Pravina Kadakia

Drama


3  

Pravina Kadakia

Drama


આખરે મહોર મારી

આખરે મહોર મારી

4 mins 761 4 mins 761

અત્યાર સુધી લગભગ પંદર જણાએ શિખાને ના સંભળાવી હતી. ખરું પૂછો તો શિખા તેમને ના પાડતી હતી. આ તો પુરૂષનું અહં સંતોષાય એટલે છોકરાવાળા કહેતા, ‘અમને શિખા પસંદ નથી’. શિખાના મમ્મી અને પપ્પા વિચાર કરે, આ છોકરી એવું તો શું કરે છે અને પછી કહે છે, મુરતિયા એને હા જ નથી પાડતાં. શિખામાં કોઈ વાતની કમી ન હતી. ભણેલી, ગણેલી, સુંદર અને ગુણિયલ.


શિખાને જોવા આવનાર હમેશા પૂછતાં, ‘લગ્ન પછી નોકરી કરશો ને ?’

શિખા એવા નંગને નકારતી. તેઓના વિચિત્ર સવાલ સાંભળી ,શિખા ઠંડુ પાણી રેડતી. ૨૧મી સદીમાં સવાલ સાવ મામૂલી. એવી વ્યક્તિનું સવારના પહોરમાં રોજ મ્હોં જોવાનું ! સાથે જીંદગી કાઢવાની ? શિખાને તરસ આવતી.


શિખા વખતે બનતું ઉંધું. મુરતિયા શિખાને પરણવા તૈયાર હતા. શિખાને કોઈ જચતો નહી. શિખાને એવું તે શું જોઈતું હતું કે કોઈ તેની આંખમાં વસતો નહી? શિખા ન પૈસાની ભૂખી હતી, ન ખૂબ સુંદર દેખાવની. તેને મનમાન્યો કેવો જોઈતો હતો ? જો તેને પૂછીશું તો તે પણ ઉત્તર નહી આપી શકે ! પરણવું એ તેને મન ઢીંગલા અને ઢીંગલીનો ખેલ ન હતો. મનને ભાવન જોઈએ. દિલને સમજનાર જોઈએ. ‘આછકલાઈ’, શબ્દ તેના શબ્દકોષમાં ન હતો.


શિખા આધુનિક, ૨૧મી સદીની છોકરી હતી તેમાં ના નહી. તેને પોતાને પણ સ્વપના હતા જે સાકાર કરવામાં રસ હતો. પોતે પાણીદાર હતી. સામે કોઈ રેંજી પેંજી મળે તે તેને મંજૂર ન હતું. જો કે તો “પ્રિન્સ ચાર્મિંગ’ નહોતી ચાહતી, કિંતુ જેનામાં પોતાની જાત પ્રત્યે ખુમારી હોય તેવું જરૂર તેને ગમતું.

આજકાલના છોકરાઓ માતા અને પિતાના પૈસે ચમન કરતા હોય અને ભવિષ્યના કોઈ ગગનચુંબી મિનારા ન બાંધ્યા હોય એવા જોડે પરણીને શું કાંદો કાઢવો ? માતા અને પિતા પૈસા પાત્ર હોય તેની સામે જરા પણ વાંધો ન હોઈ શકે. કિંતુ પરણનાર વ્યક્તિમાં ગૌરવ મુખ પર ન ટપકતું હોય એવો મુરતિયો તે કઈ રીતે પસંદ કરી શકે? માતા અને પિતા આ વાતથી માહિતગાર હતા. તેમણે શિખાને સુંદર સંસ્કાર આપીને ઉછેરી હતી.


તેથી તો પિતા સૌમિલ હંમેશ વિચારતા, ‘જે મારી દીકરી શિખાને પરણશે એ ખાટી જશે !

પછી ખડખડાટ હસી પોતાને જ સંભળાવતો, ‘પણ ક્યારે’?

જો કે તેમને ઉતાવળ જરા પણ ન હતી. ગમે તેને પરણીને પેટ ભરી પસ્તાવું તેના કરતા યોગ્ય સાથીની પસંદગી જારી રાખવી તે હિતાવહ હતું.

સૌમિલને એક વિચાર આવ્યો, તેણે સુહાનીને પણ ન કહ્યું. આ વખતે શિખાને જોવા માટે સોમ આવ્યો હતો. અમેરિકાનો મુરતિયો. એક વખત પરણી ચુક્યો હતો. સોના નામની છોકરી સાથે તેના લગ્ન થઈ ચૂક્યા હતાં. સોના પરણી સોમને, પણ જૂના પ્રેમીને ભૂલી ન હતી. લગ્ન પછી બે મહિનામાં સોમને સાફ કરીને ભારત આવી ગઈ. સાદી અને સરળ ભાષામાં કહીએ તો સોના, સોમને છેતરી ગઈ. ચકમો આપીને ,પૈસા તફડાવીને ભારત ભેગી થઈ ગઈ.


આજકાલની છોકરીઓને કમ ન સમજતાં, એવા દાવપેચ ખેલી જાણે છે કે ભલભલાને ભૂ પાઈ દે. એમાં તેમના માતા અને પિતાની સહમતી હોઈ પણ શકે. દીકરીના પ્રેમમાં તેમની નજર સત્યને પિછાણી શકતી નથી. અથવા તો તેઓ આંખ આડા કાન કરે છે,

અમેરિકામાં સોનાએ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. ભારતમાં આરામથી બેંગ્લોર જઈ પ્રેમી સાથે લગ્ન કરી જીવી રહી હતી. સોમને હવે સોનામાં જરા પણ દિલચશ્પી રહી ન હતી. પોતે છેતરાયો એ ગમ તેને સાલ્યો. ન તેણે સોનાની તપાસ કરી ન દાગીના પાછા માગ્યા.


શિખા અને સોમ ઘરમાં જ મળ્યા. શિખાએ બહાર રેસ્ટોરન્ટમાં જવાની ના પાડી. શિખાને ખબર હતી. સોમના લગ્ન એક વાર થઈ ચૂક્યા હતાં. તેને થયું છોકરીઓ આવું પણ કરી શકે છે ? સોમ ખૂબ સોહામણો હતો. શિખા માની ન શકી આવું તેની જીંદગીમાં બની ચુક્યું છે. એટલે તો તે સોમને મળવા તૈયાર થઈ.


સોમ અને શિખા મળ્યા. સૌમિલે રૂમમાં કેમેરા મૂક્યો હતો. બન્ને વચ્ચેની વાતચીત અને બધું રેકોર્ડિંગ થઈ ગયું.

શિખાને સોમમાં રસ પડ્યો હતો. લગભગ બે કલાક વાત ચાલી હશે. જે શિખાને જોઈતું હતું, તે સાફ તેને સોમમાં જણાયું.

છૂટા પડવાને સમયે શિખાએ કહ્યું, ‘હું ભલે ભણેલી છું. અહી ભારતમાં નોકરી કરું છું, મારા શોખને કાજે. અમેરિકા આવીને નોકરી નહી કરું. એક મિનિટ સોમ વિચારમાં પડ્યો. પોતે ડોક્ટર હતો. પત્ની કમાય કે નહી તેને કોઈ પરવા ન હતી.

સોમે અટ્ટાહાસ્ય કર્યું , તેને શિખાની નિખાલસતા સ્પર્શી ગઈ.’અરે આવી જ પત્ની મને જોઈતી હતી’!

સૌમિલને વિડિયો કેમેરાનો ખર્ચો માથે પડ્યો. શિખા અને સોમ પરણીને સ્વિટ્ઝર્લેંડ થઈને. અમેરિકા જવા ઉપડી ગયા.
Rate this content
Log in