વ્યક્તિ વિકાસ
વ્યક્તિ વિકાસ
પુત્રના લક્ષણ પારણે પાધરા,
બધાજ એવું કાંઈ કહેતા ખરા,
વરસોથી આ વાત ચાલતી આવે,
તેથી તે સાવ ખોટી તો ન કહાવે.
સૌ પોતાની આગવી કળા ધરાવે,
આ લાક્ષણિકતા જન્મજાત મેળવે
પરંતુ માવજત તે સારી માંગે,
ત્યારે સદગુણોમાં નિખાર જાગે.
સદગુણો વધે અવગુણો ઘટે,
માણસમાં લાલચ લાલસા મટે,
જીવન પામ થી પાવન બને,
તો લોકો વિજયશ્રી એને માને.
