૧૦૮
૧૦૮


૧૦૮ રોડ પર પુરપાટ દોડતી જતી હતી..અંદર દર્દી મોત સાથે લડી રહ્યો હતો. .
૧૦૮નો ડ્રાઇવર ટ્રાફિક સામે લડતો હતો..ગાંધીચોક...ગાંધીજીના પૂતળા પાસે ટ્રાફિક જામ હતો.. ૧૦૮ ને કોઈ જગ્યા ન આપતું હતું...હોર્ન વગાડી અવાજની હિંસા આચરી, બારીમાંથી ડોકું બહાર કાઢી એક રીક્ષાવાળા ને પૂછ્યું," ભાઈ આ શેની ભીડ છે? એણે જવાબ આપ્યો... "ગાંધી જ્યંતી નિમિતે નેતાઓ ઘ્વારા સફાઈ થાય છે" એમ કહી રસ્તા ઉપર પાનની પિચકારી મારી...રીક્ષા રોંગ સાઈડમાં હંકારી મુકી...૧૦૮ના ડ્રાઇવરના મુખેથી સરી પડ્યું," હે રામ "