આજની વાત
આજની વાત
આજે ઘરઘરમાં લાગું પડે છે,
આમ રંગલો કહે છે..
એ સાંભળજો સહુ સજ્જનો, સન્નારી,
તા... થયા... થયા... થઈ...
રંગલી... એ સંભળાવ રંગલા...
આજ ની વાત.
રંગલો... સમજું લોકો કરો રે વિચાર..
રંગલી... કરો રે વિચાર..
તા.. થયા... થયા.. થઈ...
રંગલો... એ.....
ભણવામાં ભણ્યો એટલું,..
ભણ્યો ચોપડી ચાર...
રંગલી... ભણ્યો ચોપડી ચાર...
રંગલો... સંસ્કૃતમાં સમજ નહીં ને,
ગુજરાતીમાં વ્યાકરણમાં કરે ભૂલો..
રંગલી.... કરે ભૂલો અઢાર...
રંગલો :- ઈંગ્લીશમાં બોલી બોલે ને બીજાને સમજે ગમાર...
તા .... થયા... થયા... થઈ...
રંગલી :- તા... થયા... થયા... થઈ...
રંગલો :- પોતાનું લખ્યું જ પરાણે વાંચતો,
વાંચે તો ય આમતેમ રે ભાઈ આમતેમ...
રંગલી :- આમતેમ રે ભાઈ આમતેમ...
રંગલો :- તોય પોતાને લાટ સાહેબ સમજે ને બીજાને સમજે ડફોળ રે ભાઈ...
રંગલી :- બીજાને સમજે ડફોળ...
તા થયા.... થયા... તા થઈ...
રંગલો :- આવું આવું ચાલે અહીં ડીડવાણુ... રે ભાઈ... ડીડવાણુ..
રંગલી :- આ તો ગજબનું ડીડવાણુ...
તા... થયા... થયા... તા થઈ...
એ સૌને આજે રામરામ...
સમજું કરજો વિચાર..
હાથ જોડીને રંગલો રંગલી કરે છે પ્રણામ.
