વસંત રૂડી આવી
વસંત રૂડી આવી
આંબા ડાળે કુંપળ ફૂટી,
કોયલડી મીઠું મીઠું ટહુકી
વસંત રૂડી આવી, આવી રે આવી વસંત રૂડી આવી..!
ડાળે ડાળે પર્ણ લાવી
પાનખરને મહેકાવી લાવી
વસંત રૂડી આવી, આવી રે આવી વસંત રૂડી આવી...!
પ્રકૃતિ સોળે કળાએ ખીલી
ફૂલડે ફૂલડે ફોરમ લાવી
વસંત રૂડી આવી, આવી રે આવી વસંત રૂડી આવી..!
કેસૂડો કેસરિયા બની
વનમાં હરિયાળી લહેરાણી
વસંત રૂડી આવી, આવી રે આવી વસંત રૂડી આવી...!
પક્ષીઓના કિલકિલાટ સાથે
વનરાવનમાં તાજપ મહેંકી
વસંત રૂડી આવી, આવી રે આવી વસંત રૂડી આવી...!