વસંત આવી
વસંત આવી
વસંત આવી, વસંત આવી
પ્રકૃતિમાં નવચેતન લાવી
વસંત આવી, વસંત આવી
વસંત આવી, વસંત આવી
વાડી વાડી કોયલ બોલે
વસંત આવી, વસંત આવી
છોડે છોડે ફૂલડા ખીલે
વસંત આવી, વસંત આવી
પંખીઓ ગાતાં મીઠાં ગાન
વસંત આવી, વસંત આવી
ખીલી ઊઠ્યા ઝાડને પાન
વસંત આવી, વસંત આવી
ભમરા બોલે બાગે બાગ
વસંત આવી, વસંત આવી
મંજરી આવી આંબા ડાળ
વસંત આવી, વસંત આવી
કુંપળોમાં આવી નવી જાન
વસંત આવી, વસંત આવી
ખીલી ઊઠ્યું છે સઘળું રાન
વસંત આવી વસંત આવી.
