Manishaben Jadav

Children

4.8  

Manishaben Jadav

Children

અભિમાની પોપટ

અભિમાની પોપટ

1 min
363


એક હતા પોપટભાઈ. લીલો લીલો રંગ અને લાલ લાલ ચાંચ. લાગે બહું સોહામણા. સૌને એ ગમે. નકલ સૌની કરે અને રાજી રાજી રહે.

એક દિવસ તે ઝાડ પર બેઠા બેઠા અભિમાન કરે. હું કેટલો હોશિંયાર છું. બધાની વાણીની નકલ કરી શકું. આ સાંભળી ઝાડ બોલ્યું, "પોપટભાઈ એ તમારો વ્હેમ છે. તમે ખોટું અભિમાન ન કરો. અમારા થકી તમે છો. જો અમે ન હોય તો તમારું અસ્તિત્વ ટકાવવું મુશ્કેલ થઈ જાય."

પોપટભાઈ કહે, "કઈ રીતે ? તમે અમને શું મદદ કરો છો. જરા કહો તો ખરા....!"

ઝાડ કહે, "તમારો ખોરાક શું ? અમે ન હોત તો તમે ખોરાક કઈ રીતે મેળવી શકત. તમારું રહેઠાણ કયું ? ઝાડ. ઝાડ જ ન હોત તો ? રહેવા ક્યાં જાત ? અને શિયાળામાં, ઉનાળામાં અને ચોમાસામાં ઠંડી, ગરમી વરસાદથી રક્ષણ મેળવવા કોનો સહારો લેવા જેવો પડે યાદ છે ને?"

પોપટભાઈ નું અભિમાન તરત જ ઉતરી ગયું. ઝાડ સૌનો આધાર.

"વૃક્ષો વિનાની જિંદગી, છે સૌની અધુરી

   જતન તેનું કરી  જિંદગી રંગીન માણીએ."


Rate this content
Log in

Similar gujarati story from Children