Pravina Avinash

Drama Inspirational

3  

Pravina Avinash

Drama Inspirational

અભિગમ

અભિગમ

4 mins
13.9K


ગમન, આગમન અને અભિગમ ત્રણેય જીવનમાં કાયમ નથી. આપણે આ જીવનમાં આગમન કર્યું, ‘આપણી મરજીથી નહી!’ આગમન કર્યું, તેથી ગમન નિશ્ચિત છે. ‘આપણી મરજીથી નહી’! જો આપણે ‘અભિગમ’ , જે સ્વના હાથમાં છે તેનો સાચો રાહ અપનાવીશું તો, યાદ રાખજો જીવનમાં મંગલતા છવાઈ જશે.

કોને ખબર કેમ શિખા જન્મી ત્યારથી કદાચ પૂર્વ જન્મના સંસ્કાર લઈને આવી હશે ! તેણે બચપનથી અભિગમ શબ્દનો ઉચ્ચાર કે અર્થ પણ નહી જાણ્યો હોય. સુંદર વર્તન હતું. રડવાનું નામ નહી. ભૂખ લાગી હોય ત્યારે મોંમા અંગુઠો નાખતી. મમ્મી તેને ચૂપ જુએ એટલે સમજી જાય, અંગુઠો કાઢીને અમૄતનું પાન કરાવે. તેના મુખ પર કાયમ એક એવી સુરખી પ્રસરેલી જણાય કે તેને જોનાર મોહી પડે.

પિતાજી તો દુકાનેથી આવે કે સહુ પહેલાં તેને ખોળામાં બેસાડી તેના મસ્તક ઉપર વહાલથી હાથ પસવારે. શિખા બે હાથ ઉલાળે, પગેથી નાચ કરે અને પિતાને જોઈ ખિલખિલાટ હસે. તેમનો દિવસ ભરનો થાક ઉતરી જાય. બાળપણ, શૈશવકાળ અને જુવાની આંખ મિંચીને ઉઘાડીએ ત્યાં વિદાય થઈ જાય છે. અણસમઝ, અલ્લડતા અને આભા પાછે પગલે જાય અને જુવાની પ્રવેશ કરે. શિખા સ્વાભાવે એવી કે કોલેજના છોકરાઓ સાથે ખપ પુરતું બોલે. એટલે પ્રેમ લગ્ન નો સવાલ પેદાજ ન થયો. માતા પિતાએ સુખી ઘર જોઈને પરણાવી.

પરણતા પહેલાં છોકરો હોય યા છોકરી ખૂબ અલગ જણાય. હકિકત ત્યારે પર્દાફાશ કરે જ્યારે સાથે રહેવાનો સમય આવે. સાગરનું પણ તેવું જ થયું. ખૂબ તુંડ મિજાજી હતો. માતા પિતાએ બે બહેનોના ભાઈને બરાબર ‘ફટવ્યો’ હતો. બહેનો એ તો જન્મ ધર્યો ત્યારથી જોયો હતો. સહુથી નાનો હતો ઘરમાં. વળી હતો કુળદીપક! હવે આ દીપક જલે તો અજવાળું ફેલાવે ને?

પૈસાપાત્રનો નબીરો શિખા જેવી સુંદર, ગુણિયલ પત્નીને લાવ્યો. તેનું પોત પ્રકાશતા વાર ન લાગી. સિતાએ અગ્નિપરિક્ષા આપી પોતાની પવિત્રતા પુરવાર કરી હતી, માત્ર એકવાર. શિખાને તો રોજની થઈ ગઈ. સાગર કોઈ પણ ભોગે સમજવા તૈયાર ન હતો. શિખાનું રૂપ તેનું આકર્ષણનું મધ્યબિંદુ હતું, માત્ર ગરજ ટાણે. બાકી ભાઈ હતા કૂતરાની પૂંછડી જેવા. વળી શિખા પર શંકા કરે તે નફામાં.

શિખા સુંદર વર્તનને કારણે કુટુંબમાં સનમાન પૂર્વકનું સ્થાન પ્રાપ્ત કરી શકી હતી. તેના હોઠ ઉપર સ્મિત સદા વિલસતું જણાય. તેણે ઘણા પ્તયત્નો કર્યા સાગરની મનઃસ્થિતિનું કારણ શોધવાનો. એક તો નાનો હતો ઘરમાં. બીજું ખૂબ લાડમાં તેનો ઉછેર થયો હતો. તેનો બોલ ઉથાપવાની કોઈનમાં તાકાત ન હતી. ટુંકમાં કોઈ પણ જાતની શિક્ષા કે સભ્યાતાનો સદંતર અભાવ! બહેનો પરણીને સાસરે ગઈ હતી. સાગર માતા, પિતા અને બહેનો સામે સભ્યતા દાખવતો.

તેના તુંડ મિજાજ અને આછકલાપણાનો અહેસાસ બારણું બંધ થાય ત્યારે પ્રકાશમાં આવતા. કુળદીપક પ્રગટે તો ઉજાસ રેલાવે ને? શિખા સ્મિત દ્વારા પ્રતિકાર કરતી, જેને કારણે તે ખૂબ ઉશ્કેરાતો. શિખાએ પોતાની જાત સાગરને અર્પણ કરી હતી. સામેથી કોઈ ચિન્હ જણાતા ન હતાં. નિરાશ થાય તે શિખા નહી. માનસ શાસ્ત્ર લઈને એમ.એ. કર્યું હતું. નિરાશાને નજીક ઢુંકવા દેતી ન હતી. કઈ માટીમાંથી શિખા બની હતી !

