STORYMIRROR

Kalpesh Patel

Tragedy

4  

Kalpesh Patel

Tragedy

આહટ

આહટ

1 min
0

   આહટ.


 એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયાને આજે એક વર્ષ પૂર્ણ થયું.

બારમી જૂન ફરી આવી પહોંચી. અને... પિતાના અવસાનને પણ આજે એક વર્ષ પૂરું થયું.


બધાં જૂના ફોટા આલ્બમમાં સમાવી લીધા હતા, પરંતુ ફોનમાંથી તેમનો નંબર કાઢવાની હિંમત હજુ સુધી થઈ નહોતી.

 આજે અચાનક તેમનું વૉટ્સએપ ખોલ્યું. ઉપર જ તેમનું નામ દેખાયું — D. P.

તારીખ — એક વર્ષ જૂની.

બારમી જૂન. બપોરે બાર વાગ્યાનો એક જ વૉઇસ મેસેજ.

 ધીમા, કંપતા હાથથી પ્લે કર્યું.

 "બેટા, હું લંડન પહોંચી તારી સાથે જરૂર વાત કરીશ...
અને હા, તારી કાળજી રાખજે."

 મેસેજ પૂરો થઈ ગયો. ઘરમાં ફરી શાંતિ છવાઈ ગઈ.

પણ દીકરાને પહેલી વાર સમજાયું કે પિતા માત્ર શરીરથી જ જીવતા નથી. કેટલીક આહટ સમયથી પર રહી શાશ્વત બની જાય છે.

 તેણે ફોન બંધ કર્યો. રડતી આંખે ધીમેથી બોલ્યો, "પપ્પા... આજે પણ હું તમારા ફોનની રાહ જ જોઉં છું."

સ્ક્રીન અંધારી થઈ ગઈ.

પણ એ આહટ હજુ ગુંજતી હતી.

પળ અને યાદ જ્યારે છૂટી પડે છે, ત્યારે માણસ મરે છે, એના શબ્દો નહીં. શબ્દો મૌન થઈ જાય છે, અને એ મૌન... ક્યારેક બૂમ કરતાં પણ વધુ ઊંડું ગૂંજે છે.


કેટલાક 'છેલ્લા મેસેજ' ક્યારેય છેલ્લાં બનતા નથી.

 તે વર્ષો સુધી રાહ બનીને જીવતા રહે છે. ❤️


 સખેદ... પિતા નું છત્ર ગમે તેના માથે થી હટે. વસમું  રહેવાનું.....

 આહટ સૂત્ર ધાર

કલ્પેશ પટેલ. લખ્યા તારીખ 18મી જૂન 2026,
સેન ઓઝે, મુકામે (USA.)  


Rate this content
Log in

Similar gujarati story from Tragedy