યાદ
યાદ


છે મને મહોબ્બતની મજા યાદ,
એ ય પછી મળેલી સૌ સજા યાદ,
એ પીધાં પછી ક્યાં ભાન જેવું છે,
ન રહી મને મારી કથા યાદ,
આમ ક્યાં કદી સંભારું છું એને,
ઠોકરો પછી આવ્યો ખુદા યાદ,
દર્દ શું છે મારું એ હું જાણું છું,
દોસ્ત છે મને એની દવા યાદ,
એ પછી 'શરદ' પાગલ થયો છું,
છે મને સનમની સૌ અદા યાદ.