શિખાએ પોતાના બાળપણના મિત્ર વિકાસનો આશ્રય લીધો. પોતાના દિલની વાત જણાવી. વિકાસ અને શિખા બચપનના ગાઢ મિત્ર હતા. પરણવાનું તેમને જરા પણ જરૂરી લાગ્યું ન હતું. બાળપણમાં ભણતા સાથે ગમ્મત કરતા અને કોલેજમાં પણ સાથે ભણ્યા. વિકાસને વિમી સાથે પ્રેમ થયો. ખુલ્લા દિલે વિકાસે વિમીને જણાવ્યું ,”હું અને શિખા મિત્રો છીએ”. જરા પણ ગેર સમજ કરતી નહી. વિમી, વિકાસને ઓળખી ગઈ હતી. તેને શિખા સાથે મૈત્રી કબૂલ હતી.

સાગરને ઈર્ષ્યા કરાવવા, જ્યારે સાગર બપોરે ઘરે જમવા આવે ત્યારે કોઈ ને કોઈ બહાને ગેરહાજર હોય. સાગરને ગમતું નહી, પણ જાણતો હતો શિખાને તે રાતના હેરાન કરે છે તો શિખા બોલ્યા ચાલ્યા વગર દિવસે તેને અવગણે છે. જેને કારણે સાગર છંછેડાતો પણ સામેથી પ્રતિકાર ન મળતાં થોડીવારમાં નરમ ઘેંસ જેવો થઈ જતો.

એ પળનો શિખા લાભ ઉઠાવતી. સાગરને તે પળે કરગરવું પડે તેવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો. શિખા તેની પાસે ભૂલ કબૂલ કરાવતી અને પછી બન્ને પતિ પત્ની એક બીજામાં ગુંથાઇ જતા. સાગર જરા નરમ પડવા માંડ્યો હતો. હજુ પણ કૂતરાની પૂંછડી જેવો સ્વભાવ છોડતો નહી. શિખાએ વિકાસને ઘરે બોલાવવાનું ચાલુ કર્યું. રાતના સમયે વિકાસને ઘરે જવાની કોઈ ઉતાવળ જણાતી નહી. તેની પત્ની વિમી બીજી પાળીમાં નોકરી કરતી હોવાથી રાતના ૧૧ વાગે ઘરે આવતી. વિકાસને તો શિખાની માદ કરવી હતી.

સાગર ઘણીવાર છંછડાતો પણ બોલી શકતો નહી! આજે સાગરની કમાન છટકી. રોજ રોજ જો પરાયો મર્દ કોઈના ઘરે પણ આવે તે ઘરનાને તો ન જ ગમે પણ પતિ, તેનો તો ગુસ્સો સાતમે આસમાને જાય. દસેક દિવસ તો સાગરે વિકાસની અવગણના કરી. તેના ગયા પછી શિખા પર તડૂક્યો.

‘આ વિકાસ તાર સગલો છે?”

“કેમ તને એવું લાગ્યું?"

“રાત પડે અંહી શું કરે છે?"

“સાગર તું જાણે છે, વિકાસ અને હું બાળપણના મિત્રો છીએ”.

"હં, તો અહી શું છે, મારી ઘરે?"

” અરે, તેને એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. જેમ સ્ત્રી મિત્રની મનોભાવના વ્યક્ત કરવાની છે”.

"તો કેમ એની બૈરી નથી?"

“બૈરી મિત્ર કહેવાય?"

હવે સાગરને મનમાં વિજળી ઝબૂકી, “બૈરી મિત્ર કહેવાય?"

તીર નિશાના પર લાગ્યું હતું. સાગર જમવાનું જેમ તેમ પુરું કરી પોતાના રૂમમાં આવ્યો. વિકાસ અને શિખા હજુ વાતચીત દ્વારા પ્રોજેક્ટની ચર્ચા વિચાણા કરી રહ્યા હતા. વિમીનો ઘરે આવવાનો સમય નજીક હતો. વિકાસ રાતની પાળીને કારણે કાયમ તેને લેવા જતો.

જતા, જતા શિખાને કહેવાનું ન ચૂક્યો, 'આજે સાગરને સંભાળી લે જે”.

શિખા સાગરના મનોભાવ વાંચવામાં સફળ નિવડી હતી.

વિકાસ નિકળી ગયો. વિમીને ગાડીમાં વાત કરી રહ્યો હતો. જો આજે કદાચ સાગરનું હ્રદય પરિવર્તન થાય તો નવાઈ નહી.

‘કેમ એવું શેના પરથી લાગ્યું?'

શિખા એક વાક્ય બોલી, તે સાગરને ઝણઝણાવી ગયું.

‘કયું?'

“શું પત્ની મિત્ર કહેવાય?"

સાચે જ શિખા જેવી બેડરૂમમાં પહોંચી ત્યારે શબ્દને અવકાશ જ ન રહ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Drama