Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3.8  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

આમિરનું હૃદય પરિવર્તન

આમિરનું હૃદય પરિવર્તન

3 mins
154


સમી સાંજ થવા આવી છે. સંધ્યા પૂરબહારમાં ખીલી છે. જાણે કોઈ નવોઢા પોતાના પ્રિયતમના આગોશમાં સમાઈ એમ સૂર્ય આકાશની બાહોમાં સમાયો છે. ધરતી કેસરી કલરના રંગોમાં રંગાઈ હોય એવું લાગે છે. જાણે ક્ષિતિજે આકાશ અને ધરાનું મિલન જાણે ધરતીના ચહેરા પર નવું લાવણ્ય બક્ષે છે જાણે આ આકાશ ધરતીને ચુંબન કરતું હોય એવું લાગે છે. આ શરમાઈને ધરતી કોઈ મુગ્ધા જેવી કેસરી વસ્ત્રોમાં સજ્જ યુવતી જેવી લાગે છે. જાણે એને પ્રિયતમને મળવા ઉતાવળે પગલે જઈ રહી છે.

મંદિરમાં ક્યાંક ઝાલર તો ક્યાંક શંખનાદ થઈ રહ્યો છે. ખેડૂતો પોતાના બળદ ગાડાને લઈ ઘર તરફ જઈ રહ્યા છે. બાળકોનું ઝૂંડ બગીચામાં મજાક મસ્તી કરી રહ્યું છે કોઈ ભમરો ફૂલને પ્રપોઝ કરી રહ્યો છે. તો ક્યાંક પંખીઓ સૂરમાં જાણે સરગમનાં સાત સૂરોમાં ગાઈ રહ્યા છે. કોઈ બાળકો લસરપટ્ટી તો કોઈ રાઇડ્ઝની મજા માણી રહ્યા છે. કોઈ યુવાન પોતાની માશુકાના હાથમાં હાથ નાંખી, ભવિષ્યના સોનેરી શમણાં સજાવી રહ્યો છે, વયસ્ક લોકો પોતાના ભૂતકાળની સોનેરી ક્ષણોને વાગોળી રહ્યા છે. કોઈ લેડીઝનું મંડળ શાયદ ફિલ્ડ ટ્રીપ પર નીકળ્યું હોય એમ ગ્રુપમાં ફોટા પડાવી રહ્યું છે. ફેરિયા લોકો ખાવા પીવાની વસ્તુઓ વેચી રહ્યા છે. સૌ પોતાના કાર્યમાં મગન છે.

આમિર પણ બગીચાના બાંકડે બેસી ભૂતકાળ વાગોળી રહ્યો છે. કેવા સુંદર અને સોનેરી દિવસો હતા. આરશી જેવી સુંદર દેખાવડી અને સમજુ પત્ની હતી. જેની સાથે એને પ્રેમલગ્ન કર્યા હતા. ખૂબ સુંદર એનો ઘર સંસાર હતો. સંસારની વાડીમાં, અર્શ અને અમી નામના બે ફૂલો ખીલ્યા હતા. આમિર એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતો હતો. પગારધોરણ ખૂબ સારું હતું. ઘરનું ઘર અને ઘરમાં ખૂબ સારી ફેસિલીટી હતી. બંને બાળકો પણ ખૂબ ડાહ્યા હતા. ઑફિસેથી આમિર આવતો ત્યારે આરશી હસીને પાણીનો ગ્લાસ ધરતી, બંને ખૂબ વાતો કરતા. સાંજે જમીને રોજ દરિયા કિનારે લટાર મારવા જતા. સમય તો પાણીનાં રેલાની માફક ચાલ્યો જાય છે. બંને બાળકો ખૂબ મોટા થઈ જાય છે. અને માસ્ટર માટે અમેરિકા જાય છે. આમ ખૂબ સરસ બંનેનું જીવન હતું. કુદરતનો ખૂબ ખૂબ આભાર માનતી હતી આરશી.

આમીરની કંપનીમાં આમિર મેનેજર બને છે અને ખૂબ પ્રગતિ કરે છે. નવા નવા લોકો સાથે સંપર્કમાં આવે છે. તેની કંપનીમાં અવની નામની એક નવી યુવતી જે આમિરની સેક્રેટરીના ઈન્ટરવ્યુ માટે આવે છે. અને આમિર તો એનું અદભૂત રૂપ જોઈ પાગલ થઈ જાય છે. અને એને અપોઇન્મેન્ટ આપી દે છે. ધીરે ધીરે એના માટે લગાવ થઈ જાય છે. ક્યારેક મોલમાં ક્યારેક દરિયા કિનારે તો ક્યારેક વિદેશની ટુરમાં બંને સાથે જાય છે. ઘર તરફ સાવ બેફિકર થઈ જાય છે. આરશી માટે એને કોઈ લાગણી રહેતી નથી.

આરશીને જ્યારે ખબર પડે છે ત્યારે ખૂબ મોટો ઝગડો થાય છે આરસી ખૂબ સમજાવે છે. પણ એનામાં કોઈ ફરક પડતો નથી હવેતો એ ડ્રીંક કરીને ઘરે આવતો હતો. મિત્રો સાથે જુગાર પણ રમતો હતો. સાવ બેફિકર બની ગયો હતો રોજ ઝગડાઓ થતાં પણ બાળકો પરેશાન ના થાય એ માટે આરશી ચૂપ રહેતી, પણ હવે આમિર અવની સાથે લગ્ન કરવા માગતો હોય છે. અવની એક શરત રાખે છે. ઘર અને ઓફિસ અવનીનાં નામે કરે તો જ તે એની સાથે લગ્ન કરશે. અને રૂપના મોહમાં જકડાયેલો આમિર વગર વિચાર્યે બધું અવનીને નામ કરી દે છે.

આરશીને ખૂબ આઘાત લાગે છે અને પોતે પોતાનું ઘર અને બધું છોડી બાળકો પાસે અમેરિકા ચાલી જાય છે. અહીં થોડા મહિના તો બરાબર ચાલ્યું પછી અવનીએ પોત પ્રકાશ્યું અને આમિરને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે પોતાના પ્રેમી એવા અવિનાશને પોતાના ઘરમાં લઈ આવે છે. આમિર હવે ઘરબાર વગરનો થઈ ગયો. એના તો પગ નીચેથી ધરતી સરકી ગઈ. આરશી અને બાળકોનો એ ગુનેગાર હતો. એ ભૂતકાળની યાદોમાં સરકી ગયો. કેવો ખૂબ સુંદર સ્વર્ગ જેવો સંસાર હતો. પોતે જ પોતાના પગ પર કુહાડો માર્યો હતો. પસ્તાવાના આંસુ એના આંખમાંથી ટપકી રહ્યા હતા.

બગીચામાં એકબીજા સાથે લડતા કપલ ને પોતાની વાત કહે છે અને એકબીજા સાથે ના લડવા અને જે પાસે છે એ ખૂબ કિંમતી છે. પછી એ હાથમાંથી સરકી જશે તો પસ્તાવા સિવાય કંઈ નહિ મળે. એ વાત સમજાવી તૂટેલા હૈયે યાદોનો અઢળક ખજાનો લઈ ઘર તરફ પ્રયાણ કરે છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy