૪૦ વર્ષથી અવિરત સખી
૪૦ વર્ષથી અવિરત સખી
મિત્ર એટલે ચાલ જા અહીથી..તો એને ઈગો નાં નડે,
ત્યાંથી ખસે જ નહિ, નહિ જવું શું કરી લઈશ ? એ મિત્ર....
હા, તારી પાસે તો બંગલો, મોટર, ગાડી... અભિમાન નહિ.. હા, મારી પાસે તારા જેવો મિત્ર... દોડતો આવે. એ મિત્ર...
તું બોલાવીશ કે નહિ બોલાવીશ.... માન ન માંગે...
સુખ અને દુઃખમાં હાજર જરૂર થઈ જાય.. એ મિત્ર.
૪૦ વર્ષથી અવિરત મિત્રતા...
કેમ છે તું ? હવે તો તું પણ દાદી બની ગઈ, મારી લાઈનમાં આવી ગઈ. દાદીનો રોલ ભજવવો કેટલો સરસ છે. પૌત્ર અને પૌત્રી સાથે રમવાનો કેટલો આનંદ આવે છે. આપણા બાળપણના દિવસો યાદ આવી ગયા છે. એટલે જ તને યાદ કરીને લખી રહી છું.
બચપણમાં આપણે કોઈ દાદીને બાળક સાથે રમતા જોતા હતા, કેટલા હસતા હતા કે દાદી તો જો કેટલા બાળક જેવા બની ગયા છે. કેવા રમે છે. શું આપણે પણ બાળકોને રમાડીશું ? જો અત્યારે કેવા મસ્ત રમાડીએ છે. ઘણી વખત એવું થાય છે કે એ આપણને રમાડે છે કે આપણે એમને. બોલ તારા વાળો શું કરે છે ? છોકરો એટલે તોફાની બારકસ. હવે એવું નથી અમારી તો તારા વાળાથી પણ ચઢે એવી છે.
આજે હું સાયકલ શીખવાડતી હતી પરીને, તો તારો ને મારો કિસ્સો યાદ આવ્યો. આપણે ભાડાની સાયકલ રોજ ફેરવતા, એક દિવસ ડબલ સવારી શીખતા હતા અને સામેથી કાર આવી તો બન્ને ગભરાઈ ગયા પછી આપણે બંને કેવા પડ્યા, કેટલું છોલાયું ગયું હતું, પણ ઘરે જઈને કહ્યું જ નહી, નહીતો બીજા દિવસે સાયકલ ચલાવવા ન મળે. આપણે અત્યારે સાયકલના પૈડાનાં સ્પોક ની જેમ એકબીજા સાથે ચાલીશ વર્ષથી ગુંથાયેલા રહ્યા છે. ભલે રોજ નાં મળીએ પણ આત્મીયતાથી મધુર મૈત્રી અવિરત ચાલતી રહી છે.
તને યાદ છે 26 મી જાન્યુઆરીએ ધ્વજવંદનના પ્રોગ્રામમાં વંદે માતરમ ગીત ગાયું હતું. બધાને કેટલું ગમ્યું હતું. આપણને બધા સિંગર જ કહેતા થઈ ગયા હતા. ત્યાં સ્પેશિયલ ગેસ્ટ બોલાવ્યા હતા એમને આપણને કહ્યું હતું મુક્ત ગગનના પંખી બની ઊડો. પાંખ નીચે જવાબદારીઓને દબાવી મુક્ત બનજો તો જ જિંદગી મસ્ત જીવી શકશો, ખુલ્લા વાતાવરણમાં શ્વાસ લઈ શકશો. જે અત્યારે આપણે કરી રહ્યા છે. મુક્ત બની ફરીએ છે સુપેરે જવાબદારીઓ નિભાવીને.
તું અને હું જિંદગી મસ્ત જીવી ગયા છે, પરિવાર પણ ખુબ પ્રેમ કરવાવાળો મળ્યો. જિંદગીમાં મુસીબતોનો સામનો મળીને કર્યો. હજી તારી મારી દોસ્તી અવિરત ચાલુ જ રહી છે. આપણી વહુંઓને પણ આપણી દોસ્તી પર નાઝ છે. તારે ને મારે તો દીકરી હતી નહિ, બંને દીકરીઓ બની રહે છે ને દીકરીની ખોટ હવે નથી સાલતી.
તારા પપ્પા હિટલર હતા અને મારી મમ્મી હિટલર હતી, હજી છે બંને. આપણી પાસે એમના સંસ્કાર અને શિસ્તના અનુશાસનનાં પાઠથી આપણા જીવનમાં હમેંશા વસંત જ ભરપૂર રાખી શક્યા અને કેસુડાના કલરમાં ભીંજાયેલા આધ્યાત્મિક અંદરથી,બહારની દુનિયા માણી શક્યા. જે આપણે આપણાં પૌત્ર અને પૌત્રીને શીખવવાનું છે.
ચાલ આપણી સ્ટાઈલથી એક છૂટો લાફો.
