STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

3  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Romance

અધૂરો પ્રેમ - 4

અધૂરો પ્રેમ - 4

3 mins
220

અત્યાર સુધી : સ્ટાફ બસમાં મળેલ સિદ્ધાર્થ અને તારા એક બીજાને પહેલી વાર જોતા જ, એકબીજા માટે કંઈક વિશેષ લાગણી અનુભવે છે, જે બંને ને લાગે છે કે પ્રેમ છે પણ સંજોગો ને લીધે બંને એક બીજાને પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા, બંને ના કારણો અલગ છે. હવે આગળ........

મીરા અને સિદ્ધાર્થ ના લગ્ન ને ૧૦ વર્ષ થઈ ગયા હતાં. મીરા એક સરળ સ્ત્રી હતી અને એ સિદ્ધાર્થ ને ખૂબ પ્રેમ કરતી હતી. એમના બંને સમયસર થયેલા બાળકો, મોટું ઘર, મોટી ગાડી આમ તો સિદ્ધાર્થ ને કોઈ તકલીફ નોહતી. પણ સિદ્ધાર્થ અંદરથી એકલો હતો એ મીરાને પ્રેમ તો કરતો હતો પણ કદાચ એ એની પત્ની હતી એના બાળકો ની માતા હતી માટે. એને પ્રેમ કરતો હતો માટે પત્ની નોહતી. ખૂબ જ સફળ અને મિનિટ માં, કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો.

અંદર થી એ અધૂરો હતો, તરસતો હતો એ પ્રેમ માટે જે પ્રેમ થોડી ઈર્ષા ઉત્પન્ન કરે, જેની સાથે હક થી પોતાનું ગમતું કરાવી શકાય, જેનું ગમતું કરવા માટે કૈક પણ કરી છૂટવા મન તૈયાર હોય, જેની સાથે કલાકો ના કલાકો વાત કરી શકાય. રાત્રે જેને આલિંગન માં લેતા જ આખા દિવસ નો થાક દૂર થઈ જાય અને સવારે એને જોતા જ આખા દિવસ ની રઝળ પાટ પછી જલ્દી ઘર આવાનું મન થાય. એની સામે જોતા જ ફરી એક વાર જીવી લેવાનું મન થઈ જાય.

એ હંમેશા વિચારતો કે શું આ બધું સાચ્ચે શક્ય છે ? શું એને રાહ જોઈ હોત તો આવું થઈ શક્યું હોત ? શું મીરા સાથે લગ્ન કરી ને એને ભૂલ કરી છે ? પણ ક્યારેક ઉંઘતી મીરા ને જોતો તો એને લાગતું કે કમ સે કમ મીરા તો ખુશ છે જે પ્રેમ માટે પોતે તડપે છે કદાચ મીરા માટે એ સંપૂર્ણ છે.

પ્રેમ પણ કેટલો વિચિત્ર છે ને. બે માણસ વચ્ચે ના પ્રેમ ની પરિભાષા કેટલી અલગ હોય છે ? કોઈએ કરેલી સમજૂતી સામેવાળા માટે સંપૂર્ણ આશીર્વાદ છે.

કભી કિસીકો મુકમ્મલ જહાં નહીં મિલતાં,

કહીં ઝમી તો કહી આસમાં નહીં મિલતાં ..

આજ ગીત સિદ્ધાર્થ નો જીવન મંત્ર બની ગયો હતો ! 

આમ ને આમ દિવસો પસાર કરી રહેલા સિદ્ધાર્થ એ જયારે તારા ને જોઈ ત્યારે પહેલી વાર માં જ એને પ્રેમ થઈ ગયો. બસ એ ક્ષણ માં જ એને એમ લાગ્યું કે આ એ જ જિંદગી છે જે એને જોઈએ છે, આ એજ ખુશી છે જેના માટે એ હજી સુધી રાહ જોઈ રહ્યો હતો. હા, આ, આજ એ છોકરી છે. અને એટલેજ એ તારા ને જોતો રહેતો, મન ભરી ને જોતો. તારા ને જેટલી ધરાઈ ને જોઈ લેવાય એટલું જીવી લેવાશે એવું લાગતું સિદ્ધાર્થ ને ! એ તારા ને હસતી જોઈ રહેતો ! એને બોલતી જોઈ રહેતો ! એના બસ માં આવતા જ એક ખુશી થતી સિદ્ધાર્થ ને ! જો એનું ચાલે તો એ બસ તારા ને જોયા જ કરે એકીટસે, મીટ મંડ્યા વગર, આખી જિંદગી ! વિકએન્ડ્સ પછી ના મનડે તો એને એવું લાગતું કે કેટલા વર્ષ વીતી ગયા તારા ને જોયા ને !

 પણ,એણે તારા નું સિંદૂર પણ જોયું હતું અને એટલેજ એ પોતાના પ્રેમનો ઈકરાર ન હતો કરતો. પોતે ના ખુશ હોવા ના કારણે એ તારાની જિંદગીમાં કોઈ તકલીફ પહોંચાડવા માંગતો નોહતો. પણ સિદ્ધાર્થ ને ક્યાં ખબર હતી કે તારા પણ એના જેટલીજ અધૂરી છે.

શું આ બે અધૂરી વ્યક્તિ પોતાનો પ્રેમ પામી શકશે ? કે પછી.... આમ જ અધૂરા રહેશે ?


Rate this content
Log in

Similar gujarati story from Romance