વર્ષા ઋતું અને બચપણ
વર્ષા ઋતું અને બચપણ


નાહ્યા પ્રસ્વેદે ગ્રીષ્મ ઋતુ મધ્યે,
તાપ તપતો ચડી સૂકવી નદીએ,
ઝાડ પાન પશુ પંખી સર્વે,
ઝંખે જલ છાંય સમ પર્વે,
કુંજતી કોયલ વન વગડે,
તરસ્યાં થકી સ્વાસ્થ્ય બગડે,
તહીં ઝબૂકે આભ વીજળી,
ચાતક તણી તપશ્ચર્યા ફળી,
કાળા ડીબાંગ વાદળ ચડ્યા,
ત્યાં તો વળી નીર ફોરા પડ્યાં,
નદી નાળા જલ વહ્યાં,
નર નારી બાલ હર્ષે નાચ્યાં,
મેઘરાજ લેખ લખી વાંચ્યાં,
પશું પંખી વૃક્ષ વેલા વધ્યાં,
ફૂલ ફોરમ મધ મીઠાં મઢ્યા,
યાદ આવે બચપણ ત્યારે,
ખુલે દિલે વળી નાહ્યાં જ્યારે,
તળાવે જઈ હોડી તરાવી,
કાગળ તણી નૌકા ફરાવી,
ખેત જઈ બીજ વાવી,
ગૃહે મા મધુર કંસાર બનાવી,
સાતી નથ બેલ શણગારી,
ચાસ સીધે અન્ન ચિનગારી,
હરી બની હરિ થકી પ્રકૃતિ,
સુંદર ભાસે ધરા આકૃતિ,
અષાઢ આવ્યે આશા બાંધી,
શ્રાવણ સારો લીલો છમ,
ભાદરવે ભરપૂર પાક્યો,
ખેડુ આમેય ક્યારે થાક્યો,
વર્ષા લાવી જીવન રંગ,
ખુશી ભરી અંગ અંગ
મેઘની ઝરમર ધરતી ભીંજે,
યાદના તાંતણે દિલ રીંઝે,
અષાઢની આગમની ગર્જન
બાળપણના ગીતો ફરી ગુંજન
પાણીના છાંટણે ખેત હર્યું,
યાદે મનનો ખૂણો ભર્યું,
કાગળની નાવ નદીએ તરે,
નાનપણનું સપનું ફરે
વીજળી ચમકે, આભ ગાજે,
દાદીની વાર્તા હૈયે સમાજે,
શ્રાવણના ઝરણે ઝૂલે વેલ,
ગુમાયેલ મિત્રની રહે મેલ
વરસાદના ટીપે લખે લેખ,
ભૂતકાળના દર્દનો શેખ,
જીવનની ચેસમાં વરસે રંગ,
યાદો ભરે દિલ અંગ અંગ
વર્ષા સમ કોઈ ઋતું નહીં
આજ અતિ પ્રેમ વરસ્યો અહીં