ansh khimatvi

Fantasy Horror Tragedy

1.0  

ansh khimatvi

Fantasy Horror Tragedy

અધૂરી ઈચ્છા

અધૂરી ઈચ્છા

4 mins
973


અધૂરી ઈચ્છા ( એક આત્માની પ્રણયકથા)

રજત ,તું અહીં કેમ આવ્યો ? મેં તને ના પાડી છે ને કે હવે આપણે નહિ મળીએ. મેં તને કેટલી વાર કહ્યું છે કે હવે આપણે પહેલા જેમ મળતા હતા, વાતો કરતા હતા, એ હવે હવે શક્ય નથી. તું સમજ ને , તું સમજુ છે પ્લીઝ! સમજ ને રજત !

અનુએ દિલગીરીથી અને આજુ બાજુ કોઈ જોઈ ન જાય એ રીતે ડરતા ભાવે કહ્યું.

રજત અનુની વાતોને કાન દેતો નહતો.બસ એને તો એક જ ધૂન સવાર થઈ હતી એની અંતિમ ઈચ્છા પૂરી કરવાની. એમ તો એ અનુને લગ્ન કરવા માંગતો હતો પણ અનુની મજબૂરીના કારણે એને અનુને ખોવી પડી હતી. આજે અનુના લગ્ન થયા ને બે વર્ષ થવા આવ્યા. પણ ન અનુ ભૂલી હતી ન રજત. ના છૂટકે અનુએ કહ્યું બોલ તારી અંતિમ ઇચ્છા શુ છે ? રજત મનમાં જ બોલી ઉઠ્યો કે મારી ઈચ્છા તો તને મારી બનાવાની હતી પણ ! પછી પાછો ભાનમાં આવીને બોલ્યો "અનુ તને યાદ છે એક દિવસ આપણે મળ્યા હતા જ્યારે તને હું આલિંગનમાં લેતો જ હતો ત્યાં તારું કોઈ સંબંધી આવી ગયેલું. આપણને જોયા તો ન હતા પણ આપણે સતેજ થઈ ગયા હતા. 'હા યાદ છે મને' અનુ બોલી. તો અનુ મારી ઈચ્છા છે આપણા દિલની ધડકનોને નજીકથી સાંભળવાની. દિલ એક કરવાની. બોલ ને તું મારી વાત માનીશ ને.મારી બાહોમાં આવીશને ?

અનુ રજતને ખૂબ જ પ્રેમ કરતી હતી. એ પણ એના વગર દિવસ રાત તડપતી હતી પણ એ હવે વિવશ હતી. બિચારી શુ કરે. એને પહેલી વાર તો ના પાડી દીધી. કારણ કે એ માનતી હતી કે આમ લગ્ન પછી કોઈને મળવું એ યોગ્ય નથી. અને આલિંગન તો ક્યારેય નહીં. રખેને કોઈ જોઈ જાય તો!! પણ રજતનું ગાંડપણ જોઈ એને સ્વીકારી લીધું. અને કહ્યું સાંભળ રજત, હવે પછી તું મને ક્યારેય આમ મળવા ન આવતો.નહિ તો મારી જિંદગી પણ બગડશે. રજતની આંખો ભીની ભીની થઇ ગયેલી. એક બાજુ અનુને ગુમાવ્યાનુ દુઃખ હતું અને એના વિરહમાં એ અડધો થઈ ગયેલો. દિવસ રાત એ અનુના યાદમાં ખોવાયેલો રહેતો.

એક દિવસતો ઘરની બહાર નીકળી ગયેલો. અને જ્યારે સાંજે ઘરે આવ્યો ત્યારે મમ્મીએ પૂછ્યું કે બેટા, 'ક્યાં ગયો હતો? અને તે જમયુ કે નહીં? ' ત્યારે એને મમ્મીને તો હા કહી દીધેલી, પણ એ સવારનો ભૂખ્યો હતો.એને કઈ જ ભાન હતું નહીં. આજે અનુને મન ભરીને એની બાહોમાં લઈ લીધી હતી. એની ધડકનો ધડકવાનું ભૂલી ને અનુના પ્યારમાં એક થઇ હતી. સમય ઘડીક ભર આ દ્રશ્ય જોવા માટે સ્થગિત થઈ ગયો હતો. ઝાડવાઓ પણ આંખો ફાડી ફાડી ને જોતા હતા. આકાશમાંથી ફૂલડાં વેરાઇ રહ્યા હતા. સ્વર્ગલોકમાં પણ એની મહેક પ્રસરી રહી હતી. પરી લોકમાં પણ એની અસર જોવા મળેલી. ચારે દિશાઓમાં પણ આલોક પરલોકમાં પણ આ દ્રશ્ય ઘડીક ભર સ્તંભી ગયેલું. આજ બન્નેનો જીવ એક થઈ ગયો હતો. અનુએ ભલે અસ્વીકાર કર્યો હોય પણ એના દિલમાં તો અનુનું નામ જ હતું. એના દિલને પણ આજ ટાઢક થઈ હતી. બન્નેને હૈયું અને આંખો ભરાઈ ગઈ હતી. પછી અનુ એકદમ આંખોને લૂછી ઉતાવળા પગે ઘર તરફ દોડી. રજત હાથ ફેલાવીને ઉભો જ રહી ગયેલો....

અનુ મહિના પછી પિયરીએ આવતી હતી.

બસમાં રજતની મમ્મી મળેલી. સાવ સૂનમૂન હતી. એ મને બરોબર ઓળખતી હતી. કારણ કે હું નાની હતી ત્યારે ઘણીવાર મમ્મી સાથે એમના ઘરે જતી. એમને મારા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, મજામાં છે ને સાસરીએ બધાં મજામ છે ને ? બસ એટલું કહી ને એ મૌન થઈ ચૂપચાપ બેસી ગઈ. મેં મજામાં છે એમ કહી વાત આગળ લંબાવી. મેં પૂછી લીધુ માજી રજત કેમ છે ? રજત નામ સાંભળતા જ એમની આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડ્યા.

અનુએ માજીને સંભાળ્યા.

પણ મનમાં થયું કે માજીને આમ અચાનક થયું શુ હશે, કેમ માજી આમ રડવા લાગ્યા ? આમ તો માજીનો સ્વભાવથી હું બરાબર વાકેફ હતી. એમનો હસમુખો સ્વભાવ. જયારે અમે નાનપણમાં શેરીમાં રમવા જતા ત્યારે એ અમને સરસ મજાની વાર્તા કહેતા. અને હસાવતા પણ ખરા.અનુ ભૂતકાળમાં ડૂબી ગઈ.

માજી એ ધીરેથી મૌન તોડતા કહ્યું બેટા, હવે રજત નથી રહ્યો !અનુના દિલમાં ધ્રાસકો પડયો! માજીએ આગળ વાત લંબાવતા કહ્યું કે એક વર્ષ પહેલાં એ મૃત્યુ પામ્યો. રજત ઘરથી બહાર ગયેલો એ વખતે મને કહેલું કે મમ્મી હું મારી નાનપણની સખીને મળવા જાઉં છું. બસ સાંજે પાછો આવી જઈશ. એ સાંજે પાછો તો આવેલો. પણ મરેલો !

સ્ટેશન આવી ગયું હતું. બસ જેવી થોભી કે અનુ ઉતાવળા પગે ઘરે પહોંચી, ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. એના મનમાં એક જ દ્રશ્ય ગોળ ગોળ ભમ્યાં કરતું હતું કે હજી મહિના પહેલા એ મને મળવા આવ્યો હતો. ..... વિચારતા જ એ બેભાન થઈ ઢળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy