Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

#DSK #DSK

Romance Crime Others


3  

#DSK #DSK

Romance Crime Others


'અભિનંદન'એક પ્રેમ કહાની - ૧૧

'અભિનંદન'એક પ્રેમ કહાની - ૧૧

6 mins 852 6 mins 852

અભિનંદનના પપ્પા અનિલભાઈ બોલ્યા, 'અભિનંદન તારે અને મિતવાને બુદ્ધિ છે કે નથી ? એક પ્રોજેક્ટની અંદર બંને લખો છો અને બંનેના અક્ષર અલગ અલગ થાય છે જો તો લખેલું છે. અને આ મીતવાનું લખેલું છે આવું તો કંઈ સારું લાગે ? તમે બંને મળીને એકબીજાને ઘરે બનાવવાનું રાખો. મિતવા તેના ઘરેથી લખીને આવે તું અહીંથી લખે છે. આમ પ્રોજેકટનો મેળ ન પડે. બંને એક ઘેર મળીને બનાવો અહીંયા યા તો મિતવાને ઘેર.


અભિનંદન બોલ્યો, 'મિતવા, મારા પપ્પાની વાત સાચી છે. આપણે હજુ ચાર પેજ લખ્યા છે. આપણે નવેસરથી પ્રોજેક્ટ બનાવીએ. તું મારા ઘેર આવજે. એમ પણ નંદની આવવાની જ છે તો તને પણ સપોર્ટ રહેશે

મિતવા એ કહ્યું 'ઓકે.'

અભિનંદનએ કહ્યું 'ઠીક છે.'


મિતવા ઘેર ગઈ બા સવારે આવવાના હતા, તેના બદલે સાંજના ટાઇમે આવી પહોંચ્યા મીતવાના જવાથી જ એ બોલી ઉઠ્યા,

'મારી મિતાલી આવી ગઈ મિતવા બાને પગે લાગી દાદાને પગે લાગી અને બોલી તમારી મિતાલી અને મારા દાદાનો મીત આવી ગયો. બા બોલ્યા, 'તારી માને મેં સો વાર કહ્યું, 'તું મિતાલી નામ રાખ કે કેટલું હર્યું-ભર્યું હરિયાળું લાગે છે, પણ ના તારી મમ્મી ના સમજી તે ના સમજી.'

મિતવા બોલી 'બા તમે મને મિતાલી કે, જો દાદા મને મિત કહેશે, મારી મમ્મી મને મિતવા કે છે, ઓકે મને તમારા બધાના નામ પસંદ છે.

બા હસતા બોલ્યા, 'મારી દિકરી કેટલી ડાહી છે. અક્કલનું ઠુઠું તો તારી મમ્મી જ છે. મિતવા રસોઈમાં ગઈ તો મિતવાના મમ્મી બોલ્યા, 'ડોશી પણ.' મિતવા બોલી, 'મમ્મી...'

'હાહા તારા બાને કશું નહીં કહું. બા વાળી...'

મિતવાના મમ્મીને બા વચ્ચે નાની ખટપટ ચાલ્યા કરે.

****

સવારમાં આઠ વાગ્યામાં મિતવા કમ્પલેટ થઈ ગઈ અને અભિનંદનના ઘરે જવા નીકળી. બા એ તરત જ પૂછ્યું, 'નીકળી તું અત્યારે જાગતા શીખી ગઈ છે કે તારી મમ્મી આ બધું કરે છે આળસુ કામની.'

ત્યાંરે મિતવા બોલી, 'ના બા ના મારે પ્રોજેક્ટનું કામ કોલેજમાં શરૂ છે એટલે હું મારા ફ્રેન્ડને ઘેર જાઉં છું.'

દાદા બોલ્યા, 'મિતવા પ્રોજેક્ટમાં નંબર લાવજે.'

મિતવા બોલી, 'તમારો દીકરો મેહનત કરશે.'

મમ્મી બોલ્યા, 'મિતવા નાસ્તો કરી લેજે.'

'મારું ધ્યાન રાખીશ તમે કોઈ મારી ચિંતા કરતા નહીં.' મિતવા બોલી.


મિતવા અભિનંદનના ઘરે પહોંચી ગઇ. અભિનંદન પ્રોજેક્ટ પેપર અને બીજી બધુ વસ્તુ લઈને એ તૈયારીમાં જ બેઠો છે. નંદની પણ આવી ચૂકી છે. અભિનંદનના રૂમમાં મિતવા જાય છે તો અભિનંદન અને નંદની મજાક મસ્તી કરતા હોય છે. ત્યાં જ અભિનંદનના મમ્મી આવે અને ત્રણેયને ચા આપે છે. પછી જતા રહે છે એટલે મિતવા ત્રણ રકાબી ઉઠાવી અને કિચનમાં મુકી આવે છે.

તેની મમ્મી અનિતાબેન કહે છે 'હું લઈ જાત.'

મિતવા બોલી, 'એમાં શું થઈ ગયું માસી !'


ત્રણે હજુ વાતો જ કરે છે ક્યાંથી શરૂઆત કરવી ત્યાં તો અભિનંદનના મમ્મીને વોમિટિંગ થવા લાગ્યું. એટલે મિતવા ઊભી થઈ પાણીનો ગ્લાસ અને મીઠું લઈને પહોચી અને સાઈડમાં ઉભી રહીને મીઠું અને પાણીનો ગ્લાસ આપ્યાં પછી એ પાછી આવતી રહી તેને પણ વોમિટિગ થાય એવું થવા લાગ્યું.

અભિનંદનને કહ્યું 'આર યુ ઓકે ?'

'નો પ્રોબ્લેમ મને નહિ થાય.' મિતવા બોલી

'નંદિની બોલી તું મારાથી દુર રહે, મને પણ એવુ થવા લાગશે.' મીતવા થોડી દુર જતી રહી પછી

તેણે પૂછ્યું, 'માસી હવે કેવું લાગે છે ?'

માસીએ કહ્યું, 'બેટા સારું થયું તું ફટાફટ પાણી અને મીઠું લઇ આવી.'


એ નક્કી કરે છે કે પ્રોજેક્ટ કઈ રીતે બનાવો અને કઈ રીતે બધી માહિતી લખવી. ક્યાં ચિત્ર દોરવું ? ક્યાં ડિઝાઇન કરવી ? આ બધું જ ત્યાં ફરી વખત એ જ ઘટના બની અને ફરી વખત મિતવા જ પાણી અને મીઠું આપવા ગઈ ત્યારે

અભિનંદન બોલ્યો, 'નંદીની તું ગઈ હોત તો મને વધારે ગમે છે.

ત્યારે નંદની બોલી, 'અભિનંદન હું કોઈની નોકર નથી અને બીજું એ કે મને વોમિટિંગ બિલકુલ પસંદ નથી એટલે હું તારી મમ્મીને એવી સેવા નહીં કરી શકું.'

એમ પણ અભિનંદન બોલ્યો, 'પણ આને સેવા નહિ ફરજ કહેવાય.

ત્યારે નંદની બોલી 'અભિનંદન બસ લે.'


મિતવા આવીને એક લિસ્ટ બનાવવા લાગી કઈ રીતે કશું કરવું ? કઈ માહિતી ક્યાં લખવી કઈ રીતે ડિઝાઇન દોરવી ક્યાં ચિત્ર દોરવું ? ક્યાં હેડિંગ મોટા અક્ષરે લખવાના ? ક્યાં નાના અક્ષરે લખવાનું ?આવું બધું જ ભેગું કરવા લાગી ફરી વખતે એ ઘટના બની ફરી વખત મિતવા ઊભી થયાને આ વખતે અભિનંદન બોલ્યો.

'નંદીની આ ઘરમાં વહુ બનીને આવાની છો અને તારી ફરજ છે કે તું મારી મમ્મીને મજા ન હોય એની તબિયત સારી ન હોય ત્યારે તું તેની સેવા કરે.'

ત્યારે નંદની બોલી, 'હું કોઈની સેવા નહીં કરું.'

અભિનંદન બોલ્યો કે 'સારુ' એટલી વારમાં કોલેજનો ટાઈમ થઈ ગયો અને ત્રણેય જતા રહ્યા.


ઋષિત પાસે જઈને તે પોતાનો બળાપો કાઢવા લાગી ત્યારે ઋષિતે એને સમજાવી કે 'તારે એ ઘરમાં લગ્ન કરીને ક્યાં જવાનું છે તું ચિંતા કરે છે ?'

નંદિની બોલી, 'પણ હું આવી વાતોથી પણ કંટાળી ગઈ છું. તેના ફરજના લેક્ચર સાંભળીને હું થાકી ગઈ છું મારા કાન પાકી ગયા છે હું એ વૃદ્ધાશ્રમમાં અભિનંદનના બા દાદા મમ્મી-પપ્પાની સેવા કરવા માટે હરગીઝ જવાની નથી.'

ઋષિત બોલ્યો, 'અરે બાપ રે ! તારે એ ઘરમાં ક્યાં જવાનું છે ?'

ઋષિતે પોતાની ચાલને શરૂ રાખવા માટે નંદનીને હગ આપ્યું અને શાંત પાડી.


આમ અભિનંદનના ઘરે રોજ નંદિની, મિતવા અને અભિનંદન જોડે પ્રોજેક્ટ બનાવે છે. અભિનંદન અને નંદિની જોડે નથી તેમ છતાંય તે અભિનંદનને મિતવાને એકલા મૂકવામાં નથી માગતી માટે જ મીતવા આવતી હોવાથી નંદની પણ આવે છે. આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા.


આ ફાઇનલ પ્રોજેક્ટ છે અને પછી એકઝામ આપવાની છે એટલે આ પ્રોજેક્ટ વ્યવસ્થિત બનાવો ખૂબ જ જરૂરી છે. આજ નંદિની લેટ થઈ ગઈ એટલે મિતવા માસી જોડે ગઈ અને વાતો કરવા લાગી માસી રસોઈ બનાવતા જોડે જોડે હેલ્પ કરવા લાગી

ત્યારે બોલી, 'માસી શાક બનાવ્યું ?'

