યાદ
યાદ
અચાનક એક રાતે આવ્યું સુંદર સ્વપ્નું !
જે ખેંચી ગયું મને મારા એ જૂના મેદાનમાં.....
મારા ટબુડિયા મિત્રોની મસ્તીમાં......
અલબત્ સાવ એ મને મારા બાળપણમાં લઈ ગયું !
નિશાળમાંથી આવી સીધ્ધા અમે દોડતાં
ઘરની પાછળવાળા મેદાનમાં !
ક્રિકેટ રમવા ....
કોઈ સચિન તેંડુલકર કે કોઈ વિરાટ કોહલી બની રોફમાં દડો ઉછાળતાં-
ક્યારેક દડો સરકીને ગટરમાં ચાલ્યો જતો , છાપરા પર ભરાઈ રહેતો તો ક્યારેક છગ્ગાની ધૂનમાં ખોવાઈ જતો...
પણ યાદ છે સૌ રૂપિયો કાઢી કાઢી ને નવો દડો લાવતા...
ક્યારેક બેટ ન મળે તો ધોકો લઈને પણ રમતા એજ રમત ક્રિકેટની..
આજે દડો સાવ ખોવાઈ ગ્યો..મિત્રોની જેમ , છતાં સ્વપ્ન અકબંધ છે આંખોમાં બાળપણની યાદોનું....!
