STORYMIRROR

Rekha Patel

Classics Inspirational

4  

Rekha Patel

Classics Inspirational

વ્યાજ

વ્યાજ

1 min
391

બાપ કરતાં બેટો સવાયો થયો, 

દાદાને દિકરા કરતાં વ્યાજ વહાલું થયું. 


દિકરી રહી જમાઈની અમાનત, 

અંધારે ખોરડે આવીને અજવાળું થયું. 


નાના નાના પગલાં માંડે ને બોલે કાલુ કાલુ, 

દાદાને તો પોતાનું બચપણ જોવાનું થયું. 


મસ્તીને તોફાન કરી દિવસ આખો જાય, 

રાત્રે દાદાની હૂંફાળી ગોદમાં સુવાનું થયું. 


મમ્મી અને પપ્પા તો ગુસ્સો જબરો કરે અહીં, 

દાદાની ભીંજાયેલી આંખોમાં આંસુ નીકળવાનું થયું. 


દાદા વહાલનો દરિયો ને દાદી સુખની દાબડી, 

તેમનાં સંગાથે જીવન માણવાનું થયું. 


"સખી" મને દૂરથી આવતો જોવા માટે આંખે નેજવું કરે, 

અને પાસે આવું તો બોખા મોં એ હસવાનું થયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics