STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Romance

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Romance

અધૂરો પ્રેમ -1

અધૂરો પ્રેમ -1

3 mins
360

કોણ જાણે કયાં સંબંધનાં તાંતણે બંધાયા હતાં સિદ્ધાર્થ અને તારા ! 

બંને છેલ્લા કેટલાય વર્ષોથી કોઈ પણ નામ વગરનો સંબંધ નિભાવતા રહ્યા, સમાજથી છૂપાઈને એક બીજાને પ્રેમ કરતા રહ્યા ! એમની એક બીજા સાથેની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી ! જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતાં ! બેમાંથી કોઈએ નહોતું વિચાર્યું કે ફિલ્મની જેમ, પહેલી નજરનો પ્રેમ સાચે જ હોય છે ! એક બસમાં થયેલી એમની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતાં કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કંઈક વિશેષ છે ! 

મને એટલે કે તારા ને આજે પણ યાદ છે, સ્ટાફ બસમાં પહેલી વાર જવું એક મોટી કંપનીની જોબ માટે. કંઈક ગભરાયેલી કંઈક મૂંઝાયેલી અને કંઈક કરી બતાવવાની ધગશ સાથે હું આ કંપનીમાં જોડાઈ હતી. 

અજાણતા જ હું સિદ્ધાર્થ જે સીટ પર બેસતો હતો એ જગ્યાએ બેસી ગઈ. એનું સ્ટોપ મારા પછી આવતું હતું. મને શું ખબર કે એને લીધેલી જગ્યાના બદલે એ કાયમ માટે મારા મન પર કબજો કરી લેશે. 

એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો જાણે મેં એની જગ્યા લઈને કોઈ મોટો અપરાધ કરી લીધો હોય પણ એ નજરમાં મને કંઈક એવું દેખાયું જે હું હજી આજે પણ નથી ભૂલી શકતી. એ મારા માટે છલોછલ પ્રેમથી ભરેલી આંખો. 

બંને ના ડિપાર્ટમેન્ટ અલગ હતાં. પણ બસમાં એક બીજા ને જોવાનું ચાલુ રહ્યું. તે બંને વાત નહોતા કરતા પણ તારા સિદ્ધાર્થ ના એને ધારી ધારી ને જોવાનો અંદાજથી થોડી ચીઢાતી હતી. હવે તારા સિદ્ધાર્થની જગ્યાએ જ બેસતી અને સિદ્ધાર્થ એની સામે વાળી સીટમાં બેસતો. બંને એક બીજા ને જોતા હતાં પણ કોઈ વાત શરુ નહોતી થઈ.

તારાના તો લગ્ન પણ થોડા વખત પહેલા જ થયા હતાં એટલે એ નવું જીવન, નવી ઓફિસ એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી. જ્યારે સિદ્ધાર્થ ને બે બાળકો હતાં. સિદ્ધાર્થ તારાથી ઉંમર માં ૬/૭ વર્ષ તો મોટો હતોજ.

થોડા વખત માં તારા નો બર્થડે આવ્યો. હવે તારા સિદ્ધાર્થના પછી ના સ્ટોપથી બસમાં ચઢતી. જેવી તારા બસ માં આવી કે સિદ્ધાર્થ એ એને વિશ કરવા પોતાનો હાથ આગળ કર્યો. અને થોડા ઝંખવાતા મને તારા એ પણ સિદ્ધાર્થની જોડે હાથ મિલાવ્યો. 

તારા થોડી ચીડાયેલી રહેતી જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો. હવે તો તારા ના ડિપાર્ટમેન્ટમાં પણ બધા ને ખબર પડતી કે સિદ્ધાર્થ તારા ને જોયા કરે છે અને એ લોકો એને ચીડવતા પણ હતાં. પણ સિદ્ધાર્થ ક્યારેય કોઈ એવી હરકત નહોતો કરતો કે તારા ને વાંધો હોય.

સિદ્ધાર્થ ને કદાચ તારા સાથે વાત કરવી હતી પણ એ કંઈક અચકાતો હતો. 

પણ આખરે કંઈક એવું થયું કે એમ ને વાત કરવી જ પડી.

સિદ્ધાર્થ અને તારા ની કંપનીમાંથી એક ટ્રીપ ગોઠવાઈ જેમાં ૩૦ જણાની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થનો નંબર એક જ દિવસે આવ્યો. આમ રાત્રે મોડું થાય એવું હતું. તારાના ડિપાર્ટમેન્ટ માં બધા તારા ને ચીડવવા લાગ્યા કે હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે જ અને એટલે તારા એ ગાડી લઈને જવાની જરૂર નથી. પણ કદાચ એમની પહેલી વાત એક ઝઘડા રૂપે જ થવાની હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama