ તારા વિરુદ્ધ ખરાબ બોલવા જતો હતો પણ સિદ્ધાર્થે એને એમ કરતો રોકી લીધો. 

તારા ૫ એક મિનિટ સુધી આમ જ સિદ્ધાર્થ ના આલિંગન માં રડતી રહી. પછી કળ વળતા એ સિદ્ધાર્થ ના આલિંગનમાંથી નીકળી. બંને ની આંખો મળે છે. તારા સિદ્ધાર્થ ની આંખો માં પોતાના માટે ખૂબજ પ્રેમ , અધિકાર અને કન્સર્ન જુવે છે. એ બોલવા ગઈ તો સિદ્ધાર્થે એના મોં પર પોતાનો હાથ મૂકી દીધો અને એને હાથ પકડી ને રિસેપ્શન તરફ લઈ ગયો.એક નાની બાળકી ની જેમ તારા એની સાથે દોરાઈ. એને રિસેપ્શન એરિયા માં બેસાડી સિદ્ધાર્થે એને પાણી આપ્યું. પાણી પીને તારા પાસે થી ગ્લાસ પાછો લેતા ફરી બંને ની નજર મળી અને સિદ્ધાર્થે તારા ને કહ્યું તું રડે ત્યારે બિલકુલ સારી નથી લાગતી. જો તારી આંખો ની આસ પાસ કાજળ ના કુંડાળા થઈ ગયા. તારા રડતા રડતા પણ હસી પડી. સિદ્ધાર્થ ફરી થી તારા ને કહે છે કે આમ જ હસતી રહે. પ્રિયતમ ને હંમેશા હસતું જોવું એ દરેક પ્રેમીની ઈચ્છા હોય છે અને સિદ્ધાર્થ પણ એમાંથી બાકાત નથી.

સિદ્ધાર્થે તારા ને કહે છે કે હવે એ લોકો તારા ની જગ્યા એ જશે અને એનો સામાન લેશે. સિદ્ધાર્થ તારા ના મગજમાંથી ડર દૂર કરવા માંગતો હતો. તારા ઊભી થાય છે પણ પછી ખચકાય છે, સિદ્ધાર્થ એનો હાથ પકડી ને કહે છે " હું છું ને તને કઈ નઈ થવા દઉં " અને તારા ને દોરી ને લઈ જાય છે. તારા આજ્ઞાંકિત બાળકી ની જેમ એની પાછળ દોરાય છે. એને સિદ્ધાર્થ પર વિશ્વાસ છે. એને ખબર છે કે સિદ્ધાર્થ એની જોડે કંઈ જ ખરાબ નઈ થવા દે.

કહેવાય છે ને દરેક વસ્તુ નો એક સમય હોય છે અને આ સમય તારા અને સિદ્ધાર્થ નો હતો. શું આજ એ પળ છે ,જે એમની હતી ? શું હવે બંને પોતાની અંદર ધૂઘવતા પ્રેમના સાગરને રોકી શકશે ? શું આજે સિદ્ધાર્થ અને તારા બંને સ્વીકારી લેશે કે તેઓ એક બીજા ને પ્રેમ કરે છે ?

વાંચો આવતા અંકે


Rate this content
Log in

Similar gujarati story from Romance