વસંતનો અહેસાસ થાય છે
વસંતનો અહેસાસ થાય છે
તારી સંગાથે સ્વર્ગનો આભાસ થાય છે,
પાનખરમાં પણ વસંતનો અહેસાસ થાય છે,
તારા મિલનની આશ હૈયે ધરીને બેઠી છું,
તારી એક ઝલક વગર હૈયું હતાશ થાય છે,
બાગના ફૂલોમાં આ સિતારાઓમાં સર્વત્ર,
તારા હોવાનો આ હૈયાને ભાસ થાય છે,
મળી જાય જો દિલને તારી એક ઝલક,
તો આ દિલને આનંદ ઉલ્લાસ થાય છે,
તારા સંગાથે મુશ્કેલી બધી દૂર થાય,
મારા હૈયે આનંદનો આવાસ થાય છે.

