The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Pravina Kadakia

Others

3  

Pravina Kadakia

Others

વસાઈ ગયું

વસાઈ ગયું

4 mins
610


હજુ તો ભળુભાંખળું થયું હતું. રાત્રીનો એવ કાળ હતો જ્યારે સહુ પશુ, પક્ષી અને માનવ ઝંપી ગયા હતા. બે દિવસ પછી પૂનમ હતી ,એટલે ચંદ્રમા સોળે કળાએ નહિ પણ પંદર કળાએ ખિલેલો ગગનમાં ગર્વ પૂર્વક જણાઇ રહ્યો હતો. આમ જોઈએ તો વાતાવરણ ખૂબ શાંત અને નિર્મળ હતું.


આવા સમયે મારી ઉંઘ ઉડી ગઈ હતી. શ્રીકૃષ્ણ શરણં મમનું મનમાં રટણ ચાલુ હતું. ત્યાં અચાનક કૂતરાના ભસવાનો અવાજ સંભળાયો. લાગ્યું જરૂર કોઈ અજાણી વયક્તિ હશે. કારણ વગર અમારી ગલીના કૂતરા ભસતા નહી. જેને કારણે ગલીમાં સહુ શાંતિની નિંદ્રા માણી શકતા. અતિશયોક્તિ કરતી નથી પણ છેલ્લા પંદર વર્ષથી હું આ ગલીમાં રહું છું. કોઈના ઘરમાં ચોરી થઈ સાંભળ્યું નથી.


નાના બાળકો ગલીમાં રમતા હોય યારે સહુ પોતાની ગાડીની ગતિ ધીમી કરી નાખે. બાળકોને પણ કોઈ જાતનો ભય ન હતો. હવે આ કૂતરું ભસ્યુ એટલે મેં બારીની બહાર જોયું. અંધારાને કારણે વ્યક્તિ કોણ છે એ ખબર ન પડી. તેના બૂટનો ચમચમ તો કર્કશ અવાજ રાતની નિરવ શાંતિમાં ખલેલ પહોંચાડી રહ્યો હતો. જેવો તે ગલીના લાઈટના થાંભલા પાસે આવ્યો ત્યારે અલપ ઝલપ તેના મુખની રેખા દેખાઈ. તેના ફાટેલા કપડાં તેની બે હાલીની ચાડી ખાઈ રહ્યા હતા. મન માનવા તૈયાર ન હતું કે ખરેખર આ એ જ વ્યક્તિ છે. ફરી પાછો તે બીજા થાંભલાની નજીકથી ચાલી રહેલો દેખાયો. હવે થોડો નજીક હતો એટલે બરાબર દેખાયો.

અરે, હાં આ તો એ જ પેલા શશાંકભાઈ છે. જેમણે ત્રણ મહિના પહેલાં ઓફિસથી ઘરે આવવાને બદલે પટાવાળા સાથે ચીઠ્ઠી મોકલી હતી.


'સોનલ, મારી રાહ જોતી નહી. હું ઓફિસની માર્થા સાથે બાકીની જીંદગી ગુજારવા માગું છું' .

સોનલ તો હક્કા બક્કા થઈ ગઈ હતી. તેને વિશ્વાસ ન બેઠો. પણ સાંજની રાત થઈ. શશાંક ઘરે ન આવ્યો. બીજા બે દિવસ થયા. બે બાળકો હતા. એક શાળાએ જતો હતો અને બીજાની તો હજુ ગયા મહિને વર્ષગાંઠ ઉજવી હતી. થોડા દિવસતો મોટાને સમજાવ્યો. 'પપ્પા, ઓફિસના કામે ગયા છે'. પણ આવું જૂઠાણું કેટલા દિવસ ચાલે ? આખરે આજુબાજુવાળા સહુને ખબર પડી ગઈ.


સોનલ ખૂબ હોંશિયાર હતી. અઠવાડિયા પછી બેંકમાંથી અને ચાર્જકાર્ડ સઘળામાંથી શશાંકનું નામ કઢાવી લીધું. શશાંકને આવો ખ્યાલ આવ્યો ન હતો. એ તો માર્થા પાછળ દીવાનો થઈ ગયો હતો. શશાંકની નોકરી સારી હતી. સોનલ પણ પૈસાપાત્ર માતા અને પિતાની લાડલી હતી. બે નાના બાળકો હતા એટલે તેમને ઉછેરવામાં જીંદગીની મઝા માણી રહી હતી. પોતે એમ.બી.એ. ભણેલી હતી.


કોઈને પણ પોતાની જીંદગીમાં દખલ કરવા દેતી ન હતી. માત્ર માતા અને પિતા તેમજ શશાંકના માતા અને પિતાને વાત જણાવી. પડી ભાંગવાને બદલે સબળાનારી બની ગઈ. શશાંક અને સોનલના પ્રેમ લગ્ન હતા. માનવ જ્યારે સારા અને નરસાનું ભાન ગુમાવે છે ત્યારે ખોટો રસ્તો પકડે છે.


માર્થાને ખબર પડી શશાંકની બૈરી ખૂબ હોંશિયાર છે. તેણે પૈસાના બધા દરવાજા બંધ કરી દીધા હતા, એ લાલચુ સ્ત્રી હતી. શશાંકને ફસાવી તેની મિલકત પડાવવી હતી. હવે તેને શશાંકમાં બહુ રસ જણાયો નહી. જે પણ હતું તે સમેટીને શશાંકને છોડી એક રાતના ભાગી ગઈ.


તેના ગયા પછી શશાંક બે અઠવાડિએ આખરે ઘરભણી ડગ માંડી રહ્યો હતો. કૃત્ય ખોટું કર્યું હતું તેની જાણ થઈ ગઈ હતી. અજવાળામાં ઘરે આવવાની તાકાત હતી નહી. તેથી રાતની ગાડીમાં સ્ટેશને ઉતરી અડધી રાતે ઘરભણી આવી રહ્યો હતો.

મારી ઈંતજારી વધી રહી હતી. જો એ શશાંક હોય તો કયા ઘરનું બારણું ઠોકશે એની મને ખબર હતી. સોનલ બન્ને બાળકો સાથે ઝંપી ગઈ હતી. સોનલે ત્રણ મહિનામાં શશાંક વગર રહેવાની આદત પાડી દીધી હતી. તેણે ઘરમાં કાયમ એક બાઈ રાખી લીધી હતી. રાતના ઘરે જાય અને સવારે સાત વાગે આવી જાય. ઘરની નજીક એક નોકરી પણ મળી ગઈ હતી. ભલે પૈસા થોડા ઓછા મળતા પણ જીંદગીના ગુજારા માટે પૂરતા હતા.


ભર ઉંઘમાં સોનલ હતી. અચાનક ઘરના દરવાજાની ઘંટડી વાગી સફાળી ઉભી થઈ. ઘડિયાળમાં જોયું તો ચાર પણ નહોતા વાગ્યા. કિંતુ આ ડોરબેલ પરિચિત હતો. મધરાતે પણ આ બેલ સાંભળી તેનું હૈયું પળભર ધબકવાનું ભૂલી ગયું. ધીરેથી ઉભી થઈ. નાઈટ લેંપ હતો એટલે મોટી બત્તી ન જલાવી. ધીમેથી 'પીપ હોલ"માંથી જોયું.  સમજતાં વાર ન લાગી. બારણું ખોલ્યું અને 'વસાઈ ગયું ' !


Rate this content
Log in