માસી: 'ના !'

એટલે મિતવા એ માસીના કહેવાથી આખી બટેટીનું શાક બનાવ્યું

ત્યારે માસી બોલ્યા, 'તું આમ બનાવે છે.'

મિતવા બોલી, 'હા માસી આ રીતે બહુ સરસ બને છે મને મારા મમ્મી એ શીખવ્યુ છે.'

સરસ મારા અભિનંદનને આખી બટેટી ડેનું શાક ખૂબ જ ભાવે છે.


આમને આમ એક પછી એક દિવસ નીકળતો જાય છે. માસી અને મિતવાની વચ્ચે નિકટતા વધતી જાય છે. મિતવા ક્યારેક કોલેજની વાતોએ ચડી જાય તો ક્યારેક વળી પાછી ધર્મની વાતો કરવા લાગે. ઇશ્વરની વાતો કરવા લાગે. તો વળી પછી ક્યારેય તેને જે વાંચ્યું હોય એમાંથી બા અને દાદાને કથા સંભળાવે ભગવાનની વાતો કરે, ધર્મની વાતો કરે. બા દાદાને પણ મજા પડી જાય. તો ક્યારેક વળી પાછી માસી જોડે રસોઈની વાતો કરવા લાગે એટલે માસીને પણ નવું જાણવા મળે અને એ પણ ટ્રાય કરે.


એક દિવસ ધર્મે અભિનંદણને ઉભો રાખ્યો, બધા ક્લાસ એટેન્ડ કરવા માટે જતા રહ્યા.

ધર્મએ કહ્યું, 'અભિનંદન હું તારી અને નંદની વચ્ચે કોઈ વિખવાદ કરવા માગતો નથી. કેમકે મને એમાં કોઈ રસ નથી અને મને તારાથી કે તેનાથી કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક દિવસની વાત છે કે ઋષિતને નંદિની કહેતી હતી કે 'એ તારા વૃદ્ધાશ્રમમાં સેવા કરવા આવવાની નથી.'

અભિનંદન બોલ્યો, 'હું કશું સમજ્યો નહીં એટલે ?'

ધર્મ બોલ્યો, 'તારા મમ્મી, પપ્પા, બા, દાદા આલોકો લોકોને નંદની વૃદ્ધાશ્રમ કહે છે એટલે હું અભિનંદનના વૃધ્ધાશ્રમમાં કોઈની સેવા કરવા માટે જવાની નથી હું કોઈની કામવાળી નથી કામવાળી બનવા માંગતી પણ નથી.'


અભિનંદને કહ્યું ધર્મને 'તેની વાત સાચી છે મારા ઘરમાં તો એવું જ છે ને. મારા મમ્મી-પપ્પા, બા-દાદા આ બધાની સેવા કરશે તો મારા માટે સમય ક્યારે મળશે પોતાના માટે સમય ક્યારે મળશે ?'

ધર્મ આશ્ચર્યચકિત થઇ ગયો ખરેખર પ્રેમ આંધળો હોય છે એ માત્ર વાંચેલું અને સાંભળેલું જ પણ ધર્મ એ પોતાની આંખે જોઈ લીધું દિલથી અનુભવી લીધું કે ખરેખર પ્રેમ આંધળો હોય છે. અભિનંદન ખરેખર આવું બોલી શકે છે તેને કલ્પના નથી. આગળના શબ્દો નંદિની ૠષિતના ધર્મએ સાંભળ્યા ન હતા એટલે એ કશું બોલ્યો નહિ અને અભિનંદન જવાબથી એ જતો રહ્યો. અભિનંદનને આ વાતને આ કાનેથી પેલા કાનેથી કાઢી નાખી.


આવી રીતે દિવસો પસાર થતા ગયા. અભિનંદન અને મિતવા એ ખૂબ જ મહેનત કરી પ્રોજેક્ટ બનાવ્યો. તમામ પ્રોજેકટ વર્કમાં કોલેજના ફર્સ્ટયર યરમાં આ બન્નેનો પ્રોજેક્ટનો ફસ્ટ નંબર આવ્યો. બધાની વચ્ચે કોલેજના એસેમ્બલી હોલમાં આ બંનેનું સ્વાગત થયુ.


આ જોઈ ઋષિતે નકકી કર્યું હવે એક ખેલ નાખવો જ પડશે કે અભિનંદન તૂટી જાયને તે વાંચન કરવાને પણ લાયક ન રહે. તે એકઝામમાં પાછળ રહી જાય. તેનો રસ્તો એક જ છે અભિનંદનની જિંદગી છીનવી લેવી. ને તેની જિંદગી..

જોર જોરથી હસવા લાગ્યો.

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from #DSK #DSK

Similar gujarati story from Romance