Bhavna Bhatt

Comedy Others

4  

Bhavna Bhatt

Comedy Others

આજની મોંકાણ

આજની મોંકાણ

2 mins
200


આજની જિંદગીમાં રોજબરોજ એક નવી મોંકાણ બને છે. એ લેખમાળા દ્ધારા પણ રજૂઆત કરી શકાય પણ આપણે એને હળવાશથી લઘુકથા દ્ધારા માણીએ.

અંજલિબહેન સવાર સવારમાં "એ સાંભળો છો વીણાબહેન આ મારે તો નળમાં પાણી આવતુંજ નથી ઉંદર મૂતરે એમ દદૂડી જ પડે છે તમારે આવ્યું પાણી ?"

વીણાબેન : "અરે નાં રે હું સવાર છ વાગ્યાની નળ નીચે ડોલ મૂકીને બેઠી છું જુઓ. તમારાં ભાઈને આ બળ્યું આ પેલું શું ? એકવાગાર્ડ અને આરોનું પાણી નથી ગમતું એટલે અમારે તો મ્યુનિસિપાલિટીનું જ પીવા માટે ભરવાનું હોય છે પણ જુઓ બહેન. સવારની ડોલ મુકી છે પણ ટીપું ટીપું પાણી આવે છે બોલો. કંટાળી ગયા હવે આ પાણીની મોકાણથી."

"હેંડો ત્યારે બાજુમાં ગીતાબેનેને પુછીએ."

બન્ને એક સાથે : "એ ગીતાબેન તમારે ત્યાં પાણી આવ્યું ?"

ગીતાબેન : "અરે ના રે બોન. આ જુઓ એક ટીપું પાણી આવે છે અને પછી નળમાંથી વાછૂટ થતી હોય એવાં અવાજ આવે છે."

આ પાણીએ તો બાપ તોબા પોકારી દીધી. રોજ પાણીની ટેન્કર મંગાવવી પડે છે. આજે તો બધાંજ ભેગા થઈને મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ નોંધાવી આવીએ. એ સારું એમ કહીને બધાં છૂટા પડ્યા.

પછી બપોરે બધાં એકઠાં થઈને મ્યુનિસિપાલિટી કચેરીમાં અરજી કરવા ગયા.

ત્યાં બેઠેલા ઓફિસરે :"કાર્યવાહી કરીશું પણ તમે તમારી સોસાયટીમાં રહેતા પંદરેક સભ્યોની એક કાગળ પર સહી કરાવીને નામ અને મકાન નંબર લખીને આપી જાવ પછી અમારાં સાહેબ વિઝીટ મારશે."

બધીજ બહેનો પાછી આવી અને સોસાયટીના બાકીના ઘરનાં સભ્યોની એક કાગળમાં સહીં કરાવી અને મકાન નંબર લખીને એક અરજી તૈયાર કરી આપી આવ્યા. બે દિવસ પછી સાહેબ આવ્યા અને આમથી તેમ આંટા માર્યા અને ચા, પાણી પીધા અને કહ્યું "અમારાં તરફથી કોઈ તકલીફ નથી તમારી ઘરમાં જતી પાણીની લાઈનો ખોદાવી પાઈપ બદલો." એમ કહીને ફટ ફટ કરતાં આવ્યાં હતાં એવા પાછાં ફર્યાં.

સોસાયટીના રહીશો એ એક પ્લબંરને બોલાવ્યો એણે એનું કામકાજ પતાવીને રૂપિયા લઈને ઘર ભેગો થયો..

પણ આ રહીશો પાણી વગર ત્યાંનાં ત્યાં જ રહ્યા. અને રોજ સવારે પાણીની મોકાણ સાથે જીવી રહ્યા છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy