STORYMIRROR

Pravina Avinash

Tragedy Inspirational

4  

Pravina Avinash

Tragedy Inspirational

આજે મને કહેવાદો !

આજે મને કહેવાદો !

3 mins
29.4K


'હું જે પણ કહીશ તે સત્ય કહીશ. સત્ય સિવાય બીજું કાંઈ નહી કહું. હું ગીતા પર હાથ મૂકીને કહું છું.’

અપરાધીના કઠેડામાં ઉભેલી ઉમંગ કહી રહી હતી. ખૂબ રડી હતી. હવે તો આંસુ સૂકાઈ ગયા હતાં. નાની હતી ત્યારે પપ્પા હમેશા કહેતાં ‘ઉમંગ તારા માથામાં પાણીની ટાંકી છે. વારે વારે પલપલિયાં આંખમાંથી ટપકે છે.' આજે એક નવયુવાન સ્ત્રી બોલી રહી હતી. જે અમેરિકા ૧૫ વર્ષથી આવી હતી.

બે બોલ પર બાંધ્યો હતો સંબંધ, પ્રેમ અને શ્રધ્ધાની ભરી સુગંધ..

એવું તે શું બની ગયું કે અમેરિકાની જાહોજલાલી માણવાને બદલે ઉમંગ કોર્ટમાં ઉભી હતી. તેને પોતાને પણ આ એક બેહુદું સ્વપન જણાતું હતું. કાશ એ સ્વપ્ન હોય! ના, એ સત્ય હતું. ઉમંગ આવું પગલું ભરશે ઉત્સવને તે મંઝૂર નહતું.

ઉમંગ અને ઉત્સવ કેવું સુંદર યુગલ. કોની નજર લાગી ગઈ અને આજે આ દિવસ જોવાનો આવ્યો. ઉમંગ તેના નામ પ્રમાણે ઉમંગથી છલકાતી હતી. આ દેશમાં આવીને જાણે તેને ગ્રહણ લાગી ગયું હતું. શરૂ શરૂમાં તો જાણી ન શકી કેમ આમ થાય છે? મનને મનાવતી, કાર્યમાં રત રહેતી. ઉત્સવ સાથે જુવાનીનો સ્વાદ ચાખી રહી.

અંદરથી તેને થતું ભારતથી ૧૦ હજાર માઈલ દૂર. ઉત્સવનો પરિવાર ભારતમાં. પોતાની વહાલસોયી મા, પ્રેમાળ પિતા અને બે નાની બહેનો. બધાને છોડી ઉત્સવ સાથે ચાલી નીકળી. અહિ આવ્યા પછી વાસ્તવિકતા વરવી લાગી.

ભારતથી આવી હતી. ખૂબ પ્યાર આપવાનો પ્રયત્ન કરતી. દુનિયાને ઉંધા ચશ્મા, મિત્ર કરતા દુશમનોની માત્રા વધતી જતી. ખૂબ અળગી પડી જાય. કોઈ પૂછે અને પોતાનો અભિપ્રાય આપે સામેવાળાને ન રૂચે! નસીબજોગે ઉત્સવ તેને પલકોં પર બેસાડતો. તેના હરકદમને પ્રોત્સાહિત કરતો. ઘરની રાણી માની તેને નવાજતો. એ જ તો હતો તેના જીવનનો ‘પ્રાણવાયુ!'

જીવન ખૂબ સુંદર રીતે પસાર થઈ રહ્યું હતું. ઉમંગ પણ અહિ આવીને ભણી અને કૉલેજની ડીગ્રી પ્રાપ્ત કરી. ઉત્સવ તેના પર વારી જતો. પંદર વર્ષ થયા ઘરમાં આંગણે ખેલનારની કમી હતી. ઉત્સવ તેના માતા પિતાને એકનો એક દીકરો હતો. સ્વાભાવિક છે મા બાપ પૌત્ર યા પૌત્રીની આશા રાખે. ઉત્સવ તેમને સમજાવતો.

ઉત્સવ અને ઉમંગ બને ડૉક્ટરના કહેવા પ્રમાણે બધી ટ્રીટમેન્ટ કરાવી ચૂક્યા. અરે, સરોગેટ મધર શોધી બાળક થાય તેના પ્રયત્નો કર્યા. શેર માટીની ખોટ ન પૂરાઈ. છેલ્લે ઓ.બી.જી. વાયના મત પ્રમાણે ઉત્સવ પિતા બનવા અસમર્થ હતો તે પરિણામ આવ્યું.

ઉમંગ હિમ્મત ન હારી. તાજું જન્મેલું બાળક દત્તક લઈએ, એ સમજાવતા તેને ઘણો સમય લાગ્યો. અંતે ઉત્સવે  ‘હા’ પાડી. ઉમંગ ઉમળકાભેર ઉત્સવને વળગીને કહે,’ આપણને માતા અને પિતા થવાનો લહાવો આખરે ભગવાને આપ્યો!’ ઉમંગને ખુશ જોઈ ઉત્સવ હરખાયો. ઉમંગ ખૂબ પ્રેમપૂર્વક પેશ આવતી અને ઉમંગને ખુશીમાં સરખો હિસ્સેદાર બનાવતી.

બસ હવે ઘડીઓ ગણાઈ રહી હતી. બાલકની માતા હૉસ્પિટલમાં દાખલ થઈ. દર્દ ખૂબ લાંબુ ચાલ્યું. બાળકની માતા સિંગલ મધર હતી. કોઈની સહાય વગર બાળક ઉછેરવાને અસમર્થ ! દર્દની વેદના, બાળક સાથે બંધાયેલો સંબંધ તેના મારફત અનુભવાયેલી સુંદર પળોને યાદ કરતાં જન્મ આપ્યા પછી ફરી ગઈ.

'ના, હું મારું બાળક એડોપ્શન માટે નહી આપું !'

ઉમંગ તો આ સાંભળીને ગાંડા જેવી થઈ ગઈ. ઉત્સવે ઘણી સમજાવી. રાતના સમયે બધા સૂતા હતા ત્યારે બાળકને લઈ જવા હૉસ્પિટલમાં આવી. તેની મા જાગી ગઈ હતી. ઉમંગ લઈને જતી હતી ત્યાં તેને પાછળથી પકડી. તેણે બૂમાબૂમ કરી મૂકી અને આજે ઉમંગ કઠેડામાંથી કહી રહી, ‘હું જે પણ..'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy