Meenaz Vasaya. "મૌસમી"

Drama

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama

આરાધ્યા

આરાધ્યા

2 mins
188


અષાઢી મેઘ ઝરમર ઝરમર વરસતો હતો. ધરતીના ચહેરા પર અનોખી રંગત હતી. ચહેરા પર પ્રિયતમના મિલન પછી જે ચળકાટ કોઈ વિરહિણીનાં ચહેરા પર હોય એવી અજબ રોનક હતી. કોઈ મુગ્ધાની જેમ મલપતી ચાલે ચાલતી હતી. જાણે ધરતી એ લીલું ઓઢણું ઓઢ્યું હોય એવું લાગતું હતું ચારેબાજુ હરિયાળી છવાઈ હતી. ધરતી પર ખુશનુમા વાતાવરણ હતું.

વૃક્ષો આપસમાં વાતો કરી રહ્યા હતા. ફૂલો ગુફ્તગુ કરી રહ્યા હતા. વર્ષારાણીના આગમને આ બાગ પણ બેતાબ હતો. તેના ચહેરા પર મુસ્કાન હતી.

આવા ખૂબસૂરત વાતાવરણમાં પણ ગાયનેકનાં કલીનિકમાં બેસેલી આરાધ્યા અસમંજસમાં હતી. ખૂબ ટેન્શન માં હતી. શું રિપોર્ટ આવશે પ્રેગ્નન્સીપ્રેગ્નન્સીઝવણમાં હતી.

લગ્નના દસ વર્ષ પછી પણ આરાધ્યાને કોઈ સંતાન નહોતું,સંતાન માટે તડપતી રહેતી. નાના બાળક ને જોતી ને ઉદાસ બની જતી. અભિ ખૂબ સારો હતો. અને આરાધ્યાનો ખુબ ખ્યાલ રાખતો હતો. હથેળીમાં રાખતો હતો. પાણી માગે ત્યાં દૂધ હાજર કરતો હતો. ઘરમાં નોકર ચાકર હતા. કોઈ વાતની કમી નહોતી. બસ એક શેર માટીની ખોટ હતી. હંમેશા આરાધ્ય ઉદાસ રહેતી. કોઈ પણ ખુશી એને ખુશી કરી શકતી નહોતી. આરાધ્યા ને પ્રેગ્નન્સી તો રહેતી હતી. પણ બે મહિના થાય એટલે બાળકનો વિકાસ ઓછો થતો અને મિસ કેરેજ થઈ જતું હતું. પણ આ વખતે ત્રણ મહિના પસાર થઈ ગયા હતા. અને ડોકટરની ક્લિનિક માં સોનોગ્રાફી માટે આવી હતી.

સોનોગ્રાફી થતાં જ ડોકટર અવિનાશ આરાધ્યાને મુબારકબાદ પાઠવે છે,અને કહે છે ,"તમારું બાળક ખૂબ તંદુરસ્ત છે. અને વિકાસ પણ ખૂબ સારો છે. "આરાધ્યા તો ખુશીની મારી રડવા લાગી. ઈશ્વરના શુકરાંના અદા કર્યા કે,આટલા વરસ પછી એની સૂની ગોદ ભરાશે,બાળકની કિલકારીઓથી એનું આંગણ ગુંજશે !

પોતે એક સંપૂર્ણ સ્ત્રી બનશે,બાળકને ખૂબ પ્રેમ કરશે,બાળકને ખૂબ ભણાવી ગણાવી મોટો માણસ બનાવશે કઈ કેટલાય સપનાઓ એને હૈયાની સંદુકમાં ભરી લીધા ખૂબ ખુશ હતી જાણે કોઈ અલાઉદ્દીનનો જાદુઈ ચિરાગ મળી ગયો હોય એમ જાણે ઈશ્વરે એક સામટી ખુશીઓ એની જોલીમાં નાખી દીધી હતી. એના ચહેરા પરથી ઉદાસી ગાયબ થઈ,ચહેરા પર ખુશીની આભા પ્રસરાઈ ગઈ.

બસ આ ખુશીની સેલિબ્રેશન કરવા આરાધ્યા અને અભિ લોંગ ડ્રાઇવ પર જાય છે. અને ટેપ રેકોર્ડર પર ગીત વાગી રહ્યું હતું. જીવન કી બગિયા મહેકેગી ચહેકેગી ખુશીઓ કી કલિયા

ઝુમેગી"

બહાર વર્ષા રીમઝીમ વરસી રહી હતી. આરાધ્યાની હૈયાની ધરતી પર ખુશીઓની વર્ષા થઈ રહી હતી. જાણે વરસો પછી ખુશી એના દ્વાર પર દસ્તક લગાવી રહી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama