Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Pravina Kadakia

Inspirational


3  

Pravina Kadakia

Inspirational


ગર્વીલો

ગર્વીલો

4 mins 454 4 mins 454

સમર્થ છ મહિના પછી ઘર ભેગો થઈ રહ્યો હતો. શું તેની પ્રતિભા હતી. તેની હિંમતના કરીએ તેટલાં વખાણ ઓછા હતાં. મોઢા પરથી સ્મિત રિસાઈ ગયું હતું. ઘરે જવાનો ઉમળકો અદ્રૂશ્ય હતો. જો કે ઘર ભેગાં થવાનું હોય ત્યારે કયા વીર સૈનિકના દિલમાં ઉમળકો ન હોય ?

પરિસ્થિતિ વિપરિત હોવાને કારણે ઉમંગ હોવા છતાં છલકાતો જણાતો ન હતો. તે મનમાં જાણતો હતો કે ભલેને હાલત ગમે તેટલી ખરાબ કેમ ન હોય, તેનું ઉમળકા ભેર સ્વાગત નક્કી હતું. પણ આ શું, તેના દિલને કોણ સમજાવે. સાથે ન હતી વહાલસોયી માતા કે આછીઆછી થઈ જતી પ્રેમાળ પત્ની. એવું તો શું હતું કે સમર્થ શ્રદ્ધા ગુમાવીને નિરાશ વદને બેઠો હતો. શાલ ઓઢી હતી એટલે તેની હાલતનો ચિતાર પામવો મુશ્કેલ હતો.


પ્લેનમાં બેઠો હતો. એર હોસ્ટેસે પાણી કે થમ્સઅપ વિષે પૂછ્યું, તો આદર સહિત ના પાડી. તેની બાજુમાં બારી પાસે એક દસેક વર્ષની બાળા બેઠી હતી. તેને આશ્ચર્ય હતું કે આ માણસ કેમ શાલ ઓઢીને બેઠો છે. એને તો જરા પણ ઠંડી લાગતી ન હતી.

નિર્દોષતા પૂર્વક બોલી, ’અંકલ તમને ઠંડી લાગે છે ?"

સમર્થે હસીને જવાબ આપ્યો કે, ‘ના’.

બાળા હસી પડી, ’તો પછી શાલ કેમ ઓઢી છે ?.

સમર્થે હસીને જવાબ આપ્યો, ‘હું જાદુગર છું’.

બાળા ખડખડાટ હસી પડી. આવો સરસ જવાબ સાંભળીને તેની કૂતુહલતા શમી ગઈ. પોતાની પાસે હતી એ રમત રમવામાં તલ્લીન થઈ ગઈ.


એટલામાં સમર્થની બાજુમાં એક સુંદર યુવતી આવીને બેઠી. તેના મુખ પર ગર્વ છલકાઈ રહ્યો હતો. તેનો વેશ કહી આપતો હતો કે તે આધુનિક વિચાર ધરાવનારી પૈસાપાત્ર યુવતી હતી. તો પછી પ્લેનમાં, ’બિઝનેસ ક્લાસમાં‘ કેમ ન બેઠી ?

કારણ વ્યાજબી હતું. છેલ્લી ઘડીએ ટિકિટ લીધી હતી તેથી ટિકિટ ન મળી.


સમર્થે જબરદસ્તીથી મુખ પર હાસ્ય ફરકાવ્યું. આવી સુંદર નારી જોઈ ઘણા વખતે અને તે પણ ત્રણ કલાક સુધી બાજુમાં બેસશે એટલે તેના મુખ પર જરા ચમક આવી. પણ પેલી ઘમંડી અને ઉદ્ધત જણાતીએ પ્રતિભાવ ન આપ્યો.


જો કે કોલેજકાળ દરમ્યાન સમર્થ ઉપર કોલેજની બધી છોકરીઓ મરતી હતી. જેના જીવનમાં કોઈ ધ્યેય હોય એવો સમર્થ કોઈ પણ યુવતિને બહુ ભાવ ન આપતો. અંતે તેનું મન જ્યારે માનુનીએ જીત્યું ત્યારે પોતાના દિલની વાત કરી. માનુએ કહ્યું, ’તારી જે મરજી હોય તે પૂરી કરવાની તને છૂટ છે’. એક શરત મારી પણ છે. સમર્થે તે શરત સ્વિકારી. માનુ સાથે લગ્ન બંધનમાં બંધાયો જતાં પહેલાં તેને એક બાળકની માતા બનવા માટે ભાગ્યશાળી બનાવી.


‘બસ, હવે અમે તારી કાગડોળે રાહ જોઈશું’.

‘તું નિશ્ચિંત રહેજે’. માનુના વિદાયવેળાના શબ્દો સમર્થને અંતરે કોતરાઈ ગયા હતા. સમર્થને ખૂબ હર્ષ થયો કે તેની સઘળી મનોકામના પૂરી થશે. દિવા સ્વપનામાંથી સમર્થ હકિકતની હરિયાળીમાં પછડાયો. ઘર તરફ વિમાન જઈ રહ્યું હતું, પણ સમર્થના મુખ પર આનંદ કેમ નથી ?


ત્યાં તો બાજુમાં બેઠેલી પેલી રૂપાળી યુવાન ઢિંગલી એર હોસ્ટેસ સાથે રકઝક કરી રહી હોય તેમ લાગ્યું. નાની બાળા તો આભી બનીને જોઈ રહી હતી. તેને ખબર ન પડી કે કેમ આ બાઈ આવી રીતે વર્તે છે. એર હોસ્ટેસે તે સુંદર યુવતીને શાંતિથી સમજાવ્યું કે, ’પ્લેનમાં કોઈ જગ્યા નથી. તમારે શા માટે જગ્યા બદલવી છે’ ?


પેલી યુવતી અભિમાનમાં ચકચૂર હતી.

“ત્રણ કલાક હું આવી વ્યક્તિની બાજુમાં નહી બેસી શકું ‘.

‘કેમ શું વાંધો છે ?’

‘મને લાગે છે કે આ વ્યક્તિને બે હાથ નથી’.

હવે સમર્થ ચમક્યો, ’અરે આ તો મારી બાજુમાં બેસવાની પણ ના પાડે છે.'


તેના નિરાશ વદન પર અપમાનની સુરખી પ્રસરી ગઈ. તેને મનમાં વિચાર આવ્યો. ‘ભારતમાતાની રક્ષા કાજે હું છ મહિનાથી ઝઝૂમી રહ્યો હતો. જો કે અત્યારે તેના બદન પર જવાનના કપડા ન હતાં. આખરે તેનું દિલ એક સૈનિકનું હતુ. તે લશ્કરમાં કેપ્ટનનો દરજ્જો સંભાળતો હતો. આ તો પોતાના ટ્રુપના સૈનિકોની જાન બચાવતાં બે હાથ ગુમાવવાનો સમય આવી પહોંચ્યો હતો. એક હાથ પૂરો અને બીજો પંજાની નીચેનો ગુમાવ્યો હતો. ”


સમર્થને મનમાં થયું, શું આવી મારી ભારતની પ્રજા છે !' જેમના જીવની રક્ષા માટે મેં ભોગ આપ્યો. મારા કિમતી હાથનું બલિદાન આપ્યું’. તે મનમાં ધુંધવાઈને બેસી રહ્યો. એક પણ શબ્દ બોલવું નહી તેવો પાક્કો નિર્ધાર કર્યો. આખરે હતો તો ભારતમાતાનો સપુત ! અભિમાની દેશની રક્ષા કરતો જવાન ! સમર્થને આ યુવતિની દયા આવી. જેને માત્ર પોતાના રૂપ ઉપર અભિમાન હતું. કદાચ પૈસા થોડા વધારે હશે પણ, “કાંઈ પૈસાના ફાકા મરાય” !


પેલી યુવતીની રકઝક વધી ગઈ. તેના અવાજમાંથી હવે તિરસ્કારની બદબૂ આવી રહી હતી. એર હોસ્ટેસથી મામલો થાળે ન પડ્યો તે જઈને કેપ્ટનને બોલાવી લાવી. કેપ્ટન પાંચ મિનિટ પછી આવ્યો. બધી વાત શાંતિથી સાંભળી. એને ખબર હતી. યુવતીની બાજુમાં બેઠેલી વ્યક્તિ કોણ હતી ? જો કે ખબર ન હોત તો પણ પોતાની ફરજ બરાબર તે જાણતો હતો.

એણે પેલી યુવતીને સમજાવીને કહ્યું ,’ મને જોવા દો હું શું કરી શકું. ‘


લગભગ પંદરેક મિનિટ પછી એર હોસ્ટેસ આવી, યુવતીને થયું મારી સીટ અપગ્રેડ કરવાના સમાચાર લાવી છે કે શુ ? એણે પોતાની પર્સ હાથમાં પકડી ઉઠવાની તૈયારી કરવા માંડી. મોઢા પર લિપ્સ્ટિક લગાવી. મુખ પર વિજેતાનું હાસ્ય ફરકી રહ્યું. સમર્થ તરફ એવી નજર ફેંકી જાણે તે કોઈ અછૂત ન હોય.


એર હોસ્ટેસે તે યુવતી તરફ એક ઉડતી નજર નાખી અને સમર્થ સાથે વાતોએ વળગી. એર હોસ્ટેસ, સમર્થ સાથે ખૂબ ઈજ્જતથી વાત કરી રહી હતી.

‘સર આપ ચલો, તમને અમે ફર્સ્ટ ક્લાસમાં જગ્યા કરી આપી છે”. એર હોસ્ટેસના મુખેથી સરી રહેલા શબ્દો પેલી અભિમાની યુવતીએ બરાબર સાંભળ્યા.

”આપકા સામાન મૈં ઉઠા લુંગી. કેપ્ટનને આપકો ફર્સ્ટ ક્લાસમેં બેઠને કા અનુગ્રહ કિયા હૈ’.

સમર્થ શાંતિથી ઉભો થયો અને એર હોસ્ટેસના જણાવ્યા પ્રમાણે નવી જગ્યા પર બેસવા જવા માટે રવાના થયો !


Rate this content
Log in

More gujarati story from Pravina Kadakia

Similar gujarati story from Inspirational