વસંતની યાદ આવી
વસંતની યાદ આવી
ઝાડ પરથી પાંદડું ખર્યુને વસંતની યાદ આવી
વાડ પર તમરું બોલ્યું ને વસંતની યાદ આવી,
કૂંજમાં કોયલ આનંદમાં આવીને ટહૂકાર કરતી
ઝાડ નવી કૂંપળોથી ફૂટ્યું ને વસંતની યાદ આવી,
છોડે છોડે ફૂલડા ખીલ્યાને પંખીઓ ગાતાં ગાન
આંબા ડાળે પંખી બોલ્યુંં ને વસંતની યાદ આવી,
ભમરાઓ અને પતંગિયા કરતાં ચોમેર ગુંજન
કેસૂડાનાં ફૂલડે કંકુ ઝર્યુને વસંતની યાદ આવી,
ઝાડ પાનને પંખીઓનાં હૈયામાં હેત ઊભરાણું
સરોવરમાં કમળ ખીલ્યુંને વસંતની યાદ આવી,
સૃષ્ટિમાં નવચેતનનો ચારેકોર પવન લહેરાયો
આખું વનરાવન મહેકયુને વસંતની યાદ આવી,
ઝાડ પરથી પાંદડું ખર્યુને વસંતની યાદ આવી
વાડ પર તમરું બોલ્યુંને વસંતની યાદ આવી.
